વિદ્યાર્થીઓ-પેરેન્ટ્સે ચોક્કસ વાંચવી જોઈએ કોટાની રહસ્યમય સ્ટોરી- 'સુસાઈડ સિઝન'

વિદ્યાર્થીઓ-પેરેન્ટ્સે ચોક્કસ વાંચવી જોઈએ કોટાની રહસ્યમય સ્ટોરી- 'સુસાઈડ સિઝન'

 • Share this:
  અંકિત ફ્રાન્સિસ

  ગુજરાતના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ અર્થે જાય છે. તેવામાં કોટાની સ્ટોરીઓ જે બહાર આવી રહી છે. તેવામાં માતા-પિતાની પણ ફરજ બની જાય છે કે, બાળકની માનસિક સ્થિતિ કેવી છે તે જાણી લેવી. અથવા બાળક જ્યાં પણ અભ્યાસ કરી રહ્યો છે, ત્યાં ચેક કરી લેવું જોઈએ કે, બધુ ઠીકઠાક ચાલી રહ્યું છે કે નહી. કેમ કે, મેડિકલ સાયન્સ જેવા અઘરા વિષયો માટે તૈયારી કરનાર વિદ્યાર્થીઓ એટલા બધા પ્રેશરમાં આવી જતાં હોય છે કે, તેઓ ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. તે ઉપરાંત આપણું સમાજ ઘણીવાર તો ખોટા નિર્ણયો લેવા માટે પણ પ્રેરિત કરી દેતું હોય છે, તેવી જ એક સ્ટોરી તમે આજે વાંચશો..  ફેબ્રુઆરી અડધુ થઈ ગયું છે અને નીટ-આઈઆઈટીની પરીક્ષા નજીક આવી રહી છે. નીરજ, અનિકેતા, આનંદ, નિહારિકા દેવગન, અનુરાગ ભારતી જેવા નામોને કોટા શહેર હવે ભૂલવા લાગ્યું છે. જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બરના ત્રણ નામ- અબ્દુલ અજીજ, મનીષ પરમાન અને અમનદીપસિંહને પણ ઠિક આવી રીતે જ ભૂલાવી દેવામાં આવ્યો હતો. આનાથી પહેલા 55 નામોને પણ યાદ કરનાર આ શહેરમાં લગભગ કોઈ બચ્યું નથી.

  આ નામો સાથે જોડાયેલ યાદો એક 'સામૂહિક મૌન'નું ભાગ છે, જેને બજારે આ શહેર પર લગભગ થોપી દીધો છે. આ શહેરની યાદોનું ભાગ માત્ર મૌત જ નથી આત્મહત્યા કરવા માટે કરવામાં આવેલી કોશિશો પણ તેનો ભાગ બની ગઈ છે. કોટામાં કોચિંગ કરી રહેલ વિદ્યાર્થીઓ જણાવે છે કે, આત્મહત્યા કરવાની ઘણી બધી કોશિશો કરવામાં આવી છે, પરંતુ તેને જાણી-જોઈને ક્યાંય નોંધાવવા દિધી નથી, પાછળથી આ આત્મહત્યાની કોશિશો મોતમાં પરિવર્તિત થઈને એક લાંબી લિસ્ટનો ભાગ બની ગઈ, જેને આ શહેર પોતાની યાદોમાં પણ રાખવા રાખવા માંગતું નથી.  આ સાત નામનો સ્ટોરી જાણવા માટે હું સતત જવાહરનહરની મહાલક્ષ્મી રેજિડેન્સી, રાજીવ ગાંધી નગરની મોહિની રેજિડેન્સી, મહાવીર નગરનું મકાન નંબર-602, કુન્હાડીની પીજી હોસ્ટેલમાં ચક્કર લગાવું છું. જાન્યુઆરીમાં જ્યાં આ ઘટનાઓ ઘટી તેમાના મોટા ભાગના રૂમો પર તાળું મારી દેવામાં આવ્યું છે, જ્યારે ડિસેમ્બરની ઘટનાવાળાઓ રૂમ એકવાર ફરીથી બીજા વિદ્યાર્થીઓને ભાડે આપી દેવામાં આવ્યા છે. આત્મહત્યા કરનાર દોસ્તોએ રહેવાની જગ્યા બદલી નાંખી અને તેમને દોઢ લાખ બાળકોની ભીડ અને કોચિંગ સંસથાઓ-મકાન માલિકોના સામૂહિક મૌન વચ્ચે શોધી કાઢવા લગભગ અશક્ય જેવું છે. આત્મહત્યા કરનારના ઘરવાળાઓને બોલાવવામાં આવે છે અને કોચિંગ-હોસ્ટેલ-પોલીસ બધા મળીને તેમના પર દબાણ બનાવે છે કે, બાળકની બોડીને ચૂપચાપ ઘરે લઈ જવામાં આવે.

  રાજીવ ગાંધી નગરમાં જ મોહિની રેજિડેન્સી પાસે દેવ (બદલેલ નામ) પણ ઉભો હતો અને ચા પી રહ્યો હતો. મને સુસાઈડ વિશે પ્રશ્ન પૂછીને તે ત્યાં જ રોકાઈ જાય છે. તેની અને મારી નજરો વારં-વાર એકબીજા સાથે ટકરાય જાય છે અને તે મને પાર્કમાં ચાલવાનો ઈશારો કરે છે અને અમે જઈને એક બેન્ચ પરબેસી જઈએ છીએ. દેવ પહેલા જ સ્પષ્ટ કરી દે છે કે, તે કેમેરા પર આવશે નહી અને ન તેનું અસલી નામ આવવું જોઈએ. વિશ્વાસ અપાવ્યા બાદ તે વાત શરૂ કરે છે અને જણાવે છે કે, સુસાઈડથી વધારે તો આત્મહત્યા કરવાની કોશિશ કરવાના ઘટનાઓ અહી ઘટે છે, જેને પોલીસ સાથે મળીને લેવડ-દેવડ કરીને રફા-દફા કરી દેવામાં આવે છે. આત્મહત્યા કરવાની કોશિશ કરનાર વિદ્યાર્થીના પરિવારને બોલાવીને તેના પર પોલીસ-હોસ્ટેલ-કોચિંગવાળઓ મળીને દબાણ બનાવે છે. બાળકને પરત તેના ઘરે કોઈ જ શોરશરાબા કર્યા વગર લઈ જવાનું દબાણ બનાવે છે.

  દેવ આ દરમિયાન ઘણી બધી કોટાની અજાણી વાતો મને કરે છે, જેમાં તે તેવા વિદ્યાર્થીઓ વિશે જણાવે છે જેઓ કોટામાં કોચિંગ ક્લાસિસ વચ્ચે સતત ડિપ્રેસનમાં રહે છે. ઘરનું દબાણ, કોચિંગનું પ્રેશર, દારૂ-ડ્રગ્સથી લઈને આ કહાનીઓ તે બાળકોના ગેંગનો પણ ઉલ્લેખ કરે છે, જેમને 'બિહાર ટાઈગર્સ' નામથી ઓળખવામાં આવે છે. આ એવા બાળકોની ગેંગ છે જેઓ અભ્યાસ કરવા આવ્યા પરંતુ તેમને એડમિશન મળ્યું નહી તે છતાં તેઓ ઘરે પરત ફર્યા નહી. આ બાળકોએ ખોટા રસ્તાઓ પકડી લીધા. હવે ડ્રગ્સ, સ્મગલિંગ, મારપિટ જેવું કામ કરે છે. દેવ જણાવે છે કે, આ ગેંગના કેટલાક લોકોએ જ થોડા સમય પહેલા એક સ્ટૂડન્ટનું ખુલ્લેઆમ મર્ડર કરી નાંખ્યું હતું.  આ બધી વાતો વચ્ચે દેવ મને ચાની ઓફર કરે છે, ચા પીવા દરમિયાન અને કોટાનું રહસ્ય બતાવતી વખતે તેના ચહેરા પર રહેલ ડરનો ભાવ સ્પષ્ટ દેખાય આવતો હતો. લગભગ એક કલાક સુધી વાતચીત કર્યા બાદ હું તેનાથી વિદાય લેવાનું મન બનાવું છું પરંતુ તે કહે છે કે, ચાલો નજીકમાં જ મારૂ રૂમ છે. થોડી વાર ત્યાં બેસીએ. અમે રૂમ પાસે પહોંચ્યા તો દરવાજા પાસે બેસેલ ગાર્ડે મારી પાસે રહેલ કેમેરા બેગ-ટ્રાઈ પોડ જોઈને પ્રશ્નોનો ઢગલો કરી નાંખે છે. દેવ જવાબમાં એટલું કહે છે કે, દોસ્ત છે મળવા આવ્યો છે.

  આ રૂમમાં કોચિંગ મટીરિયલ, કપડાઓની બે બેગ, એક પલંગ અને ટેબલ-ચેર ઉપરાંત બીજું કંઈજ નહતું. અમે બેસી જઈએ છીએ, દેવ ચૂપ રહે છે અને આ ખામોશી કેટલીક મીનિટો સુધી અમારી વચ્ચે રહે છે. જ્યારે ખામોશી તૂટે છે તો દેવ જણાવે છે કે, લગભગ 16 મહિના પહેલા તેને પણ ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સ્ટોરી કંઈક એવી હતી કે, સામાન્ય આવકવાળા શિક્ષકના સૌથી મોટા દિકરાને આશાઓ અને દેવા સાથે કોટામાં મોકલવામાં આવ્યો અને સતત બે વર્ષ પીએમટી લાવી શક્યો નહી. બીજા રિઝલ્ટ બાદ પણ પિતાએ કંઈ જ કહ્યું નહી પરંતુ વધી રહેલ દેવું તેને નજરે પડી રહ્યું હતું. તેને એક દિવસ ઝેર ખાઈ લીધું પરંતુ સદનશીબે બાજુંવાળાએ જોઈ લીધું અને તે બચી ગયો. કોટા શહેરે જાતે જ ઘડી કાઢેલ નિયમ અનુસાર તેને માતા-પિતાને બોલાવીને કોટાથી રવાના કરી દેવામાં આવ્યો.

  માં-બાપે તો દેવને અજાણ્યા ડરથી કોઈ જ પ્રશ્ન ન પૂછ્યા પરંતુ સંબંધીઓ-દોસ્ત-પડોશી બધા જ તેમને સતત પૂછતા કે કોટા ક્યારે જવાનું છે? કેમ પાછો આવી ગયો, અભ્યાસમાં મન લાગતું નથી? પાછો તો આવી ગયા છો હવે શું કરીશ? માં-બાપની આશાઓનું શું? ત્રણ મહિના ઘરે રહ્યો તો માતા-પિતા અને નાના ભાઈની નજરો પણ સતત પ્રશ્ન પૂછતી રહેતી હોય તેવું લાગી રહ્યું છે, તેવું કહેતા-કહેતા દેવ અચાનક ચૂપ થઈ જાય છે.

  અમે બંને ઘણી વાર સુધી ચૂપ રહ્યાં અને અચાનક સન્નાટાને દૂર કરતાં દેવે કહે છે કે, આ બધા પ્રશ્નોથી કંટાળી ગયો હતો ભાઈ.. કોઈ રસ્તો જ ક્યાં હતો. હિમ્મત ભેગી કરીને અને પિતાને વિશ્વાસ અપાવીને દેવું કરીને ફરીથી કોટા આવી ગયો છું. ત્યાં મરવું તેના કરતા તો અહી મરવું સારૂ ને? બંને ઓપ્શનમાંથી તેને ક્યો ઓપ્શન પસંદ કરવો અથવા કોઈ ખરેખર ત્રીજો કોઈ ઓપ્શન છે. આનો જવાબ મારી પાસે નહતો.

  તે હસીને કહે છે કે, હવે તો પપ્પા પણ કહે છે કે, આ વખતે મેડિકલ ન થાય તો બીજું કંઈ કરી લેજે. આ સાંભળીને જ્યારે હું દેવને કેટલાક કરિયરની સલાહ આપવા લાગું છે... તો તે તેને સાંભળ્યા વગર જ બોલે છે- આ વખતે નીટમાં જીવની બાજી લગાવી દઈશ ભાઈ!

  આમ એક સમયે દેવ મોતથી બચી ગયો હતો પરંતુ સમાજથી કેવી રીતે બચશે. સમાજ ઘણીવાર ખોટા નિર્ણય લેવડાવી દેવામાં મોટી ભૂમિકા ભજવી નાંંખતું હોય છે અને તેને ખુદને જ ખબર રહેતી નથી.

  ખુબ જ ચિંતા સાથે હું તેને મારો નંબર આપું છું.. તે કહીને ક્યાંરેય પણ કંઈ એવં લાગે તો કોઈ જ સંકોચ વગર ફોન કરી લેજે, જોકે મને પણ ખબર છે કે, લગભગ તે ફોન કરશે નહી. હું જે સ્ટોરીઓથી પ્રસાર થઈ રહ્યો છું તેમાં કોઈએ પણ કોઈને કોલ કર્યો નથી. મારા દિલો-દિમાગમાં અટકાઈ જાય છે, તે શબ્દ હતો... 'જીવની બાજી'

  Gujarati.news18.comની સ્પેશ્યલ સિરીઝમાં તમે વાંચશો- કોચિંગ સંસ્થાઓ આ વિશે શું કહે છે, કેવી રીતે ડ્રગ્સ સ્મગલર્સની નજરો ગડાયેલી છે કોટા પર. કોટા શહેરે આની પર સામૂહિક મોન પાડ્યું છે.
  Published by:News18 Gujarati
  First published:February 14, 2018, 18:20 IST