બે મહિનામાં સાત આત્મહત્યા, શું આ 'સુસાઈડ સિઝન'ની શરૂઆત છે?

બે મહિનામાં સાત આત્મહત્યા, શું આ 'સુસાઈડ સિઝન'ની શરૂઆત છે?

 • Share this:
  અંકિત ફ્રાન્સિસ

  હરિયાણામાં આવેલ એક નાના એવા ગામમાંથી આવેલી નીરજ ઘણા દિવસોથી ન તો કોચિંગ ક્લાસમાં જઈ રહી હતી કે, ના કોઈના સાથે વ્યવસ્થિત રીતે વાત કરી રહી હતી. બિહારના હાજીપુરનો રહેવાસી અનિકેત આનંદ પણ મોડી રાત્રે દોસ્તો પાસેથી ઉઠીને ગયો અને સવારે નાશ્તા પર આવ્યો જ નહી. છતીસગઢના ધમતરી ગામની નિહારિકા દેવગન પણ કેટલાક દિવસથી ઘૂમસૂન હતી અને બિહારનો રહેવાસી અનુરાગ ભારતીએ પણ ઘણા દિવસોથી પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી હતી. જાન્યુઆરી 5, 13 અને 19 તારીખે નિરજ, નિહારિકા, અનિકેત સહિતની લાશોને તેમના રૂમના પંખા ઉપરથી ઉતારવામાં આવી. અનુપાગ 4 જાન્યુઆરીએ રૂમમાંથી નિકળ્યો અને લાપતા થઈ ગયો, પાછળથી તેની લાશ ચંબલ નદીમાંથી મળી આવી. આ ઘટનાઓનું ઉલ્લેખ કરતાં કોટામાં 10 વર્ષથી રિક્ષા ચલાવી રહેલ વકિલ ખુબ જ વ્યગ્રતાથી કહે છે, કે લો ફરીથી આવી ગઈ 'સુસાઈડ સિઝન'...  જાન્યુઆરીના અંત સુધીમાં રાજસ્થાનના 'એજ્યુકેશન હબ'ના નામથી ફેમસ કોટા શહેરમાં 4 સ્ટૂડન્ટ્સે સુસાઈડ કરી લીધું હતું. ડિસેમ્બરમાં પણ લખનઉ-યૂપીના રહેનાર અબ્દુલ અજીજ, મનીષ પરમાર અને રાયગઢ-મહારાષ્ટ્રના રહેવાસી અમનદીપ સિંહે પોતાનું જીવનને ટૂંકાવી લેવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. આ સાતેય વિદ્યાર્થીઓની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે છે. કોટામાં જાન્યુઆરીથી એપ્રિલના સમયને 'સુસાઈડ સિઝન' કહેવામાં આવે છે. NCRB ડેટા અનુસાર પાછલા 10 વર્ષોમાં દેશભરમાં સ્ટૂડન્ટ સુસાઈડમાં 240%નો વધારો થયો છે.  પાછલા ત્રણ વર્ષોમાં કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓનો આંકડો હવે 62 પર પહોંચ્યો છે. સમયની સાથે-સાથે શહેરના સામાન્ય જન-જીવનમાં સુસાઈડ રોજિંદી ઘટનાની જેમ વણાઈ ગઈ છે. શહેરનું 'માર્કેટ' જેનાથી બધાના ઘરોના ચૂલા સળગે છે તે ઈચ્છતા નથી કે આ સુસાઈડ સિઝનની સ્ટોરી અહીથી બહાર જાય, કોઈ આ ઘટનાઓનું ઉલ્લેખ કરે કે તેના પર પ્રશ્ન પૂછે.. શહેરમાં ત્રણ પીજી (હોસ્ટેલ) ચલાવનાર ધર્મેન્દ્ર ગુસ્સાથી કહે છે કે, તમે મીડિયાવાળાઓ અમારો ધંધો બંધ કરાવવા પાછળ પડ્યા છો.

  કેવી રીતે બન્યુ બજાર

  આ બધુ 1981થી શરૂ થયું, જ્યારે સિન્થેટિક લિમિટેડ નામની કંપનીમાં કામ કરનાર એક એન્જિનિયર વીકે બંસલે શહેરમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. 1985માં બંસલ સમાચાર પત્રોમાં ચમકવા લાગ્યા જ્યારે પ્રથમ વખત તેમની પાસે ટ્યુશન લેનાર એક વિદ્યાર્થીઓ આઈઆઈટી-જેઈઈ ક્લિયર કરી લીધું. ત્યાર બાદ વર્ષ 1991માં આઈઆઈટીની તૈયારીઓ માટે બંસલ ક્લાસની શરૂઆત થઈ. પાછળથી બંસલ ટ્યુશન ક્લાસમાં ટ્યુશન આપનાર શિક્ષકો અલગ થઈને અન્ય કોચિંગ સંસ્થાઓની શરૂઆત કરી. હાલમાં કોટાના કોચિંગ સંસ્થાઓ વાર્ષિક એક લાખથી પણ વધુની ફિ લે છે. વિદ્યાર્થી સાથેની વાત-ચીતમાં ખબર પડે છે કે, કોટામાં એક વર્ષ કોચિંગ કરવા, રહેવા-પીવા પાછળનો એવરેજ ખર્ચ લગભગ અઢી લાખ રૂપિયાએ પહોંચે છે.

  શું છે કોટાનું સક્સેસ રેટ?

  જણાવી દઈએ કે, કોઈપણ કોચિંગ હબ આઈઆઈટી, મેડિકલ અને એમ્સ એન્ટ્રેસ એગ્ઝામમાં ટોપ રેન્ક, નંબર ઓફ ટોપર્સ અને ટોટલ સિલેક્શનની બાબતે કોટા સામે કોઈ ટકી શકતું નથી. અહીના કોટા સેક્ટર્સની માનીએ તો દેશની ત્રણ સૌથી મુશ્કેલ પરીક્ષામં કોટાનું સક્સેસ રેટ 40%થી પણ વધારે છે. અહીની કોંચિગ સંસ્થાઓનો દાવો છે કે, આઈઆઈટીનો દરેક ત્રીજો અને મેડિકલમાં ફાઈનલ સિલેક્સન સુધી પહોંચતો પાંચમો સ્ટુડન્ટ કોટાથી હોય છે.  વર્ષ 2017ના એમ્સના પરિણાપ પર નજર નાંખીએ તો કોટાના જ એક કોચિંગ સંસ્થા એલેનના વિદ્યાર્થીએ જ ટોપ-10 રેન્ક પર કબ્જો જમાવ્યો હતો. જોકે, પાછળથી આકાશ કોચિંગે પણ આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને કોચિંગ કરાવ્યાનો દાવો કર્યો હતો. આમ એમ્સ, નીટના રિઝલ્ટ્સને જોઈએ તો ટોપ-10માં લગભગ 75% સ્ટૂડન્ટ કોટાના જ હોય છે. 2017માં એમ્સની ટોપર નિકિતા અને 2016માં નીટના ટોપર સંજય શાહે કોટામાં જ કોચિંગ મેળવી હતી.

  આઈઆઈટીમાં કોટાના સક્સેસ રેટનો અંદાજો તે વાત પરથી જ આવી જાય છે કે, પાછલા 10 વર્ષોમાં લગભગ દર બીજા વર્ષે આઈઆઈટીને ટોપર આ શહેરે જ આપ્યા છે. આઈઆઈટીના ટોપ-10 પર નજર નાંખીએ તો વર્ષ 2014માં, 3 2015 મા 2, 2016 માં 4 અને 2017 માં 5 બાળકો કોટાના કોચિંગ સંસ્થાઓના હતા. આઈઆઈટીના ટોપ-100 પર નજર નાંખીએ તો 2014માં 19, 2015માં 28, 2016માં 43 અને 2017માં 50 બાળકો કોટાના સામેલ હતા.

  શું થઈ રહ્યું છે કોટામાં

  2014 એવો વર્ષ રહ્યો હતો જેમાં કોટાના વિદ્યાર્થીઓના સુસાઈડનો આંકડો મહત્તમ સ્તર 45 પર પહોંચી ગયો હતો. 2014નો વર્ષ એવો હતો જેમાં સુસાઈડના કેસ બાબતે દેશના 88 શહેરોમાં કોટા નંબર-વનના સ્થાને આવી ગયો હતો. વર્ષ 2015માં 15, 2016માં 19 અને 2017માં 16 સુસાઈડ સાથે આંકડો 62 પહોંચી ગયો છે. ડિસેમ્બરમાં 3 અને જાન્યુઆરીમાં 4 કેસ સામે આવ્યા બાદ મામલો ફરીથી બગડતો નજરે પડી રહ્યો છે.  કોટામાં રાજીવ ગાંધી નગરમાં મોટાભાગના કોચિંગ કરવા આવેલ સ્ટુડન્ટ જ રહે છે. 6 ડિસેમ્બરે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી અબ્દુલ અજીજ પણ અહી મોહિની રેસીડેન્સીમાં રહેતો હતો. ત્યાં જવા પર ખબર પડી કે, અબ્દુલની મોત બાદ તેના બધા દોસ્તોએ પણ તે જગ્યા છોડી દીધી છે. ત્યારે બીજી બાજુ જવાબર નગરના મહાલક્ષ્મી રેસીડેન્સીમાં મોતનાને ગળે લગાવનાર નિહારિકાના ફેન્ડ સર્કલે પણ જગ્યા છોડી દીધી છે અથવા ઘરે પાછી ફરી ગઈ છે. જે હાજર છે તેમને  હાલમાં નીટની પરીક્ષાની તૈયારી પર  વાત કરવી  સૌથી જરૂરી લાગી રહી  છે.

  જે રૂમમાં અબ્દુલે સુસાઈડ કર્યું હતું તેના પર હાલ પણ તાળો લટક્યો છે અને પડોશમાં રહેનાર કોઈ જાણતો નથી કે, અબ્દુલે જીવન કેમ ટૂંકાવ્યું. આડોસ-પાડોશમાં રહેતા વિદ્યાર્થીઓ જાણવા પણ માંગતા નથી. કે કેમ કે, તેમની પાસે આ બધા માટે સમય નથી. આ પરીક્ષાની સિઝન છે. આ હોસ્ટેલમાં રહેનાર રજત સ્પષ્ટ કહે છે કે, અમને શું ખબર કેમ મરી ગયો અને અમને તેની અમારે ખબર પણ પાડવી નથી. નીચે રહેલ દુકાનવાળો રાજેશ કહે છે કે, સર આ વિસ્તારમાં તો દર મહિને કોઈને કોઈ મરી જ જાય છે, અમારે કોની-કોની સ્ટોરી યાદ રાખવાની..

  Gujarati.news18.comની આ સ્પેશ્યલ સિરીઝની આવનાર સ્ટોરીઓમાં તમે વાંચશો કે, કોણ છે આત્મહત્યા પાછળ જવાબદાર? કોચિંગ સંસ્થાઓ આ વિશે શું કહે છે, કેવી રીતે ડ્રગ્સ સ્મગલર્સની નજર છે કોટા પર, કેમ કોટા શહેર આના પર લગભગ ચૂપ છે. તે ઉપરાંત તે છોકરાની સ્ટોરી જે મોતને હાથતાળી આપીને પાછો આવ્યો... તમારો દિકરો કે દિકરી જો કોટામાં કોચિંગ લઈ રહ્યો હોય તો ચોક્કસ તેના પર તમારી નજર રાખવી જરૂરી છે.
  Published by:News18 Gujarati
  First published:February 12, 2018, 22:28 IST

  ટૉપ ન્યૂઝ