WhatsAppના જે ગ્રુપમાં પત્ની જોડાયેલી હતી, તેમાં પતિએ શેર કર્યો પોતાનો અશ્લિલ ફોટો, પછી...

WhatsAppના જે ગ્રુપમાં પત્ની જોડાયેલી હતી, તેમાં પતિએ શેર કર્યો પોતાનો અશ્લિલ ફોટો, પછી...
પ્રતિકાત્મક તસવીર

તેણે એક વોટ્સઅપ ગ્રુપમાં અશ્લિલ મેસેજ મોકલી દીધો. મોહલ્લાની મહિલાઓના જે વોટ્સઅપ ગ્રુપમાં તેની પત્ની પણ સામેલ હતી, તેજ ગ્રુપમાં પતિએ પોતાનો અશ્લિલ ફોટો શેર કરી દીધો.

  • Share this:
    કોરબા : છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક વ્યક્તિની મુસીબત ત્યારે વધી ગઈ જ્યારે તેણે એક વોટ્સઅપ ગ્રુપમાં અશ્લિલ મેસેજ મોકલી દીધો. મોહલ્લાની મહિલાઓના જે વોટ્સઅપ ગ્રુપમાં તેની પત્ની પણ સામેલ હતી, તેજ ગ્રુપમાં પતિએ પોતાનો અશ્લિલ ફોટો શેર કરી દીધો.

    બતાવવામાં આવી રહ્યું છે કે, તેણે દારૂના નશામાં આ હરકત કરી છે. વોટ્સઅપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરવાથી નારાજ મહિલાઓએ પોલીસમાં લેખીત ફરિયાદ આપી અને આરોપી વિરુદ્ધ ગુનો પણ નોંધાવ્યો. જોકે, નશો ઉતર્યા બાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે.



    કોરબા પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, આરોપી ચંદૂ નેતામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો પણ કરી દીધો છે. પ્રાપ્ત માહિત અનુસાર, આ મામલો કોરબાની કોહડીયા વસ્તીનો છે, જ્યાં મોહલ્લાની મહિલાઓએ પોતાની ચર્ચા માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. ગ્રુપમાં મહિલાઓની સાથે તેમના પતિ પણ જોડાયેલા છે.

    પત્નીએ પણ કરી ફરિયાદ

    પોલીસ અનુસાર, ગ્રુપની એક મહિલા સભ્યના પતિ ચંદુ નેતામે દારૂના નશામાં પોતાના પ્રાઈવેટ અંગની તસવીર ગ્રુપમાં શેર કરી દીધી. આ પોસ્ટની જાણકારી મળતા પહેલા તો પત્નીએ પોતાના પતિની સારી રીતે ખબર લીધી. ત્યારબાદ ગ્રુપની અન્ય મહિલાઓ અને પુરૂષો સાથે મળી વિરોધ નોંધાવ્યો. પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, આરોપી વિરુદ્ધ ભાદવીની કલમ 292, 509(ખ) તથા આટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે મહિલાઓએ બીજા પુરૂષ સભ્યોને પણ ગ્રુપમાં કોઈ પણ પ્રકારનો ફોટો અથવા જાણકારી શેર કરતા પહેલા સારી રીતે તપાસ કરવાની સમજાવટ કરવામાં આવી હતી.
    First published:May 12, 2020, 19:26 pm

    ટૉપ ન્યૂઝ