સ્ટાર શેફ વિકાસ ખન્ના, એક રીક્ષા ચાલકને શોધી રહ્યો છે, આ છે કારણ

સ્ટાર શેફ વિકાસ ખન્ના, એક રીક્ષા ચાલકને શોધી રહ્યો છે, આ છે કારણ
વિકાસ ખન્ના

 • Share this:
  મિચલિન સ્ટાર વિકાસ ખન્ના (Vikas Khanna) જેમણે એપ્રિલથી હજી સુધી કોરોના વાયરસ લોકડાઉન (Coronavirus Lockdown)થી પ્રભાવિત ભારતમાં 79 શહેરોમાં જરૂરીયાતમંદ લોકોને રાશનના 40 લાખ પેકેટ મોકલાવ્યા છે, તે હવે એક રીક્ષા ચાલકને શોધી રહ્યા છે. આ માટે તેમણે સોમવાર રાત્રે ટ્વિટર (Twitter) પર મદદ માંગી હતી.

  વિકાસ જે રીક્ષાવાળાને શોધી રહ્યા છે. તે પુણેનો રહેવાસી છે. 30 વર્ષીય આ રીક્ષા ચાલક (Autorickshaw Driver) અક્ષય કોઠાવાલે પોતાની બચતના 2 લાખ રૂપિયા પરપ્રાંતીયોની મદદમાં આવ્યા છે. લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા આ પરપ્રાંતીયો તેમણે આ રીતે મદદ કરી છે. સમાચાર એન્જસી પીટીઆઇ મુજબ આ રીક્ષા ચાલકે આ રૂપિયા તેના લગ્ન માટે બચાવ્યા હતા. પણ હાલ લોકડાઉનના કારણે તેની તારીખ આગળ વધી ગઇ છે. પીટીઆઇએ જણાવ્યું કે તે આ પૈસાથી પોતાના મિત્રો સાથે મળીને ઓછામાં ઓછા 400 લોકો માટે રોજ ખાવાનું બનાવી રહ્યા છે. જે પછી તે શહેરના રસ્તા પર જઇ પ્રવાસી મજૂરોને આ ખાવાનું આપે છે.  આ સમાચારથી પ્રભાવિત થઇને ન્યૂયોર્કમાં રહેતા 48 વર્ષીય જાણીતા શેફ, લેખક અને ફિલ્મ મેકરે ટ્વિટર પર ઓટો ડ્રાઇવર વિષે વધુ જાણકારી માંગી છે. તેમણે કહ્યું કે આ માણસ બેજોડ છે. ચલો તેની મદદ કરીએ. મને કોઇ આ વ્યક્તિ વિષે જણાવશે. આ ટ્વિટમાં તેમણે પોતાનું ઇમેલ આઇડી પણ આપ્યું છે.

  30 વર્ષીય આ ડ્રાઇવરે પીટીઆઇને જણાવ્યું કે તે ગરીબ લોકોની આ સ્થિતિ જોઇને દુખી હતો. તેણે કહ્યું કે હું રીક્ષાચાલક તરીકે કામ કરું છું. મારા લગ્ન માટે મેં 2 લાખ રૂપિયા બચાવ્યા હતા. જે 25 મેના રોજ થવાની હતી. પણ લોકડાઉન વધતા હાલ આ લગ્ન મેં અને મારી મંગેતરે પાછા ઠેલવ્યા છે.
  તેણે કહ્યું કે મેં તેવા અનેક લોકોને જોડા જેમની પાસે એક વખતનું ખાવું પણ નહતું. તે જીવવા માટે સંધર્ષ કરી રહ્યા હતા. મારા થોડા મિત્રોએ આ મજૂરોની અને જરૂરિયાતમંદની મદદ કરવાનું વિચાર્યું.

  ભારતમાં કોરોના વાયરસ વચ્ચે વિકાસ ખન્ના અનાથ આશ્રમ, વૃદ્ઘાશ્રમ સમેત અનેક જગ્યાએ એપ્રિલથી ખાવાનું પહોંચાડી રહ્યા છે. ગત સપ્તાહે તેમણે એનડીઆરએફ, તેના ડાયરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાન અને તેમના કર્મચારીઓની ભારતભરમાં સહાયતા આપવા, પેકિંગ કરવા અને વહેંચવા માટે આભાર માન્યો હતો. શેફ ખન્નાએ પીટીઆઇને કહ્યું કે મારી આશા એકતા છે. અને એકતા જ બધુ છે. આપણે કોરોનાને હરાવી શકીએ છીએ. અને આ માટે આપણે એક થવું જોઇએ જેથી વાયરસને હરાવી શકાય.
  Published by:News18 Gujarati
  First published:May 19, 2020, 18:03 pm