ખૂબ ચર્ચામાં છે પોલીસનો આ Hero 'સ્કોચ', 2 દિવસમાં પકડાવ્યું 11 કરોડનું ચરસ, જાણો - આ DOG ખાસીયત

ખૂબ ચર્ચામાં છે પોલીસનો આ Hero 'સ્કોચ', 2 દિવસમાં પકડાવ્યું 11 કરોડનું ચરસ, જાણો - આ DOG ખાસીયત
આ ડોગનું નામ છે 'સ્કોચ'

માત્ર બે દિવસમાં 11 કરોડ રૂપિયાની કિંમતનું 16 કિલો 600 ગ્રામ ચરસ પકડાવી ચર્ચામાં આવી વાહ-વાહી મેળવી રહ્યો છે

 • Share this:
  બેલ્ઝિયમ મેલિનોઈસ નસ્લનો એક ડોગ કોચિંગ સિટી કોટામાં પોલીસ માટે સફળતાનો ઝંડો લગાવી રહ્યો છે. પોતાના સ્ફૂર્તિલા અંદાજ, તેજ દિમાગ અને જબરદસ્ત આક્રમકતા માટે પ્રસિદ્ધ બેલ્ઝિયમ મેલિનોઈસ નસ્લના આ ડોગે કોટામાં માત્ર બે દિવસમાં 11 કરોડ રૂપિયાની કિંમતનું 16 કિલો 600 ગ્રામ ચરસ પકડાવી ચર્ચામાં આવી વાહ-વાહી મેળવી રહ્યો છે. આ ડોગનું નામ છે 'સ્કોચ' (Scotch).

  કોટાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી


  કોટા શહેર પોલીસે ગત વર્ષે માદક પદાર્થ તસ્કરી વિરુદ્ધ 160 કાર્યવાહી કરી લગભગ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે પણ ડઝનથી વધુ કાર્યવાહીઓ કરી અપરાધીઓને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ કર્યું છે. પરંતુ 'સ્કોચ'ની મદદથી કરવામાં આવેલી 11 કરોડની ચરસ પકડી પાડવાની કાર્યવાહી માત્ર કોટાની જ નહી પરંતુ અત્યાર સુધીની સૌથી મોટા કાર્યવાહી રહી છે, આ દેશની સૌથી મોટા કાર્યવાહીઓમાં સામેલ થઈ છે.

  ખુબ ખાસ છે આ 'સ્કોચ'

  - મૂળરૂપે બેલ્ઝિયમથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા આ મેલિનોઈસ ડોગ સામાન્ય રીતે કાળા રંગ જેવા ચહેરા અને કાન પર ભૂરા રંગના હોય છે.

  - આ ડોગ ગાડી અને બિલ્ડીંગ જ નહી, પરંતુ 2 ફૂટ ઊંડા ખાડામાં પણ કોઈએ માદક પદાર્થ સંતાડી રાખ્યો હોય તો તેને પણ શોધી કાઢે છે

  - 9 ગજની દૂરીથી ગંધ સુંગી શિકારીની શોધ કરી કાઢે છે. તેની સૂંઘવાની ક્ષમતા મામસ કરતા 40 ગણી વધારે હોય છે.

  - નર ડોગની ઊંચાઈ લગભગ 24-26 ઈંચ અને માદાઓની 22-24 ઈંચ હોય છે. તેનું વઝન લગભગ 20-30 કિલોગ્રામ હોય છે

  - 24 કલાક બાદ પણ કોઈ વ્યક્તિ રસ્તા પરથી ગયો હોય તો પણ તેની ગંધ ઓળકી લે છે

  - 2થી 3 ફૂટ સુધી ની દિવાલ રોકાયા વગર કુદી જાય છે

  3 મહિનાની ઉંમરમાં બેંગ્લોરમાં થઈ હતી ટ્રેનિંગ
  પોલીસ અધ્યક્ષ ગોરવ યાદવે કહ્યું કે, 'સ્કોચ' પૂરી રીતે ટ્રેન છે. 3 વર્ષના 'સ્કોચ'ની ટ્રેનિંગ 3 મહિનાની ઉંમરમાં બેંગ્લોરમાં થઈ હતી. તે લગભગ 9 મહિના સુધી પૂરી રીતે ટ્રેન થયા બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ કોટા પોલીસને સોંપવામાં આવ્યો હતો. 'સ્કોચ'એ માત્ર બે દિવસમાં 11 કરોડની ચરસ પકડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
  Published by:kiran mehta
  First published:February 23, 2020, 20:59 IST