Home /News /national-international /

આ હાઇપ્રોફાઇલ બેઠક પર જીતનો ઉત્સવ મનાવ્યા બાદ બીજેપી ઉમેદવારને મળી હાર!

આ હાઇપ્રોફાઇલ બેઠક પર જીતનો ઉત્સવ મનાવ્યા બાદ બીજેપી ઉમેદવારને મળી હાર!

ફાઇલ તસવીર

કોરબામાં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના મહંતે બીજેપીના જ્યોતિનંદ દુબેને 26 હજારથી વધારે મતથી હરાવ્યા હતા.

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં છત્તીસગઢની સૌથી હાઇપ્રોફાઇલ સીટમાંથી એક કોરબામાં કોંગ્રેસના ઉમેદવારને જીત મળી છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડો. ચરણદાસ મહંતની પત્ની જ્યોત્સના મહંત ઉમેદવાર હતા. કોરબામાં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના મહંતે બીજેપીના જ્યોતિનંદ દુબેને 26 હજારથી વધારે મતથી હરાવ્યા હતા.

    કોરબા લોકસભા બેઠક પર ખૂબ રસપ્રદ બનાવ બન્યો હતો. અહીં બીજેપીના ઉમેદવાર જ્યોતિનંદ દુબે સવારથી લીડમાં હતા. એક સમયે મતોની લીડ દસ હજારથી વધારે મતની થઈ ગઈ હતી. સમર્થકોને લાગ્યું કે જ્યોતિનંદ દુબે જીતી રહ્યા છે. આ માટે મતગણતરી કેન્દ્ર પર ઉત્સવનો માહોલ બની ગયો હતો. સમર્થકો બીજેપીના ઉમેદવારને હાર પહેરાવવા લાગ્યા હતા. ઢોલ-નગારા વાગવા લાગ્યા હતા. મીઠાઈ વહેચી દેવામાં આવી હતી.



    આ વચ્ચે કોરબાના પાલી તાનાખાર અને રામપુરના બૂથોના ઈવીએમ ખુલ્યા હતા અને બાજી પલટાઈ ગઈ હતી. બપોરના ત્રણ વાગ્યા પછી કોંગ્રેસના ઉમેદવાર જ્યોત્સના મહંતને લીડ મળવાની શરૂ થઈ હતી. ધીમે ધીમે લીડ 25 હજાર મતને પાર કરી ગઈ હતી. અંતિમ પરિણામ પણ તેના પક્ષમાં જ આવ્યું હતું. આ જાણીને બીજેપીમાં સન્નાટો છવાયો હતો.

    નોંધનીય છે કે ડો. ચરણદાસ મહંત યૂપીએ-2માં કેન્દ્રીય રાજ્યમંત્રી હતા. વર્ષ 2009ના ચૂંટણીમાં તેમણે કોરબા બેઠક પરથી જ જીત મેળવી હતી. ચરણદાસ મહંત મધ્ય પ્રદેશ સરકારમાં ગૃહમંત્રી રહી ચુક્યા છે. જ્યોત્સના મહંતના પતિ ડો. ચરણદાસ મહંત કોંગ્રેસના મોટા નેતા છે. આ ઉપરાંત તેમની પાસે ગણાવવા માટે કોઈ સિદ્ધી ન હતી. છતાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકમાંથી જે બેઠક પર કોંગ્રેસને મજબૂત માનવામાં આવતી હતી તેમાં કોરબાનું નામ સૌથી આગળ હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chhattisgarh, Lok sabha election 2019, Lok sabha election results 2019

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन