2 કિલોમીટર સુધી બીમાર પિતાને લારીમાં લઇને દોડતો રહ્યો પુત્ર, પિતાનું થયું મોત

2 કિલોમીટર સુધી બીમાર પિતાને લારીમાં લઇને દોડતો રહ્યો પુત્ર, પિતાનું થયું મોત
મનીષ અગ્રવાલ પિતાની સાથે

મનીષનું કહેવું છે કે યોગ્ય સમયે તેને બરાબર મદદ મળી ગઇ હોત તો તે પોતાના પિતાના પ્રાણ બચાવી શક્યો હોત.

 • Share this:
  રાજસ્થાનના કોટા (Kota)માં કોરોના સંક્રમણ વચ્ચે (Coronavirus) પ્રશાસનનો એક અમાનવીય પહેલૂ નજરે પડ્યો છે. એક બીમાર પિતાને લારીમાં લઇને તેનો દિકરો લગભગ સવા બે કિલોમીટર સુધી દોડ્યો. પણ રસ્તામાં કોઇને તેની મદદ ના કરી. રસ્તામાં રાજસ્થાન પોલીસની બૈરિકેડિંગ પણ સામે આવી. પણ કોઇ પોલીસવાળાએ પણ મદદ ના કરી. લાચાર પુત્રને પિતાને સંભાળતો અને ક્યારે બેરિકેડિંગ પોતે જ હટાવતો. આ દરમિયાન તેને પોલીસવાળા પણ મળ્યા પણ કોઇને તેની મદદ ના કરી. અમાનવીયતાની પરાકાષ્ઠા ત્યારે થઇ જ્યારે એમબીએસ હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરોએ તેને એક રૂમથી બીજા રૂમમાં દોડાવાનું શરૂ કર્યું.

  મૃતકના પુત્ર મનીષના કહેવા મુજબ હોસ્પિટલ પ્રશાસને ક્યારે 125 રૂમમાં તો 104 નંબર અહીંથી ત્યાં ફેરવતા રહ્યા અને છેવટે 104 ઓપીડી રૂમમાં મોકલ્યો. જ્યાં કોઇ તેને ઇસીજી કર્યું અને તેને મૃત જાહેર કર્યો.  આ ઘટનાને લઇને પુત્રએ જણાવ્યું કે તે પોતાના બીમાર પિતાને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ આ કરાવી શક્યો. આ ઘટનામાં હોસ્પિટલ પ્રશાસન અને પોલીસકર્મીઓનું અમાનવીય વર્તન સામે આવ્યું છે. જેમણે આ ખરા સમયે દર્દીની મદદ કરવાના બદલે તેનું કામ વધાર્યું છે.

  રામપુરા ફતેહગઢીમાં હનુમાન મંદિરની પાસે રહેતા સતીશ અગ્રવાહ બાથરૂમ જતી વખતે અસ્થમાના કારણે બેભાન થઇને પડી ગયા. જે પછી તેમની પત્ની ગાયત્રી દેવી અને પુત્ર મનીષ અગ્રવાલે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. પણ દોઢ કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા તેણે પોતાના પિતાને ઉપાડી લારી પર મૂક્યા અને એમબીએસ હોસ્પિટલ માટે દોડી પડ્યો. પણ કર્ફ્યૂએ તેની મુશ્કેલી વધારી. મનીષનું કહેવું છે કે યોગ્ય સમયે તેને બરાબર મદદ મળી ગઇ હોત તો તે પોતાના પિતાના પ્રાણ બચાવી શક્યો હોત. પણ જ્યારે છેવટે તે આટલી મહેનત કરીને હોસ્પિટલ પહોંચ્યો તો પિતા શરીર છોડી ચૂક્યા હતા.
  Published by:News18 Gujarati
  First published:April 28, 2020, 16:51 IST

  ટૉપ ન્યૂઝ