Home /News /national-international /અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

પતિએ અન્ય પુરુષ સાથે પત્નીના લગ્ન કરાવી દીધા.

પત્નીના બીજા પુરુષ સાથે કોર્ટ મેરેજ કરાવવા માટે પતિ સાક્ષી પણ બન્યો. પતિ-પત્નીને બે બાળક, હાલ પત્ની ત્રણ મહિનાની પ્રેગ્નેન્ટ.

કોટા: કોટા (Kota)ના કુંહાડી વિસ્તારમાં પૈસાની લાલચમાં એક પતિ (Husband) જ તેની પત્નીનો ભાઈ બની ગયો હતો! જે બાદમાં તેણે પોતાની પત્નીના લગ્ન (Marriage) અન્ય પુરુષ સાથે કરાવી દીધા હતા અને 1.80 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. સંબંધોને કલંકિત કરતા આ બનાવ વિશે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આરોપી પતિએ પોતાની પત્નીને બહેન બનાવીને કોર્ટમાં જઈને જુબાની પણ આપી હતી. લગ્નના નામે ઠગાઈ કરી તે ઘટનાને અંજામ આપીને ફરાર થવાની તૈયારીમાં જ હતો પરંતુ દુલ્હાની ફરિયાદ બાદ પોલીસે આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહિલાના ભાઈ બનેલા પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોટાના કાલી બસ્તી નિવાસી પીડિત ઑટો ચાલક રવિ નાગરના લગ્ન થઈ રહ્યા ન હતા. જેને લઈને તે પરેશાન હતો. ગત દિવસોમાં પીડિત રવિની મુલાકાત તેના પાડોશીના માધ્યમથી દેવરાજ સાથે થઈ હતી. દેવરાજે રવિને વિશ્વાસ અપાવ્યો કે તે ઇન્દોરમાં તેને લગ્ન કરાવી આપશે. રવિએ લગ્ન માટે પૈસાની વ્યવસ્થા માટે પોતાના ગામની જમીન રૂપિયા બે લાખ રૂપિયામાં ગિરવે મૂકી દીધી હતી. વચેટિયો દેવરાજ થોડા દિવસોમાં લગ્ન માટે એક માંગુ લઈને આવ્યો હતો. જેણે ઇન્દોર ખાતે કોમલ નામની એક યુવતી સાથે રવિના લગ્ન કરવાની આપવાની વાત કરી હતી.

આ પણ વાંચો: કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી ભારત જ નહીં આખી દુનિયા પરેશાન, આ દેશોમાં વધ્યા કેસ

20 જૂનના રોજ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં દેવરાજે છોકરીના ક્યાંય લગ્ન ન થઈ રહ્યા હોવાની વાત કરી હતી. આ જ દિવસે રવિએ 1.80 લાખ રૂપિયા દેવરાજને આપી દીધા હતા. દેવરાજે રવિને 21 જૂનના રોજ લગ્ન માટે કોર્ટ બોલાવ્યો હતો. કોર્ટમાં પહેલાથી કોમલ અને તેની સાથે આવેલા લોકો હાજર હતા. દેવરાજે બંનેના કોર્ટ મેરેજ કરાવી દીધા હતા. સાક્ષી તરીકે કોમલના પતિ સોનૂને તેનો ભાઈ બનાવવામાં આવ્યો હતો. જે બાદમાં બંને ઘરે પહોંચ્યા હતા અને સાત ફેરા પણ લીધા હતા. 22 જૂનના રોજ કોમલે રવિને ફરવા જવા માટે કહ્યું હતું પરંતુ રવિએ ના કહી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદના 'લિકર કિંગ'ની કહાની: 500 રૂપિયામાં દારૂના અડ્ડે કામ કરતો દેવેન્દ્ર કેવી રીતે બની ગયો કુખ્યાત બૂટલેગર

આવી રીતે થયો ખુલાસો

કોમલે ફરવા જવાની જિદ પકડતા રવિને તેણીની હરકતો શંકાસ્પદ લાગવા લાગી હતી. રવિએ તેની બહેનને વાત કરી હતી. બહેને રવિને પોતાના ઘરે બોલાવ્યો હતો. 23 જૂનના રોજ રવિ કોમલને લઈને પોતાની બહેનના ઘરે કુંહાડી ગયો હતો. રવિની બહેને પૂછપરછ કરી તો કોમલે આખી વાત કહી દીધી હતી. કોમલે જણાવ્યું કે તેણીના લગ્ન પહેલા જ થઈ ચૂક્યા છે. તેના બે બાળક છે. હાલ ત્રણ મહિનાની પ્રેગ્નેન્ટ છે. જે બાદમાં રવિ અને તેની બહેને તાત્કાલિક કુંહાડી પોલીસ મથકમાં જાણકારી આપી હતી.

આ પણ વાંચો: આ ટેક્નોલોજી અબજોપતિએ પોતાને આપ્યું મોત! સેક્સ વર્કર સાથે લગ્ન, પછી જેલ અને હવે આપઘાત

રવિ નાગરની ફરિયાદ બાદ પોલીસે 22 વર્ષીય કોમલ તેમજ તેના ભાઈ બનેલા 24 વર્ષીય સોનૂની ધરપકડ કરી લીધી હતી. પોલીસે વચેટિયા દેવરાજની પણ ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે છેતર્યાં હશે.
First published:

Tags: Brother, Husband, Luteri Dulhan, Marriage, Wife, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો