Home /News /national-international /

ઝારખંડમાં ફરી ભીડના હાથે ચડ્યો યુવક, મારી-મારી કર્યો અધમરો

ઝારખંડમાં ફરી ભીડના હાથે ચડ્યો યુવક, મારી-મારી કર્યો અધમરો

કોડરમાના તિલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝંડા ચોક પાસે ભીડે ચોરીના આરોપમાં એક યુવકને પકડ્યો અને તેની જબરદસ્ત પીટાઈ કરી

કોડરમાના તિલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝંડા ચોક પાસે ભીડે ચોરીના આરોપમાં એક યુવકને પકડ્યો અને તેની જબરદસ્ત પીટાઈ કરી

    ઝારખંડમાં સરાઈકેલામાં મોબ લિન્ચિંગની આગ હજુ ઠંડી નથી થઈ કે કોડરમામાં એકવાર ફરીથી એક યુવક ઉગ્ર ભીડના હાથે ચડી ગયો. કોડરમાના તિલૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝંડા ચોક પાસે ભીડે ચોરીના આરોપમાં એક યુવકને પકડ્યો અને તેની જબરદસ્ત પીટાઈ કરી. સમય રહેતા કેટલાક લોકોએ આ મામલામાં વચ્ચે બચાવ કર્યો અને પીડિતને બચાવી લીધો. જોકે, આ દરમ્યાન યુવકને માર મારી અધમરો કરી દીધો.

    વીડિયો ફૂટેજના આધારે થશે કાર્યવાહી
    સરાઈકેલાની ઘટનાથી સતર્ક કોડરમા પોલીસ આ મામલામાં કાર્યવાહી કરવામાં લાગી ગઈ. મારપીટ કરનાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. એસડીપીઓ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, વીડિયો ફૂટેજ દ્વારા મારપીટ કરનારા લોકોની ઓળક કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કાયદાને પોતાના હાથમાં લેવા વાળા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

    સરાઈકેલાની ઘટનાથી પોલીસ સતર્ક
    સરાઈકેલાના આ પ્રકારના મામલામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પાસે પણ આ વીડિયો છે. તેના આધાર પર આગળની કાર્યવાહી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સરાઈકેલાના ખરસાવાં પોલીસ સ્ટેશન વિસ્તારના ધાતકીડીહ ગામમાં ગત 17 જૂનની રાત્રે મોટરસાઈકલ ચોરીના આરોપમાં તબરેજ અંસારી નામના યુવકને ગ્રામીઓએ બાંધીને રાતભર માર્યો. સવારે તેને પોલીસના હવાલે કરી દીધો. 22 જૂને તબરેજનું સરાઈકેલા હોસ્પિટલમાં મોત થયું. આ ઘટનાની એસઆઈટી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    પીએમ મોદી પણ મોબ લિચિંગ પર દુખ વ્યક્ત કરી ચુક્યા છે
    પીએમ મોદીએ રાજ્યસભામાં સરાઈકેલાની ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાથી પૂરા ઝારખંડને બદનામ ન કરી શકાય. પીએમએ કહ્યું કે, આ મામલાના દોષીઓને કડક સજા મળવી જોઈએ. તેમણે મોબ લિન્ચિંગની ઘટના પર દુખ પણ વ્યક્ત કર્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Accusing, Beat, Koderma people, Kodrma, Youth, ચોરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन