કોલકાતા: રાત્રે જન્મદિવસની પાર્ટી દરમિયાન (Birthday) દારૂ પીધા બાદ શનિવારે 19 વર્ષિય યુવક તેની ગર્લફ્રેન્ડના (Girlfriends birthday) ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના પશ્ચિમ બંગાળની (West bengal) રાજધાની કોલકાતામાં (Golf Green) ગોલ્ફ ગ્રીન વિસ્તારમાં બની છે. પીડિતની ઓળખ રિકતેશ મોદક તરીકે થઈ છે, જેણે તેના જન્મદિવસ માટે તેના મિત્ર કૌશિક મોંડોલના ઘરે રાત ગાળી હતી. દરમિયાન, મોદકની માતાએ તેના મિત્રો પર આક્ષેપ કર્યા છે અને એના સબબની પોલીસ ફરિયાદ કરવી છે. સમગ્ર મામલો રાષ્ટ્રીય સ્તર પર ગાજ્યો છે ત્યારે પોલીસ આ કેસની ફોરેન્સિક અને તલ્સર્શી તપાસ કરી સત્ય શોધવા માટે આગળ વધી રહી છે.
રિતેશ તેની મિત્ર કૌશિક મોંડલનો જન્મદિવસ ઉજવવા ગયો હતો. શુક્રવાર સાંજથી તે કૌશિકના ઘરે હતો. શનિવારે સવારે રિતેશને ઉઠાડવા છતાં તે જાગ્યો નહોતો ત્યારબાદ તાબડતોડ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો.
પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે 7..45 વાગ્યે રિતેશ કૌશિકના ઘરે પહોંચ્યો અને ત્યાં આખી રાત રોકાઈ ગયો. શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ તે ઉઠ્યો નહી એટલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અતિશય દારૂનું સેવન રિતેશની મોતનું કારણ હોવાનું જાણવા મળે છે. પોલીસની ટીમે કૌશિકના ઘરે તેણે ખાયેલા ખોરાકના નમૂનાઓ એકઠા કર્યા હતા. કેસની તપાસના ભાગ રૂપે, ફોરેન્સિક ટીમે કૌશિકના ઘરે મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી.
રિતેશની માતા શિવાની મોદકે પોતાના જુવાનજોધ પુત્રની મોત બદલ કૌશિક તરફ આંગળી ચીંધી છે. કોલકતા પોલીસના દક્ષિણ ઝોન વિભાગના ડેપ્યુટી કમિશનર રાશિદ મુનીર ખાને કહ્યું કે આઇપીસી કલમ 304 હેઠ ગોલ્ફ ગ્રીન કેસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે તેમની ટીમ શરીર પર બાહ્ય ઈજાના નિશાન શોધી શકી નથી. જોકે, તેના નાક પર કેટલાક લોહીના ડાઘ હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર