Home /News /national-international /એક ડૂબકી લગાવો અને દૂબળા-પાતળા લોકો થઈ જશે જાડા, અહીં આવેલ છે આ ચમત્કારિક તળાવ

એક ડૂબકી લગાવો અને દૂબળા-પાતળા લોકો થઈ જશે જાડા, અહીં આવેલ છે આ ચમત્કારિક તળાવ

હાવડાનું આ તળાવ ચમત્કારોથી ભરેલું છે

એવું કહેવાય છે કે, આ તળાવ હકીકતમાં એક મોટુ ઝરણું હતું, જેમાં કમળના ફુલ અને મોટી માછલીઓ રહેતી હતી. હવે તેની જગ્યાએ અહીં એક મોટુ તળાવ રહ્યું છે. આ તળાવમાં ન્હાતા પહેલા પૂજા કરવામાં આવે છે.

  • Local18
  • Last Updated :
  • Kolkata, India
રિપોર્ટ-રાકેશ મૈતી

હાવડા: આ તળાવમાં દુબળા લોકો ડુબકી લગાવશે તો, તે જાડો થઈ જશે, આશ્ચર્યચકિત થતાં નહીં. હાવડાના આ તળાવમાં સ્નાન કરવાથી કેટલીય બીમારીઓ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે, હાવડા અને તેની આજૂબાજૂના જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ તળાવામાં સ્નાન કરવા માટે આવે છે. લોકોમાં આ તળાવની ખ્યાતી લાંબા સમયથી ફેલાયેલી છે અને બંગાળમાં લોકો તેને બાતુલ પુકુર (મોટુ તળાવ)ના નામથી ઓળખે છે.

આ પણ વાંચો: VIDEO: અહીં મળે છે તેલ અને બટર વિના તૈયાર થયેલા છોલે, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું થશે મન

એવું કહેવાય છે કે, આ તળાવ હકીકતમાં એક મોટુ ઝરણું હતું, જેમાં કમળના ફુલ અને મોટી માછલીઓ રહેતી હતી. હવે તેની જગ્યાએ અહીં એક મોટુ તળાવ રહ્યું છે. આ તળાવમાં ન્હાતા પહેલા પૂજા કરવામાં આવે છે. પરંપરાગત રીતે લોકો પોતાના ઘરેથી તેલ, હળદર, સિંદૂર અને ચોખા લઈ આવે છે અને તળાવના કિનારે લાગેલા ઝાડ પર તેને ચડાવે છે.

આ પણ વાંચો: PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ, ભૂકંપ અને વાવઝોડામાં પણ કંઈ નહીં થાય

આવું કરવાથી અને હળદરને ટચ કર્યા બાદ લોકો તળાવમાં ન્હાવા માટે જાય છે. દેવી ચંડી મંદિર આ બાતુલ પુકુરના કિનારે છે. સ્નાન કર્યા બાદ ભક્ત લોકો દેવીની પૂજા કરે છે. લોકોમાં એવી માન્યતા છે કે, આવું કરવાથી તેમની તમામ બીમારીઓ ખતમ થઈ જાય છે. જ્યારે લોકોની મનોકામના પુરી થાય છે તો, ફરી વાર અહીં પૂજા કરવા આવે છે. મા ચંડીની કૃપા ભક્તો પર થાય છે અને આજે પણ લોકોના ટોળા અહીં આવે છે અને પૂજા કરી સ્નાન કરે છે.

શુક્લ પક્ષમાં રવિવારના દિવસે તળાવ નજીક પૂજાનો સામાન મળી જશે. આ દિવસે લોકોની અહીં ભારે ભીડ આવે છે. લોકો અહીં ચંડીની પૂજા કરે છે. સ્નાન કર્યા બાદ તળાવનું પાણી લોટો ભરીને લઈ જાય છે. નિયમ એવો છે કે, તળાવમાં સ્નાન બાદ ઘર પર આ તળાવના પાણીને બે દિવસ સુધી સ્નાન કરવું જોઈએ.

આ પણ વાંચો: Weather Update: દેશમાં આટલી જગ્યા પર બે દિવસ થશે ધોધમાર વરસાદ, બીજો રાઉન્ડ શરુ

એક સ્થાનિક નિવાસી માણિક લાલ ડેએ જણાવ્યું છે કે, લોકોને દેવી ચંડીમાં વિશ્વાસ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ તળાવમાં મા ચંડીને યાદ કરતા ન્હાવાથી દુબળા પાતળા લોકો જાડા થઈ જાય છે. એટલા માટે આ તળાવને મોટા પુકુર કહેવાય છે.
First published:

Tags: West bengal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો