કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર બહુમાળી ઇમારતમાં ભીષણ આગ

News18 Gujarati
Updated: November 5, 2018, 1:29 PM IST
કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર બહુમાળી ઇમારતમાં ભીષણ આગ
હાલ તો આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ચુકી છે અને આગ બુજાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. હાલ તો આગ લાગવાનું કોઇ કારણ જાણી શકાયું નથી.

  • Share this:
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં આજે સવારે ભીષણ આગની ઘટના બની છે. માહિતી અનુસાર શહેરના પાર્ક સ્ટ્રીટની એક બહુમાળી ઇમારતમાં આગ લાગી છે. આગ લાગવાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર કોલકાત્તાના પાર્ક સ્ટ્રીટમાં સ્થિત બિલ્ડીંગના પાંચમાં માળે ભીષણ આગ લાગી ગઇ છે. લગભગ સવારે 10.45 વાગ્યે ત્યા હાજર કોટક સિક્યુરિટીઝના સર્વર રુમમાં આગ લાગી. હાલ તો બિલ્ડીંગને ખાલી કરાવવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચીને આગ બુજાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

હાલ તો આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.


મળતી માહિતી અનુસાર આગ એટલી ભયાનક અને તીવ્ર હતી કે દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પાર્ક સ્ટ્રીટના એપીજે હાઇસની એક ઓફિસના સર્વર રુમમમાં આગ લાગી છે. ત્યા, હાજર પોલીસ અને અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ તો પાર્ક સ્ટ્રીટને બંધ કરી દેવામાં આવી છે અને મુલિક બજારથી ટ્રાફિકને ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે.



સમગ્ર વિસ્તાર આગના ગોટાથી ભરાયેલો જોવા મળી રહ્યો છે. આગનું કારણ વિશે હાલ તો કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પોલીસ અને અધિકારી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઇ ચુક્યા છે.
First published: November 5, 2018, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading