પહેલી નજરમાં પ્રેમ: મિસ્ટ્રી ગર્લને શોધવા શહેરમાં લગાવ્યા 4000 પોસ્ટર

કોલકાતાના 29 વર્ષના બિસ્વજીત પોદ્દારને રેલવે સ્ટેશન પર એક છોકરી પંસદ આવી. એક નજરમાં તેમને તે મિસ્ટ્રી ગર્લ સાથે પ્રેમ થઈ ગયો.

કોલકાતાના 29 વર્ષના બિસ્વજીત પોદ્દારને રેલવે સ્ટેશન પર એક છોકરી પંસદ આવી. એક નજરમાં તેમને તે મિસ્ટ્રી ગર્લ સાથે પ્રેમ થઈ ગયો.

 • Share this:
  રસ્તામાં ચાલતા જો તમને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ જાય તો તમે શું કરશો? તેને યાદ કરશો અથવા સોશિયલ મીડિયા પર શોધવાની કોશિષ કરશો, પરંતુ કોલકાતાના એક વ્યક્તિએ તે કામ કર્યું છે જેની તમે કલ્પના પણ કરી શકશો નહી. કદાચ આને દિવાનગી કહેવાશે.

  શું છે આ સ્ટોરી
  કોલકાતાના 29 વર્ષના બિસ્વજીત પોદ્દારને રેલવે સ્ટેશન પર એક છોકરી પંસદ આવી. એક નજરમાં તેમને તે મિસ્ટ્રી ગર્લ સાથે પ્રેમ થઈ ગયો. પોદ્દારની સૌથી મોટી મુશ્કેલી તે હતી કે, રસ્તામાં એક વખત નજર આવેલી છોકરીને કેવી રીતે શોધે. ના તેનું નામ ખબર હતી અને ના સરનામું. તે મિસ્ટ્રી ગર્લને પોદ્દારે હાવડા અને કોનાગાર સ્ટેશન વચ્ચે દેખી હતી.

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં પોદ્દારે જણાવ્યું કે, જે દિવસ તેમને ટ્રેનમાં તે મિસ્ટ્રી ગર્લને દેખી હતી, તે દિવસથી તેઓ સતત હાવડા અને કોનાગાર વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેમને આશા છે કે, કોઈના કોઈ દિવસ તેઓ તે મિસ્ટ્રી ગર્લને બીજી વખત મળશે. રસપ્રદ વાત તે છે કે, રેલવે સ્ટેશને પ્રતિદિવસે તે ટીશર્ટ પહેરીને જાય છે, જે દિવસે તેમને મિસ્ટ્રી ગર્લને દેખી હતી.

  પોદ્દારે જણાવ્યું કે, તે મિસ્ટ્રી ગર્લે પોતાનો નંબર આપવાની કોશિષ પણ કરી પરંતુ તે સફળ થઈ શકી નહી કેમ કે તેની સાથે તેના પેરેન્ટ્સ હતા. બસ પછી શું!! પોદ્દારે તે છોકરીને શોધવા માટે હાવડાથી કોનાગર વચ્ચે 4000 પોસ્ટર લગાવી દીધા. આ ઉપરાંત તેમને એક વીડિયો ક્લિપ પણ બનાવી અને પોતાના બધા જ કોન્ટેક્ટ્સ પર શેર કરી જેથી તે છોકરીની શોધ કરી શકાય. પોદ્દારે કહ્યું કે, તેમનો હેતુ તે મિસ્ટ્રી ગર્લને બદનામ કરવાનો નથી માત્ર તેના સાથે કોન્ટેક્ટ કરવાનો છે.
  Published by:Mujahid Tunvar
  First published: