પશ્વિમ બંગાળની રાજધાની કોલકત્તાના કૈનિંગ સ્ટ્રીટ ખાતે આવેલી બગરી બજારમાં શનિવારે મોડી રાત્રેભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર છે કે, ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળ ઉપર હાજર હતી. આમ છતાં આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી. સમાચાર લખાય છે ત્યા સુધી ઘટનામાં કોઇ જાનહાની પહોંચી નથી.
અત્યારે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવવાની દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું છે. કોલકત્તાના નેયર સોબાન ચેટર્જીએ કહ્યું કે, સવારે 2.45 મિનિટે આગ લાગી હતી. હજી સુધી કોઇ જાનહાની થઇ ન હોવાની જાણકારી મળી રહી છે. ઇમારતોની સંખ્યા વધારે હોવાના કારણે અમને આગ બુજાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.
આગની ઝપેટમાં આવેલી ઇમારતોમાં મોટાભાગની દવાની દુકાનો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ લાગવાના કારણે આ વિસ્તારમાં ધૂમાડો ભરાઇ ગયો છે. જેના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ ઓલવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે.