કોલકાતા: કોલકાતા હાઈકોર્ટે પ્રાઈવસીના અધિકારને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. એક મૃતકની પ્રાઈવેટ સ્પેસનો બચાવ કરતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત થતો નથી અને RTIના કાયદા હેઠળ મૃતકની ખાનગી ચેટ અને ફોટોગ્રાફ્સ જાહેર કરી શકાતા નથી. આજના ડિજિટલ યુગમાં આ ચુકાદો ઘણી બધી રીતે મહત્વનો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ હાઈકોર્ટે બંગાળ પોલીસને રશિકા જૈન દ્વારા તેના મૃત્યુ અગાઉ તેના મિત્ર સાથે શેર કરેલા વોટ્સએપ સંદેશાઓ અને તસવીરોને RTI એક્ટ હેઠળ 'ખાનગી માહિતી' તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ રશિકાનું શંકાસ્પદ રીતે મોત થયું હતું.
કઈ રીતે થયું હતું અવસાન?
રશિકા જૈનના લગ્ન 2020 માં થયા હતા, પરંતુ એક વર્ષ પછી રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું. જેના કારણે બાદમાં તેમના માતા-પિતા અને સાસરિયાઓએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા.
તપાસ રિપોર્ટમાં પોલીસે લગ્ન પહેલા રસિકા અને તેના મિત્ર વચ્ચે વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ, તેના સાસરિયાઓએ RTI અરજી દાખલ કરીને વાતચીતની વિગતો માંગી હતી. જો કે, આરટીઆઈ એક્ટ હેઠળ, પોલીસે 2022 માં તેમની સાથે આ માહિતી શેર કરી હતી, ત્યારબાદ રસિકાના માતાપિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
શું છે આખો મામલો?
હવે આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, "અધિનિયમ એ વાતની પુષ્ટિ કરે છે કે વ્યક્તિની પ્રાઈવેટ સ્પેસની સુરક્ષા અત્યંત મહત્વની છે અને તે પ્રાઈવેટ સ્પેસમાંથી નીકળતી કોઈપણ માહિતીનો ખુલાસો સ્વૈચ્છિક અને બળજબરી વગર થયો હોવો જોઈએ." મૃતકનું સન્માન કરવાની જવાબદારીની જાણ કરતાં, કોર્ટે અવલોકન કર્યું હતું કે જવાબદારી નૈતિક છે કારણ કે મૃતક તેની પોતાની ખાનગી સ્પેસમાં આવી કોઈપણ ઘૂસણખોરી સામે પોતાનો બચાવ કરવા આવી નથી શકવાનો.
આ ચુકાદો હાલનાં ડિજિટલ યુગમાં ઘણો મહત્વનો સાબિત થાય છે કારણ કે વ્યક્તિના અવસાન સાથે ઘણો બધો ડેટા ડિજિટલી અવેલેબલ હોય છે જે તેની પ્રાઈવસીનું હનન કરવા માટે પૂરતો હોય છે. વ્યક્તિ પોતે તો બચાવ કરવા આવી નથી શકતો પણ ભારત જેવા દેશમાં તેનો પ્રાઈવસીનો અધિકાર મૃત્યુ પછી પણ જળવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર