કોલકાતા: શહેરના સૌથી મોટા મૉલ્સ પૈકીના એક સાઉથ સિટી મૉલમાં તે સમયે વિવાદ ઊભો થઈ ગયો જ્યારે એક મહિલા પોતાની બાળકીને સ્તનપાન કરાવવાં માંગતી હતી પરંતુ સિક્યુરિટી સ્ટાફ અને મૉલ એડમિનિસ્ટ્રેશને પ્રાઇવેટ સ્પેસ આપવાનો ઇન્કાર કરી દીધો. જોકે, વિવાદની વચ્ચે એક સ્ટોરકિપર મહિલાની મદદે આવ્યો અને તેણે પોતાના ટ્રાયલરૂમમાં મહિલાને સ્તનપાન કરાવવા માટે કહ્યું.
નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, અભિલાષા દાસ અધિકારીએ મૉલના ફેસબુક પેજના ફિડબેક સેક્શનમાં જઈને પોતાની વ્યથા રજૂ કરી. જોકે, તેણે જે જવાબ મળ્યો તે વધુ હેરાન કરનારો હતો. સાઉથ સિટી મૉલ પોતાના જવાબમાં અભિલાષાને સલાહ આપી કે તેને પોતાના ઘરનું કામ ઘરે જ પતાવીને આવવું જોઈએ.
અભિલાષાએ મંગળવારે મોલના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, મૉલમાં એક પણ જગ્યા એવી નહોતી કે જ્યાં બાળકને સ્તનપાન કરાવી શકાય. જ્યારે મેં તેના વિશે પૂછ્યું તો તમાર સ્ટાફે કહ્યું કે, હું વોશરૂમમાં બાળકને દૂધ પીવડાવી દઉં. ખૂબ જ ગંદું સ્થળ. મૉલના એડમિનિસ્ટ્રેશને જવાબ આપ્યો કે, હાસ્યાસ્પદ છે કે તમે આને મુદ્દો બનાવી રહ્યા છો. તમારા ઘરનું કામ ઘરે જ પૂરું કરીને આવો. તમે શું ઈચ્છો છો કે જ્યારે તમારે તમારા બાળકને સ્તનપાન કરાવવું હોય તો કોઈ પણ પબ્લિક એરિયામાં તાત્કાલિક વ્યવસ્થા કરી દેવામાં આવે?
વિવાદ બાદ બચાવમાં આવ્યું મૉલ
મહિલાની પોસ્ટ અને તેની પર મૉલનો જવાબ વાઇરલ થતાં વિવાદ વધી ગયો. લોકોએ મોલ વિરુદ્ધ પેટભરીને ભડાસ કાઢી. વિવાદ એટલો વધી ગયો કે મૉલને બચાવની મુદ્દામાં આવી ગયું અને ફેસબુક પેજથી ફિડબેકનું ઓપ્શન જ હટાવી દીધું.
મૉલે જણાવ્યું કે આ રિપ્લાય એક બહારની એજન્સીના બિનઅનુભવી એક્ઝિક્યુટિવે આપ્યો હતો. મોલના વાઇસ પ્રેસિડન્ટ મનમોહન બાગરીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, તે આક્રમક રિપ્લાય અમારી મરજી વગર આપવામાં આવ્યો હતો. અમે એજન્સીને હટાવી દીધી છે. તેઓએ જણાવ્યું કે, મૉલના પહેલા માળે એક ચેન્જિંગ રૂમ છે અને બાકીના માળે જે ચેન્જિંગ રૂમ છે તેમાં થોડુંક કામ ચાલી રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર