Home /News /national-international /જાણો શા માટે થઈ અંકિતા ભંડારીની હત્યા? ઉત્તરાખંડના DGPએ કર્યો સૌથી મોટો ખુલાસો

જાણો શા માટે થઈ અંકિતા ભંડારીની હત્યા? ઉત્તરાખંડના DGPએ કર્યો સૌથી મોટો ખુલાસો

જાણો શા માટે થઈ અંકિતા ભંડારીની હત્યા?

Ankita Bhandari Murder Case: અંકિતા ભંડારીની હત્યાના મામલામાં પોલીસે રિસોર્ટ સંચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મૃતક દ્વારા તેની મિત્રને કામની જગ્યાએ પડતી તકલીફ અંગે તેને અવગત કરી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો અને ઉત્તરાખંડ DGP દ્વારા શું મોટો ખુલાસો કરવામાં આવ્યો છે ચાલો તે જાણીએ...

વધુ જુઓ ...
    Ankita Bhandari murder case of Uttarakhand: ઉત્તરાખંડના પ્રસિદ્ધ અંકિતા ભંડારી હત્યા કેસ અંગે પોલીસ વડા અશોક કુમારે કહ્યું કે આ 19 વર્ષીય રિસેપ્શનિસ્ટ પર રિસોર્ટના માલિક દ્વારા મહેમાનોને 'સ્પેશિયલ સર્વિસ' આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ડીજીપીએ કહ્યું કે તે યુવતીની તેના એક મિત્ર સાથેની વાતચીત પરથી જાણવા મળે છે.

    સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, પીડિતાએ તેના મિત્રને કહ્યું હતું કે તે જે રિસોર્ટમાં કામ કરે છે તેના માલિક અને મેનેજર તેને રિસોર્ટના મહેમાનો સાથે સેક્સ કરવા માટે દબાણ કરી રહ્યા હતા.

    આ પણ વાંચો:  શરાબી પતિથી ત્રસ્ત રૂબીનાએ અપનાવ્યો હિન્દુ ધર્મ, પુષ્પા બની પ્રેમી સંગ કર્યા લગ્ન

    અંકિતા ભંડારીનું પોસ્ટમોર્ટમ પૂર્ણ


    તમને જણાવી દઈએ કે, પૌડીના શ્રીકોટની રહેવાસી અંકિતા ગંગા ભોગપુર વિસ્તારના વંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને 19 સપ્ટેમ્બરથી ગુમ હતી. શુક્રવારે સવારે ઋષિકેશની ચિલ્લા કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર અંકિતાનું પોસ્ટમોર્ટમ AIIMS ઋષિકેશમાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેના પરિવારના સભ્યો મૃતદેહ લઈ ગયા હતા.

    પોલીસે અંકિતા ભંડારીની હત્યા માટે રિસોર્ટ ઓપરેટર પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી છે. આ હત્યા કેસનો મુખ્ય આરોપી પુલકિત હરિદ્વાર બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. વિનોદ આર્ય ભૂતકાળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, આ ઘટનામાં તેમના પુત્રનું નામ સામે આવતાં ભાજપે તેમને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.

    અંકિતાની હત્યા કરીને લાશને ચીલા નદીમાં ફેંકી


    પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન, પહેલા તો આરોપીઓએ ટાળ્યું હતું અને પોલીસને મૂંઝવણમાં મૂક્યા હતા, પરંતુ કડક પૂછવા પર, તેઓએ અંકિતાની હત્યા કરીને તેની લાશને ચિલા કેનાલમાં ફેંકી દેવાની વાત સ્વીકારી હતી.

    આ પણ વાંચો:  બિહાર અને બંગાળના અમુક જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનો પ્લાન? અમિત શાહે સ્થિતિ સ્પષ્ટ કરી

    બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાને દુ:ખદ ગણાવીને આ જઘન્ય અપરાધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ધામીએ કહ્યું કે જેણે પણ આ ગુનો કર્યો છે તેને સખત સજા કરવામાં આવશે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन