પ્રથમ અંતરિક્ષ યાત્રી ગાગરિનની મોત પાછળ હાથ હતો એલિયન્સનો? જાણો સમગ્ર મામલો

પ્રથમ અંતરિક્ષ યાત્રી ગાગરિનની મોત પાછળ હાથ હતો એલિયન્સનો? જાણો સમગ્ર મામલો
અંતરીક્ષ યાત્રી ગાગરિનની ફાઇલ તસવીર

કેટલાક લોકોએ તો ગાગરિનની મોતને એક ઘટના અને આત્મહત્યા પણ ગણાવી હતી. પરંતુ મોટાભાગના લોકો માનતા હતા કે એલિયન્સે તેમની જીવ લીધો હતો

  • Share this:
આજથી ઠીક 60 વર્ષ પહેલા 12 એપ્રિલે સોવિયત સંઘના યૂરી ગાગરિન અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ માણસ બન્યા હતા. જ્યારે ગાગરિન સોવિયત અંતરિક્ષ યાં વોસ્ટએક દ્વારા અંતરિક્ષમાં જવા માટે રવાના થયા ત્યારે કોઈને ખબર નહોતી કે અંતરિક્ષમાં શું થવાનું છે. તેઓ જીવિત પરત ફરશે કે કેમ. પરંતુ તેમણે ઇતિહાસ રચી દીધો, તેઓ પોતાના દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં હીરો બની ગયા.

વૈજ્ઞાનિકોને ડર હતો કે ગાગરિન જ્યારે અંતરિક્ષમાં જશે અને ભારશૂન્યતાનો અનુભવ કરતા જ બેહોશ થઇ જશે. જોકે, તેમણે ભાર શૂન્યતાનો આનંદ લીધો. તેમણે ધરતી પર મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે, બહારશૂન્યતાની સ્થિતિ તેમને સારી લાગી રહી છે. મિશન દરમિયાન તેમણે બહાદૂરી અને સમજની મિસાલ ઉભી કરી હતી.એક વખતે ગાગરિનને અંતરિક્ષમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ટેપ ફાડીને એક ભાગને જોડે, કારણ કે એન્જીનીયર્સ તેને જોડવાનું ભૂલી ગયા હતા. એક વખત તેમને કંટ્રોલ પેનલમાં લાગેલી લાઇટને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે આ બધું જ બહાદુરીથી સાંભળ્યું હતું. પરંતુ ગાગરિનની મોત લાંબા સમય સુધી રહસ્ય બનીને રહી ગઈ હતી. માનવામાં આવતું હતું કે એલિયન્સે તેમને મારી નાંખ્યા હતા.

કેટલાક લોકોએ તો ગાગરિનની મોતને એક ઘટના અને આત્મહત્યા પણ ગણાવી હતી. પરંતુ મોટાભાગના લોકો માનતા હતા કે એલિયન્સે તેમની જીવ લીધો હતો. પોતાની 108 મિનિટની અંતરિક્ષ યાત્રાના 7 વર્ષ બાદ યૂરીની મોટ મિગ ફાઈટર પ્લેન ક્રેશ થવાથી થઇ હતી.

આ પણ વાંચો : સુરત : વેપારીને Lockdownની અફવા ફેલાવવી ભારે પડી, ચેતવણીરૂપ કિસ્સો

સામે આવ્યું સાચું કારણ

રશિયન સરકારે તેમના મોતના કારણને હંમેશા છુપાવીને રાખ્યું. પરંતુ દર્શકો બાદ યુરિન સાથી અને પ્રથમ વાર સ્પેસ વોક કરનારા એલેક્સે લિનોવે તપાસના એ દસ્તાવેજોને સાર્વજનિક કર્યા હતા. જેમાં તેમની મોતનું સાચું કારણ જણાવાયું હતું. આ દસ્તાવેજ ક્રેમલિનમાં સિક્રેટ રીતે રાખવામાં આવ્યા હતા. તેમની મોત જેટ ખરાબ હવામાનમાં ફસાઈ જવાને કારણે થઇ હતી.

લઇનોવે જણાવ્યું કે, જ્યારે યુરી મીગ ઉડાવી રહ્યા હતા, ત્યારે એક બીજું ફાઈટર પ્લેન તેમના પ્લેનની નજીક આવી ગયું. જેથી તેમણે પોતાના વિમાનને બચાવવા માટે હવામાં ગોતું માર્યું તો વાદળ સાથે અથડાઈ ગયું. જે બાદ વિમાન અનિયંત્રિત થઇ ગયું અને જમીન પર પડ્યું. એ દરમિયાન તેમના વિમાનની સ્પીડ 750 કિમિ પ્રતિ કલાક હતી.

20 વર્ષ બાદ સરકારે આપી મંજૂરી

79 વર્ષીય લિનોવે જણાવ્યું કે, તેઓ છેલ્લા 20 વર્ષથી આ દસ્તાવેજો સાર્વજનિક કરવા માંગતા હતા પરંતુ સરકાર તેની મંજૂરી નહોતી આપી રહી. જોકે, બાદમાં સરકારે લોકોને આ અંગે જણાવવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જયારે તેમનું મોત થયું ત્યારે તેઓ કૉસ્મોનેટ ટ્રેનિંગ સેન્ટરના ડેપ્યુટી ટ્રેનિંગ ડિરેક્ટર હતા.

કઈંક આવી હતી અંતિમ ઘડીઓ

લિનોવે યુરિની મોતનું રહસ્ય જાણવા માટે તપાસ કમિટીનું ગાઠં કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે, એસ યુ ફાઈટર યુરિના પ્લેનથી લગભગ 50 કિમિ દૂર હતું. એ દરમિયાન યુરીના પ્લેનની સ્પીડ 750 કિમિ પ્રતિ કલાક હતી, જેથી માત્ર 55 સેકન્ડમાં અકસ્માત થઇ શકતો હતો. એસ યુ વિમાન જેવું યૂરીની પ્લેન નજીક આવ્યું તો વિમાનને ઝટકો લાગ્યો. તે અનિયંત્રિત થઈને વાદળો સાથે ટકરાઈ ગયું. જે બાદ વિમાન જમીન પર પટકાયું હતું.

કોણ હતો અન્ય પાઇલટ

આ રિપોર્ટ બાદ સવાલ ઉભો થયો હતો કે યુરીનું પ્લેન કાયા પાયલટના કારણે અકસ્માતનો શિકાર બન્યું. ત્યારે લિનોવે કહ્યું કે, તે પાઇલટ હજી જીવે છે, તેની ઉંમર 82 વર્ષ છે અને તેની તબિયત ખરાબ છે. શપથના કારણે તેઓ તેનું નામ નહીં જણાવી શકે.

27 વર્ષની ઉંમરે ગયા હતા સ્પેસ

યુરી ગાગરિન એક સારા પાઇલટ હતા. તેઓ ખરાબ પરિસ્થિતિઓમાં પણ ખૂબ સારી રીતે વિમાન ચલાવી લેતા હતા. જેથી તેમને સ્પેસ પ્રોગ્રામ માટે પસંદ કરાયા હતા. તેઓ જ્યારે પ્રથમ વખત સ્પેસમાં ગયા ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી. તેમનું મોત માત્ર 34 વર્ષની વયે થયું હતું.

ફેલાઈ હતી અફવાઓ

યુરીની મોત બાદ સૌથી પહેલા અફવા ફેલાઈ હતી કે તેમની હત્યા કરાઈ છે. જેની પાછળ સોવિયેત લીડર લિયોનિદ બ્રેઝનેવનો હાથ છે. કારણ કે યુરીએ પાર્ટીની વાત નહોતી માની.

અફવા હતી કે યુરી દારૂ પીને વિમાન ઉડાવી રહ્યા હતા. સાથે જ બીજી અફવા હતી કે તેમણે આત્મહત્યા કરી લીધી. એટલું જ નહીં ઘણા લોકોએ તો એમ પણ કહ્યું હતું કે યુરીના વિમાન પર એલિયન્સે હુમલો કર્યો હતો. તો ઘણા લોકોએ દાવો કર્યો કે યુરી જીવે છે અને તેમને ઘણા લોકોએ જોયા છે. કહેવામાં આવતું હતું કે સરકારે તેમને સુરક્ષાના કારણોસર છુપાવ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 19:29 pm

ટૉપ ન્યૂઝ