કોલકાતા : પત્નીના અનૈતિક સંબંધથી નારાજ પતિએ ત્રણ પાડીશોનો જીવ લીધો

News18 Gujarati
Updated: July 19, 2019, 8:35 AM IST
કોલકાતા : પત્નીના અનૈતિક સંબંધથી નારાજ પતિએ ત્રણ પાડીશોનો જીવ લીધો
પ્રતિકાત્મક તસવીર

પખવાડિયા પહેલા આરોપી તેની પત્નીને પાડોશી સાથે જોઈ ગયો હતો, જે બાદમાં બદલો લેવાનો પ્લાન ઘડ્યો હતો.

  • Share this:
પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના મહેશતલામાં એક વ્યક્તિએ તેની પત્ની અનૈતિક સંબંધ ધરાવતી એક વ્યક્તિ સાથે બદલો લેવા માટે તેના ઘર બહાર રહેલા વીજળી જીવંત તારને આગ લગાડી દીધી હતી. વીજળીનો કંરટ લાગતા ત્રણ લોકોનાં મોત થયા છે, તેમજ છ લોકો ઘાયલ થયા છે. બનાવ બાદ મહિલાનો પતિ ફરાર થઈ ગયો હતો. બાદમાં સ્થાનિકોએ તેને પકડી પાડીને ઢોર માર માર્યો હતો.

આરોપીનું નામ રાજમિસ્ત્રી રબીઉલ મિસ્ત્રી (ઉં.વ. 46) છે. તેણે પખવાડિયા પહેલા તેની પત્નીને એક પાડોશી સાથે જોઈ હતી, જે બાદમાં તેણે બદલો લેવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે જણાવ્યું આરોપીને જે વ્યક્તિ સાથે તેની પત્નીના અનૈતિક સંબંધ હોવાની આશંકા હતી તેના ઘર બહાર એક વીજળીનો તાર લાગેલો હતો. આ તાર પર સુકવવા માટે નાખેલા કપડાંમાં મિસ્ત્રીએ આગ લગાડી દીધી હતી.

જ્યારે બહાર નીકળ્યો પરિવાર...

પોલીસે જણાવ્યું કે પીડિત પરિવારના લોકો જ્યારે આગ ઓલાવવા માટે બહાર નીકળ્યાં ત્યારે વીજળીના કરંટને કારણે ત્રણ લોકોનો જીવ ગયો હતો, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોના નામ શેખ ઝાકિર હુસૈન, સુલતાન શેખ અને રહેમાન છે.

બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તપાસ કરતા ગુરુવારે તે અકરા રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. લોકોએ તેની સાથે મારપીટ કરીને તેને પોલીસના હવાલે કરી દીધો હતો.

પોલીસે આરોપીનો કબજો મેળવીને તેને સારવાર માટે કોલકાતાની વિદ્યાસાગર સ્ટેટ જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે, અહીં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે વીજળીનો કંરટ લાગતા ઘાયલ થયેલા લોકોને કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...