Home /News /national-international /લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન મુંબઈના રસ્તા પર વિદેશી મહિલા સાથે છેડતી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો
લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન મુંબઈના રસ્તા પર વિદેશી મહિલા સાથે છેડતી અને કિસ કરવાનો પ્રયાસ કર્યો
વિદેશી મહિલા યુટ્યુબર
એક યુવકે મુંબઈના રસ્તા પર મહિલા યુટ્યુબરની કથિત રીતે છેડતી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાઉથ કોરિયાની નાગરિક છે. પોલીસે કહ્યું કે આ સંબંધમાં તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેમણે પોતે આ ઘટનાની નોંધ લીધી અને બે લોકોની ધરપકડ કરી.
એક યુવકે મુંબઈના રસ્તા પર મહિલા યુટ્યુબરની કથિત રીતે છેડતી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાઉથ કોરિયાની નાગરિક છે. પોલીસે કહ્યું કે આ સંબંધમાં તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેમણે પોતે આ ઘટનાની નોંધ લીધી અને બે લોકોની ધરપકડ કરી.
આદિત્ય નામના યુઝરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુટ્યુબના લાઈવ સ્ટ્રીમ દરમિયાન એક વ્યક્તિ એક યુવતીનો હાથ પકડીને હેરાન કર્યો. યુઝરે ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરતા લખ્યું, "@MumbaiPolice કોરિયાની એક સ્ટ્રીમરને ખારમાં ગઈકાલે રાત્રે આ છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવી હતી જ્યારે તે 1000 થી વધુ લોકોની સામે લાઈવ સ્ટ્રીમ કરી રહી હતી. આ નિંદનીય છે અને તેમની સામે પગલાં લેવા જોઈએ."
Last night on stream, there was a guy who harassed me. I tried my best not to escalate the situation and leave because he was with his friend. And some people said that it was initiated by me being too friendly and engaging the conversation. Makes me think again about streaming. https://t.co/QQvXbOVp9F
વીડિયોમાં જોવા મળે છે કે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુવક અચાનક યુવતીની ખૂબ નજીક આવી જાય છે. પછી મહિલાનો હાથ પકડીને ખેંચવા લાગે છે. મહિલા વિરોધ કરે છે છતાં તેનો હાથ ખેંચવાનો પ્રયાસ કરે છે. જ્યારે મહિલા સ્થળ પરથી જતી રહી ત્યારે તે જ વ્યક્તિ તેના એક મિત્ર સાથે મોટરસાઇકલ પર આવે છે. તે મહિલાને તેને તેના ઘરે મૂકવા કહે છે પરંતુ મહિલાએ અંગ્રેજીમાં ના પાડી દીધી.
મહિલાએ શું કહ્યું
બાદમાં મ્યોચી નામના યુઝરે વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. "ગઈકાલે રાત્રે સ્ટ્રીમમાં એક વ્યક્તિ હતો જેણે મને હેરાન કર્યો. મેં પરિસ્થિતિને વધુ વણસવા ન દેવાનો પૂરો પ્રયાસ કર્યો અને ચાલ્યો ગયો કારણ કે તે તેના મિત્ર સાથે હતો... કેટલાક લોકોએ કહ્યું કે હું ખૂબ ફ્રેન્ડલી છું, તેથી આ બન્યું."
ફરિયાદ ન આવી, પોલીસે જાતે જ નોંધ લીધી
આ સમગ્ર મામલામાં મુંબઈ પોલીસ પાસે કોઈ ફરિયાદ નથી આવી, પરંતુ પોલીસે જ નોંધ લઈને તપાસ શરૂ કરી અને બે લોકોની ધરપકડ કરી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે પીડિતા પાસેથી સંપર્ક વિગતો માંગી છે જેથી કરીને મામલાની તપાસ થઈ શકે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈએ પોલીસને ફરિયાદ કરી નથી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર