કોલકાતા પોલીસે નકલી ફોટો શૅર કરવા પર કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો વિરુદ્ધ કેસ નોંધ્યો

News18 Gujarati
Updated: May 11, 2020, 9:52 AM IST
કોલકાતા પોલીસે નકલી ફોટો શૅર કરવા પર કેન્દ્રીય રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયો વિરુદ્ધ કેસ નોંધ્યો
કોલકાતા પોલીસે માત્ર બાબુલ સુપ્રિયો જ નહીં પરંતુ નકલી ફોટોને શૅર કરનારા કેટલાક અન્ય લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો

કોલકાતા પોલીસે માત્ર બાબુલ સુપ્રિયો જ નહીં પરંતુ નકલી ફોટોને શૅર કરનારા કેટલાક અન્ય લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો

  • Share this:
કોલકાતાઃ કોલકાતા પોલીસ (Kolkata Police)એ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo)ની વિરુદ્ધ ટ્વિટર પર એક નકલી ફોટો શૅર કરતાં IPCની વિભિન્ન કલમો હેઠળ રવિવારે કેસ નોંધ્યો છે, તેમાંથી કેટલીક કલમો બિનજામીનપાત્ર છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એ તસવીરમાં મુખ્ય સચિવ રાજીવ સિન્હા મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ના ભાઈ કાર્તિક બેનર્જી અને કેટલાક અન્ય લોકોની સાથે કથિત રીતે દારૂ પીતા જોવા મળી રહ્યા છે. સુપ્રિયોએ આ ફોટો 8 મેના રોજ શૅર કર્યો હતો.

પોલીસે માત્ર બાબુલ સુપ્રિયો જ નહીં પરંતુ આ નકલી ફોટોને શૅર કરનારા કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ પણ કેસ દાખલ કરી દીધો છે.

સુપ્રિયોએ ફોટો શૅર કરતાં એક કેપ્શન પણ લખ્યું હતું, સિન્હાની સાથે એક મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જી છે. કોલકાતા પોલીસના દક્ષિણ ડિવિઝને ટ્વિટર પર બાબુલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને નકલી ગણાવતાં સુપ્રિયોની વિરુદ્ધ કાર્યવાહીની વાત કહી છે.આ પણ વાંચો, આજથી શરૂ થશે ટિકિટોનું બુકિંગ, કાલથી દોડશે આ ટ્રેનો, જાણો સમગ્ર વિગત

પોલીસ તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટ ફૅક છે. મેસેજમાં શૅર કરવામાં આવેલી જાણકારી ખોટી છે. તેની પર મામલો શરૂ કરવામાં આવ્યો છે અને કાયદાકિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાબુલ સુપ્રિયો કેન્દ્રીય રાજ્યમંત્રી અને આસનસોલના બીજેપી સાંસદ છે. 

આ પણ વાંચો, કોરોનાના કારણે BCCIને નુકસાન, હવે ટેસ્ટ અને ટી20 માટે મેદાન પર ઉતારશે બે ટીમ ઈન્ડિયા!
First published: May 11, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading