'બાબા પાસે દરેક દર્દની દવા, તે મરેલા માણસને પણ જીવતો કરી શકે છે'

'બાબા પાસે દરેક દર્દની દવા, તે મરેલા માણસને પણ જીવતો કરી શકે છે'
બાબા રામદેવ (ફાઈલ ફોટો)

ચિકિત્સા મંત્રી પણ બાબા રામદેવની દવાને લઈ પોતાનું કડક નિવેદન આપી ચુક્યા છે અને કેન્દ્ર સરકાર પાસે દિવ્ય યોગ ફાર્મસી પર કાર્યવાહીની અપીલ કરી હતી

 • Share this:
  કોટા : યોગગુરૂ બાબા રામદેવ દ્વારા કોરોના વાયરસની દવા તરીકે કોરોનિલ દવાને લોન્ચ કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. બાબા રામદેવ દ્વારા આ દવાને લઈ કરવામાં આવેલા દાવા પર કેન્દ્રીય આયુષ મંત્રાલયે ડ્રગ અને કોસ્મેટિક એક્ટ - 1940 અને ડ્રગ અને મેજિક રેમીડીઝ એક્ટ - 1954નું ઉલ્લંઘન માનીને દિવ્ય યોગ ફાર્મસીને નોટિસ જાહેર કરી છે. હવે રાજસ્થાન સરકારના મંત્રી શાંતી ધારીવાલે પણ બાબા રામદેવની મજાક ઉડાવી છે.

  રાજસ્થાનમાં ક્લિનિકલ ટ્રાયલને લઈ પણ વિવાદ  બાબા રામદેવની આ મેડિસિનનું રાજસ્થાનમાં ક્લિનિકલ ટ્રાયલને લઈ પણ વિવાદ જોર પર છે. રાજસ્થાનના યૂડીએચ મંત્રી શાંતિ ધારીવાલે પણ આજે બાબા રામદેવની કોરોનાની દવાના દાવા પર કટાક્ષ કરતા મજાકના અંદાજમાં કહ્યું કે, 'બાબા (રામદેવ) પાસે દરેક દર્દની દવા છે, તે મરેલા માણસને પણ જીવતો કરી શકે છે'. જોકે, રાજસ્થાન યૂડીએચ મંત્રી શાંતિ ધારિવાલે મજાકના અંદાજમાં બાબાના દવાના દાવા પર નિશાન સાધ્યું. પરંતુ રાજસ્થાનમાં બાબાની દવાના લોન્ચિંગ બાદથી જ વિવાદ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ચિકિત્સા મંત્રી પણ બાબા રામદેવની દવાને લઈ પોતાનું કડક નિવેદન આપી ચુક્યા છે અને કેન્દ્ર સરકાર પાસે દિવ્ય યોગ ફાર્મસી પર કાર્યવાહીની અપીલ કરી હતી.

  કોટાથી બાબા રામદેવનો સંબંધ

  યોગગુરૂ બાબા રામદેવને કોટા સાથે જુનો સંબંધ છે. કોટામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વર્ષ 2018માં કેટલાએ વર્લ્ડ રેકોર્ડ યોગને લઈ નોંધવામાં આવ્યા હતા. એક સાથે 2 લાખથી વધારે લોકોને અહીં બાબા રામદેવે યોગની ક્રિયાઓ કરાવી હતી, અને કોટાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

  તમને જણાવી દઈએ કે, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર વાઈએસ રાવતે બાબા રામદેવની દિવ્ય યોગ ફાર્મસીને નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, દિવ્ય યોગ ફાર્મસી કોરોનાની જે દવા બનાવવાનો દાવો કરી રહી છે તેનો આધાર શું છે? ફાર્મસીએ કોરોના કિટ બનાવાવની પરમિશન ક્યાંથી લીધી? બીજુ, પ્રચાર-પ્રસાર કરવા માટે ફાર્મસીએ પરમિશન કેમ ન લીધી?
  Published by:kiran mehta
  First published:June 26, 2020, 20:00 pm

  ટૉપ ન્યૂઝ