આ તો હદ છે! ડોક્ટરે પથરીની જગ્યાએ દર્દીની કિડની કાઢી લીધી, યુવકના હોશ ઉડી ગયા
તપાસમાં ડોક્ટરની ડિગ્રી પણ નકલી હોવાનું બહાર આવ્યું છે.
છત્તીસગઢ (Chhattisgarh)ના કોરબા (Korba) જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પેટમાં પથરીની સારવાર (Stone treatment) કરાવવા ગયેલા યુવકની કિડની (kidney) કાઢી લેવામાં આવી હતી. લગભગ 10 વર્ષની સારવાર બાદ અચાનક યુવકને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેની સારવાર કરાવવા ગયેલા યુવકના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તબીબોએ જણાવ્યું કે તેની એક કિડની કાઢી લેવામાં આવી છે.
છત્તીસગઢ (Chhattisgarh)ના કોરબા (Korba) જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પેટમાં પથરીની સારવાર (Stone treatment) કરાવવા ગયેલા યુવકની કિડની (kidney) કાઢી લેવામાં આવી હતી. લગભગ 10 વર્ષની સારવાર બાદ અચાનક યુવકને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેની સારવાર કરાવવા ગયેલા યુવકના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તબીબોએ જણાવ્યું કે તેની એક કિડની કાઢી લેવામાં આવી છે. આ માહિતી બાદ યુવકે અન્ય માધ્યમથી પણ તપાસ કરાવી હતી. જોકે પુષ્ટિ થયા બાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનમાં આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં ડોક્ટરની ડિગ્રી પણ નકલી હોવાનું બહાર આવ્યું છે.
10 વર્ષ પહેલા સંતોષ ગુપ્તાએ કોરબાના રાજગામર રોડ સ્થિત સૃષ્ટિ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજના ડોક્ટર પાસેથી પથરીની સારવાર કરાવી હતી. પથરી કાઢવાના નામે ડોક્ટરે તેની કિડની કાઢી લીધી. પીડિતે આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. તપાસમાં મામલો સાચો જણાયો હતો, જેના આધારે પોલીસે નકલી તબીબ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ મામલો સામે આવતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. રામપુર ચોકી પોલીસે નકલી ડોક્ટર સામે ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર સંતોષ ગુપ્તાએ 10 વર્ષ પહેલા પથરીની ફરિયાદ બાદ સૃષ્ટિ ઓફ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર એસએન યાદવ પાસે સારવાર કરાવી હતી. અહીં ડોક્ટરે પથરી કાઢી નાખતાં પરવાનગી વિના કિડની કાઢી નાખી. જ્યારે પીડિત સંતોષ ગુપ્તાને આ વાતની જાણ થઈ ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેણે આ અંગે જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ડોક્ટર એસ.એન.યાદવે કાળજી રાખી ન હતી, જે ડિગ્રી વગર જ ડોક્ટર બની ગયો હતો અને યુવકના જીવન સાથે રમત રમી હતી. આ મામલે રામપુર પોલીસે ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર