Home /News /national-international /

કોચિંગની સમસ્યા છે, કે પછી એજ્યુકેશન સિસ્ટમની?

કોચિંગની સમસ્યા છે, કે પછી એજ્યુકેશન સિસ્ટમની?

નેતાઓથી લઈ બ્યૂરોક્રેટના બાળકો સરકારી સ્કુલમાં નથી ભણતા આ નિષ્ફળતાનું સૌથી મોટું ઉદારહણ છે....

નેતાઓથી લઈ બ્યૂરોક્રેટના બાળકો સરકારી સ્કુલમાં નથી ભણતા આ નિષ્ફળતાનું સૌથી મોટું ઉદારહણ છે....

  સ્ટોરી -  અંકિત ફ્રાન્સિસ

  એક અનુમાન પ્રમાણે કોટામાં દર વર્ષે લગભગ 150000 બાળકો કોચિંગ લેતા હોય છે. એમાંથી લગભગ 70 હજાર સ્ટૂડન્ટ એલેનના અલગ-અલગ સેન્ટરમાં ભણે છે. આ  સિવાય બંસલ, કરિયર પોઈન્ટ, આકાશ, રેસોનેંસ, સર્વોત્તમ અને ન્યુક્લિયસ જેવી કેટલીએ અન્ય કોચિંગ સંસ્થાઓ છે, જયાં બાળકો આઈઆઈટી અને મેડિકલની તૈયારી કરે છે.  એક નજરમાં દેખતા જ ખબર પડે છે કે, સૌથી વધારે સુસાઈડ એલેનના સેન્ટરોમાં ભણતા વિદ્યાર્થીઓએ કરી છે. જોકે માર્કેટમાં તે મોટો પ્લેયર છે. જેથી તેના ભાગમાં આવી  ઘટના આવવી એક સ્વાભાવિક બાબત છે. જ્યારે આપણે એલેન અને રેસોનેંસ સાથે આ મુદ્દે વાત કરવા ગયા તો, તેમણે આપઘાત મામલે કોઈ પણ વાત કરવાની ના કહી દીધી.

  જોકે આ મુદ્દે કરિયર પોઈન્ટના નિર્દેશક પ્રમોદ કહે છે કે, કોટાને લઈ જે બબાલ કરવામાં આવી રહી છે, તે ઘણી કેટલાક આંકડાઓના મિસઈન્ટરપ્રેટેશન પણ છે. કોટાની જનસંખ્યા જ 10 લાખ છે અને અહીં દોઢ લાખ બહારથી આવેલા બાળકો પણ છે. સૌથી વધારે જરૂરી છે કે. આપઘાતને બાળકોની જનસંખ્યાના રેશિયો પ્રમાણે સમજવી જોઈએ.  પ્રમોદ કહે છે કે, કોચિંગ સંસ્થા દેશની નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થાની બાય-પ્રોડક્ટ છે. જો આપણી સ્કુલિંગ સારી હોત તો બાળકો ત્યાં ભણીને જ આઈઆઈટી અને નીટ ક્રેક કરી શકતા  હોત, અને ક્યારનાએ આવી કોચિંગ સંસ્થાઓને તાળા લાગી ગયા હોત. કોટામાં જે થઈ રહ્યું છે તે, સરકારની અસફળતા છે. શિક્ષા વ્યવસ્થાની મુશ્કેલી છે, પરંતુ તેની જવાબદારી  કોચિંગ સંસ્થાઓ પર લગાવવી સરળ રસ્તો છે. નેતાઓથી લઈ બ્યૂરોક્રેટના બાળકો સરકારી સ્કુલમાં નથી ભણતા આ નિષ્ફળતાનું સૌથી મોટું ઉદારહણ છે.  પ્રમોદ કેટલીક કોચિંગ સંસ્થાના ભણાવવાની રીત પર પણ નારાજ છે. અમુક કોચિંગ સેન્ટરમાં એડમિશન સમયે જ બાળકો પર ઈમોશનલી પ્રેસર આપવાની કોશિસ કરવામાં આવે છે. તેમના મતે કેટલીક એવી સંસ્થાઓ છે, જે ઓરિયંટેસન સમયે જ બાળકોને કહે છે કે, તમારે તમારા માતા-પિતાના સપનાને સાકાર કરવાનું છે, તેમની ઈજ્જત રાખવાની  છે. તેની અસર તે સમયે તો નથી દેખાતી પરંતુ રિઝલ્ટ ખરાબ આવવા પર આ બધી વાતો જ બાળકને ડિપ્રેશનમાં મુકી દે છે. આદર્શનગરમાં મળેલ રજતે પણ આ વાત કરી  હતી કે, કેટલીક સંસ્થાઓ બાળક બીમાર હોય તો પણ તેને કહે છે કે, થોડું સહન કરી લો, એકવાર એડમિશન મળી જશે તો બધુ રિકવર થઈ જશે.

  સર્વેત્તમ કોચિંગના ફેકલ્ટી જીતેન્દ્ર ચંદવાણીનો દાવો છે કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સનું પુરી રીતે પાલન કરવામાં આવે છે. કોટામાં કોઈ સંસ્થા એવું  નથી ઈચ્છતી કે બાળક પર પ્રેશર આવે. તમામ કોચિંગ સેન્ટરોએ કાઉન્સેલરો પણ રાખેલા છે અને તેની સાથે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે, હોસ્ટેલમાં કે પીજીમાં રહેતા  બાળકોને પણ કોઈ તકલીફ ના પડે.  દુબેજી છુપા અંદાજમાં કેટલીક કોચિંગ સંસ્થાઓની ફરિયાદ પણ કરે છે કે, મીડિયા દ્વારા સુસાઈડ સીટી તરીકે ફેમસ કરવા પાછળ દિલ્હીની એક પ્રખ્યાત પીએમટી કોચિંગ  ઈન્ટીટ્યુટનો હાથ છે. જે કોટામાં એલેનના એક હથ્થા શાસનને પડકાર આપવા માંગે છે. આ સંસ્થાને બિઝનેસમાં અહીં નુકશાન થઈ રહ્યું છે અને તે એટલા માટે અહીંના માર્કેટને  બદનામ કરવા ષડયંત્ર રચી રહી છે.

  આ મુશ્કેલીને પહોંચી વળવા શું કરવામાં આવી રહ્યું છે...
  જીલ્લા પ્રશાસન, હોસ્ટેલ એશોસિએશન અને કોચિંગ સંસ્થાઓ આત્મહત્યાને લઈ ગંભીર દેખાઈ રહી છે. તપાસ કરતા ખબર પડે છે કે, ક્લાસની સાઈઝ નાની કરવી, અઠવાડીયામાં  એક રજા, ખાવા-પીવા અને રહેવાની જગ્યાઓની સારી વ્યવસ્થા પર વિતેલા એક વ્રષમાં ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટુડન્ટ સાથે વાતચીત કરવામાં આની વાત સાે આવે છે. દરેક કોચિંગ સંસ્થામાં કાઉન્સિલર રાખવામાં આવ્યા છે. અને બાળકો સાથે વાતચીત પણ કરવામાં આવે છે.  જો આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો, રાજસ્થાન નહીં પરંતુ મહારાષ્ટ્ર સુસાઈડના મામલામાં સૌથી ઉપર છે. વર્ષ 2016માં મહારાષ્ટ્રમાં 1350, પશ્ચિમબંગાળમાં 1147,  તામિલનાડુમાં 981 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જોકે કોટાના કારણે રાજસ્થાન વિતેલા ત્રણ વર્ષમાં દેશમાં થઈ રહેલ આપઘાતના લિસ્ટમાં ઉછળીને ટોપ 15માં આવી ગયું  છે. વર્ષ 2014-15માં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 16307 લોકોએ આત્મહત્યા કરી હતી, શહેરોના લીસ્ટમાં 2214 આત્મહત્યાઓ સાથે ચેન્નાઈ સૌથી ઉપર છે.

  આખરે કેમ ચુપ છે કોટા શહેર
  આખરે હું...
  દિલ્હી પાછો ફરતા પહેલા હું દેવને મળવા માટે તેને મેસેજ કરુ છું, પરંતુ જે કોચિંગમાં તે ભણે છે, તેણે એકસ્ટ્રા ક્લાસીસ શરૂ કરી છે, જેથી તે મળી નહીં શકે. રિપ્લાયમાં લખે છે -  એકવાર ડોક્ટ બની જવા દો, પછી દિલ્હીમાં આવી તમને મળીશ. હું આદિલને મળવા પહોંચી જાઉ છું, ત્યાં મારી મુલાકાત માત્ર 14 વર્ષના જુનેદ સાથે થઈ જાય છે. જુનેદ  આઠમા ધોરણમાં ભણે છે અને કોચિંગ લેવા માટે ભાઈ સાથે કોટા આવી ગયો છે. જુનેદને ટીચર બનવું છે અને તેને હજુ બરો બર ખબર નથી કે તેને અહીં કેમ મોકલવામાં  આવ્યો છે.  હું જ્યારે નીકળું છું ત્યારે આદિલ કહે છે કે, કેવી રીતે મોટા શહેર અને અંગ્રેજી સ્કુલોમાંથી આવતા પૈસાદાર લોકોના બાળકો રાજવ ગાંધી નગર, કુન્હાડી અને તલવંડી જેવી  મોંઘી-ફર્નિશ્ડ પીજી-હોસ્ટેલમાં રહે છે, જ્યારે તેને મુસલમાન(આ મામલામાં નોન વેજિટેરિયન) હોવાના કારણે કેટલીક જગ્યાએ ઘર આપવાની ના પાડી દેવામાં આવી હતી અને  છેલ્લે તેણે દાદાબાડી મુસ્લીમ મોહલ્લામાં રહેવા મજબૂર થવું પડ્યું. તે ફરિયાદ ભરેલી ભાષામાં પૂછે છે કે, 4 બાળકો મરી જવાથી તમે દિલ્હીથી અહીં આવી જાઓ છો, દોઢ  લાખમાંથી ડિપ્રેશનમાં આવનારા માત્ર 1000 બાળકોની તમને ચિંતા છે, પરંતુ ખરાબ ખાવાનું ખાઈ અને ગંદા પાણી પી બિમાર થવા વાળા, તંગ રૂમોમાં રહીને મેલરિયા-ડેન્ગ્યૂથી  બિમાર પડતા અને મકાન માલિકોની દાદાગીરી સહન કરી જીવતા લાખો બાળકોની મુશ્કેલીની કોણ ચિંતા કરશે?
  Published by:kiran mehta
  First published:

  Tags: About, Kota, Only

  આગામી સમાચાર