Ukraine Crisis : યુક્રેનમાં મહિલાઓ પોતાના બાળકોના શરીર પર નામ-સરનામું લખી રહી છે
યુક્રેનથી સામે આવેલી આ તસવીર જોઇ સૌની આંખો ભીની થઇ
Russia-Ukraine War: હવે યુક્રેનમાંથી એવી અનેક તસવીરો સામે આવી રહી છે, જે હૃદયને હચમચાવી દે. યુક્રેનના તે લોકો, જેઓ દેશ છોડવામાં નિષ્ફળ રહ્યા તેઓ દરેક ક્ષણે તેમની આંખો સામે મૃત્યુ જોઈ રહ્યા છે.
રશિયા છેલ્લા 41 દિવસથી યુક્રેનમાં (Russia-Ukraine War) ભયાનક હુમલાઓ કરી રહ્યું છે. લાંબા ચાલી રહેલા યુદ્ધના કારણે હવે રશિયન સૈનિકો ગુસ્સે ભરાયા છે. હવે તેઓ સામાન્ય નાગરિકોને પણ ત્રાસ આપી રહ્યા છે. બુચા શહેર આનું સાક્ષી બન્યું છે, જ્યાં મૃતદેહોના ઢગલાના ફોટા વાયરલ થયા છે. હાલત એ છે કે હવે યુક્રેનની માતાઓએ પોતાના બાળકોના શરીર પર આખું સરનામું લખવાનું શરૂ કરી દીધું છે, જેથી જો તેઓ યુદ્ધમાં માર્યા જાય તો તેમના બાળકો અનાથ ન રહી જાય.
હવે યુક્રેનમાંથી આવી અનેક તસવીરો સામે આવી રહી છે, જે હૃદયને હચમચાવી દે તેવી છે. યુક્રેનના તે લોકો, જેઓ દેશ છોડવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ દરેક ક્ષણે તેમની આંખો સામે મૃત્યુ જોઈ રહ્યા છે. યુક્રેનના લોકોએ તેમના બાળકોને સુરક્ષિત રાખવા માટે વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે. યુક્રેનની એક પત્રકાર અનાસ્તાસિયા લાપાટિનાએ એક ટ્વિટમાં નાની છોકરીની તસવીર દુનિયાની સામે મૂકી છે, જેમાં જોઈ શકાય છે કે પેનથી છોકરીના શરીર પર કઇંક લખવામાં આવ્યુ છે.
પત્રકાર અનાસ્તાસિયા લાપાટિનાએ કહ્યું, "યુક્રેનમાં માતાઓએ તેમના પોતાના બાળકોના શરીર પર લખવાનું શરૂ કર્યું છે, જેથી જો તેઓ રશિયન હુમલામાં મૃત્યુ પામે, તો તેમના બાળકોને કોઈ નુકસાન ન થાય અને તેઓને તેમના ઘરે લઈ જવામાં આવે, અથવા તેમના બાળકોની ઓળખ થઇ શકે. યુક્રેનની આ તસવીરો ખૂબ જ દર્દનાક છે અને યુદ્ધની ભયાનકતા વિશે જણાવે છે.
હાલમાં, યુક્રેનનું બુચા શહેર સમગ્ર વિશ્વમાં હોટ પોઈન્ટ છે. સેંકડો લાશો બુચાની શેરીઓમાં પડી છે, જેમના હાથ બાંધેલા છે અને મૃતદેહો ગોળી મારેલી અવસ્થામાં છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ લોકોને હાથ બાંધીને બેસાડ્યા અને પછી સામેથી ગોળી મારી દીધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે લોકોએ રશિયન સૈનિકોને જાણકારી ન આપી, તેઓને પહેલા ટોર્ચર કરવામાં આવ્યા અને પછી મારી નાખવામાં આવ્યા અને તેમને રસ્તા પર ફેંકી દીધા.
પ્રત્યક્ષદર્શીએ અલ જઝીરાને કહ્યું, 'શૂટરે બૂમો પાડી અને ઘાયલોને કહ્યું, 'બૂમો પાડશો નહીં, નહીં તો હું ગોળી મારીશ!' અને પછી તેઓને છાતીમાં ગોળી મારી.' યુક્રેનના પ્રોસીક્યુટર જનરલે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈન્યએ સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું ત્યારથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહો એકત્ર કરવામાં આવે તે પહેલાં, અધિકારીઓએ પુરાવા એકત્ર કરવાના પ્રયાસરૂપે તેનો ફોટોગ્રાફ અને દસ્તાવેજ બનાવ્યો કે આ ફોટોગ્રાફ્સ યુદ્ધ ગુનાઓની તપાસનો આધાર બનાવી શકે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર