"કોટા સુસાઇટ સિઝન-4": વિદ્યાર્થી જીવનની ગુંચવણની જગ્યાએ જિંદગીને કહી દે છે અલવિદા!

"કોટા સુસાઇટ સિઝન-4": વિદ્યાર્થી જીવનની ગુંચવણની જગ્યાએ જિંદગીને કહી દે છે અલવિદા!

 • Share this:
  અંકિત ફ્રેન્સિસ

  શહેરમાં કોચિંગ કરવા આવેલા સ્ટૂડન્ટસની આત્મહત્યાઓની ઘટનાઓ પર પાછલા બે વર્ષોમાં કોટાએ એક પ્રકારનું મૌન પાળી લીધું છે. તે ઉપરાંત અહી એક 'કોમન ઓપિનિયમ' બનાવી લીધો છે, જેમાં માનવામાં આવી રહ્યું છે કે, વિદ્યાર્થીઓ કોટાના લોકો, મકાન, માલિક અને કોચિંગ સંસ્થાઓ અને અભ્યાસના દબાણથી આત્મહત્યા કરતાં નથી પરંતુ કઈ ખોટા કામમાં પડી જવાના કારણે આત્મહત્યા કરી લે છે. મોટાભાગના કેસોમાં આ 'ખોટુ કામ' એટલે છોકરા-છોકરીઓ સાથે ફરવું અથવા લવ અફેરમાં પડી જવું. બે કેસોને છોડી દઈએ તો કોઈપણ કેસમાં રિલેશનશિપ આત્મહત્યા કરવા પાછળ જવાબદાર રહી નથી, પરંતુ આ બે બાબતોની આડમાં આ શહેર પોતાની જવાબદારીથી બચતું નજરે પડી રહ્યું છે.  માત્ર એજ્યુકેશન હબ નહતો કોટા

  આ શહેર પહેલાથી જ આર્થિક રીતે કોચિંગ પર નિર્ભર નહતો. 17મી સદીના અંતિમ વર્ષોમાં મુગલ સેનામાં રાવ કિશોર સિંહ નામનો એક સેનાપતિ હતો, જેને મૈસુરથી લાવીને કોટાને 'મેસૂરિયમ મલમલ'ની ભેટ આપી. રાવ કિશોર મૈસૂરથી વણકરોને લઈને આવ્યા હતા, જેમને આ શહેરને કોટા-મેસૂરિયા સાડીઓને લઈને દેશભરમાં ફેમસ કરી દીધો હતો. કોટમાં આ સાડીઓને મેસૂરિયા જ્યારે બાકિ જગ્યાએ કોટાડોરિયાના નામથી ઓળખાય છે. 18મી સદીમાં મહારાણા ભીમદેવ પણ દકનથી કેટલાક વણકરોને લઈને આવ્યા હતા અને આ વણકરોએ સિલ્ક અને સુતરને વણીને સાડીઓ બનાવવાની શરૂઆત કરી.

  કોટા ડોરિયા ઉપરાંત આ શહેર ઘણા જાતના ચૂનાના પથ્થરો (લાઈમ સ્ટોન) માટે પણ ફેમસ હતો. આ પથ્થર અહી લીલા-વાદળી, કથ્થઈ અને સફેદ રંગમાં મળી આવતા હતા. આ પથ્થરની ખાસિયત છે કે, આ ખુબ જ મજબૂત હોય છે અને પાણી શોષતું નથી. આ ચિકણો પણ થતો નથી તેથી લસપી જવાની પણ ડર રહેતી નથી. આમ એજ્યુકેશન હબ બન્યા પહેલા કોટાની ઈકોનોમી આ બંને બિઝનેસ પર નિર્ભર હતી.

  આ શહેર ક્યા કારણે ચૂપ છે

  વાતચીત દરમિયાન સ્પષ્ટ થઈ જાય છે કે, આ શહેર આત્મહત્યાઓ પર વાત કરવા પર વિશેષ ધ્યાન આપવા માંગતુ નથી કેમ કે, મોટી આબાદીની રોજી-રોટી કોચિંગ પર જ નિર્ભર રહેલી છે. આમ અહિ અભ્યાસ અર્થે આવતા બાળકો જ શહેરને રોજી-રોટી પૂરી પાડી રહ્યાં છે. એક અનુમાન અનુસાર હાલમાં કોચિંગ ક્લાસ 26 હજાર કરોડ રૂપિયાની ઈન્ડસ્ટ્રી બની ચૂકી છે, જેમાં ઘણા બધા લોકોનું ઘણુંબધુ દાવ પર લાગ્યું છે. કોટામાં મેસ ચલાવી રહેલા રાજેન્દ્ર જણાવે છે કે, મીડિયામાં સુસાઈડવાળી વાત આવવાથી માર્કેટ બગડી જવાનો ખતરો છે. અહીના મોટાભાગના લોકોની આવક વિદ્યાર્થીઓના આવવા પર જ નિર્ભર છે. તે માટે લોકોને લાગે છે કે, નેગેટીવ ઈમેજ બનવાથી જો માતા-પિતા બાળકોને મોકલવાનું બંધ કરી દેશે તો તેમનો ધંધો ઠપ થઈ જશે.

  કોટાની સ્ટોરી ભાગ:2

  કોણ છે કોટાનું કાતિલ : કોચિંગ, માતા-પિતા અથવા લવ
  રાજેન્દ્ર આગળ કહે છે કે, કોચિંગ ચલાવનાર મોટાભાગની તો મોટી પાર્ટીઓ છે. બાળકો જે શહેરમાં જશે તેઓ તો તે શહેરમાં પણ પહોંચી જશે પરંતુ અમારે ભૂખે મરવાના દિવસો આવી જશે. શહેરના લોકો તે ઈચ્છતા નથી કે, બાળકો આત્મહત્યા કરે પરંતુ તેની સાથે તેઓ તે પણ ઈચ્છે છે કે, આત્મહત્યાની વાતો પણ બહાર ન જાય, નહી તો તેમના બિઝનેસને નુકશાન થઈ શકે છે. આદિલ, તેજ, પવન અથવા દેવ સાથે વાત કરવા દરમિયાન પણ 'મકાન માલિક' અસહ્ય થઈને મારા સામે તાકી રહે છે અને ઈચ્છતો નથી કોઈ સ્ટોરી બહાર જાય.

  આને આવી રીતે પણ સમજીએ..

  આત્મહત્યા કોઈપણ સમાજની નિષ્ફળતા સામે આંગળી ચીધે છે. આ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના બધા જ નજીકના સંબંધીઓની નિષ્ફળતા છે. કોટામાં થઈ રહેલી આત્મહત્યાઓ માટે માત્ર કોચિંગ ઈસ્ટીટ્યૂટ્સને જવાબદાર ઠેરવી દેવામાં આવે તો પણ આ ઘટનાનું સામાન્યીકરણ કરી નાંખ્યું હોય તેવું લાગે. કોટા એક એવું શહેર છે, જ્યાં 13થી 16 વર્ષના ઉંમરના બાળકો 'ખરીદ શક્તિ'થી લેસ એક કસ્ટમરની જેમ દાખલ થાય છે અને આ બજાર તેના ખિસ્સા સામે એક આશાભરી નજરે જુએ છે.

  કોટાની સ્ટોરી ભાગ-3
  દેવ મોતથી બચી ગયો પરંતુ સમાજ કેવી રીતે બચશે?

  મેડિકલની તૈયારી માટે 3 વર્ષથી રહી રહેલ 18 વર્ષનો આદિલ ખુબ જ માસૂમિયતથી કોટા વિશે સમજાવે છે- "જ્યારે પ્રથમ વખત ઘરથી કોટા આવ્યો અને સ્ટેશનથી બહાર નિકળ્યો તો રિક્ષાવાળા, મેસ, કોચિંગ અને હોસ્ટેલવાળાઓ મને ચારે બાજુથી ઘેરી લે છે. તેમને હું એક વ્યક્તિ નહી પરંતુ એક એટીએમ નજરે પડી રહ્યો હતો." ધ્યાનથી આ શહેરના માર્કેટ પર નજર નાંખીએ તો તે પણ નજરે પડેશે કે, આ શહેર અહીના લોકલ લોકો માટે નહી પરંતુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ડેવલપ થઈ રહ્યો છે.  મામલો તે છે કે, આ કસ્ટમર્સનો(વિદ્યાર્થીઓ) મોટોભાગ ખુબ જ નાના શહેરો અને ગામડાઓમાંથી આવી રહ્યો છે અને મોટાભાગની બાબતોમાં પહેલી વાર ઘરથી આટલે દૂર આવ્યો છે. આ માર્કેટમાં મોટી સંખ્યામાં કોચિંગ સંસ્થાઓ, પીજી-મેસ-હોસ્ટેલ ચલાવનાર લોકલ લોકોથી લઈને ઓટોવાળા, ધોબી, નાની-નાની પરચૂરણની દુકાનવાળાઓ અને શોપિંગ મોલના માલિક પોતાની ભાગીદારી ક્લેમ કરી રહ્યાં છે. શહેરની એક મોટી કોચિંગ સંસ્થાનો અધિકારી જ્યારે વાતચીત દરમિયાન વિદ્યાર્થીને કસ્ટમર કહીને સંબોધન કરે છે તો સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જાય છે.

  સમસ્યા તે છે કે, કસ્ટમર ઉંમરના સૌથી દબાણભર્યા ઈમોશનલ ફેઝથી પ્રસાર થઈ રહ્યો છે, જ્યાં તેને અભ્યાસ, કરિયર, ફ્યુચર જેવા પહાડી પ્રશ્નોના જવાબ તો જોઈએ જ છે, તેની સાથે રિલેશનશિપ, અપોજિટ સેક્સ એટ્રેક્શન જેવી ચીજોને પણ તે પહેલી વાર અનુભવી રહ્યો હોય છે. જોકે, આત્મહત્યા સાથે જોડાયેલા મોટોભાગના કેસોમાં સામે આવ્યું છે કે, તે માત્ર 16 વર્ષનું બાળક છે, જે આ બધા તિકડમોને સમજી શકતો નથી અને તેને લાગે છે કે, આ બધુ જ તેના જીવનના અંત સાથે ખત્મ થઈ જશે. આમ વિદ્યાર્થી જીવનમાં આવી રહેલી ગુંચવણોને ઉકેલવાની જગ્યાએ જિંદગીને અલવિદા કહી દેવાનું તે પસંદ કરી લે છે. આપણે સમજી શકીએ છીએ 16 વર્ષના બાળકની સમજણ શક્તિને...

   
  Published by:News18 Gujarati
  First published:February 15, 2018, 16:25 IST