આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો

News18 Gujarati
Updated: September 26, 2019, 11:25 AM IST
આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો
પ્રતીકાત્મક તસવીર

પોતાની પૂર્વ પત્ની સાથે ફરી લગ્ન કરીને સરકારને આ રીતે છેતરી, સાળીને પણ ગોટાળામાં સામેલ કરી

  • Share this:
બીજિંગ : ચીન (China)ના લાયૂશ શહેર (city of Lishui)માં વિકાસ કાર્યો માટે અધિગ્રહિત કરવામાં આવેલી સંપત્તિઓને બદલે જમીન માલિકોને નવા વિકસિત વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ 40 વર્ગ મીટર જગ્યા આપવામાં આવી રહી છે. નવા વિકસિત વિસ્તારમાં જમીન મેળવવા માટે સ્થાનિક લોકો નવી-નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે. તેની શરૂઆત શહેરના એક વિસ્તારમાં રહેનારા મિસ્ટર પૈનથી થઈ. તેણે વધુ જમીન મેળવવા માટે અનેક લગ્નો (Weddings) કર્યા અને પછી તલાક (Divorce) આપી દીધા.

પોતાની પૂર્વ પત્ની સાથે ફરી લગ્ન કરી આપ્યા છૂટાછેડા

લાયશૂના પૈન પરિવારનું મકાન વિકાસ કાર્યો માટે પાડી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિસ્ટર પૈને જમીન ગોટાળા (Land Scam)ની તમામ હદો પાર કરી દીધી. મિસ્ટર પૈને વળતર (Compensation)માં વધુમાં વધુ જમીન મેળવવા માટે એક મહિનાની અંદર જ 23 લગ્ન કરી છૂટાછેડા આપી દીધા. સૌથી પહેલા તેણે પોતાની પૂર્વ પત્ની (Ex-Wife) સાથે લગ્ન કર્યા. તેના કારણે તેની પૂર્વ પત્ની પણ નવા વિકસિત ક્ષેત્રમાં 40 વર્ગ મીટર જમીન મેળવવા હકદાર થઈ ગઈ. બે સપ્તાહ બાદ મિસ્ટર પૈને પોતાની પૂર્વ પત્નીને છૂટાછેડા આપી દીધા.

પોતાની સાળીને પણ યોજનામાં સામેલ કરી

મિસ્ટર પૈને ત્યારબાદ પોતાની સાળી (Sister-in-Law) સાથે લગ્ન કર્યા. તે પણ મિસ્ટર પૈનની જમીન મેળવવાની યોજનામાં સામેલ થઈ ગઈ. તેને પણ 40 વર્ગ મીટર જગ્યા ફાળવવામાં આવી. ત્યારબાદ મિસ્ટર પૈનની લાલચ વધી ગઈ. તે એક પછી એક લગ્ન કરવા લાગ્યો. દરેક નવી પત્ની સાથે તેના નામે નવા વિકસિત વિસ્તારમાં 40 વર્ગ મીટર જમીન ફાળવવામાં આવતી. ત્યારબાદ તે નવી પત્ની સાથે છૂટાછેડા લઈ લેતો.

13 લોકોનું સરનામું એક જ ઘર હોવાથી શંકા ગઈઆ દરમિયાન સરકારી અધિકારીઓએ મિસ્ટર પૈનની છેતરપિંડી વિશે જાણ થઈ ગઈ. મૂળે, જ્યારે 13 લોકોનું સરનામું એક જ મકાન હોવાનું બહાર આવ્યું તો અધિકારીઓને શંકા ગઈ. ત્યારબાદ અધિકારીઓએ તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો. ત્યારબાદ 11 લોકોની ધરપકડ (Arrest) પણ કરવામાં આવી. સ્થાનિક મીડિયા મુજબ, આ પ્રકારના મામલાઓની ચીનમાં ભરમાર થઈ ગઈ છે. લોકો સંપત્તિની લાલચમાં અનેક પ્રકારની યુક્તિઓ અપનાવી રહ્યા છે. બીજી તરફ, લાયશૂમાં જમીનોની કિંમતોમાં છેલ્લા બે વર્ષમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો,

ભોપાલ હાઇપ્રોફાઇલ હનીટ્રેપ કેસ : SIT દિલ્હીની કૉલગર્લ સિમરનની ફાઇલ ફરીથી ખોલશે
ટ્રમ્પને ગુસ્સામાં ઘૂરતી જોવા મળી આ કિશોરી, Video વાયરલ
First published: September 26, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading