કોલકાતા મેડિકલ કોલેજમાં લાગી આગ, 250 દર્દીઓને બહાર કઢાયા

News18 Gujarati
Updated: October 3, 2018, 10:39 AM IST
કોલકાતા મેડિકલ કોલેજમાં લાગી આગ, 250 દર્દીઓને બહાર કઢાયા
કોલકાતા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ

પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત કોલકાતા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આજે બુધવારે આગ લાગવાની ઘટના બની છે.

  • Share this:
પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત કોલકાતા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આજે બુધવારે આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલના ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આઘ ઉપર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયરના કર્મચારીઓ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ANI પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હોસ્પિટલમાં આશરે 250 દર્દીઓ દાખલ હતા. જેમણે આગ લાગવાના કારણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યાં સુધી હોઇ જાનહાની થઇ ન હોવાની જાણકારી છે.

પ્રાથમિક આશંકા સેવાઇ રહી છે કે, હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હશે.
Published by: ankit patel
First published: October 3, 2018, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading