Home /News /national-international /કોણ છે સંદીપ બક્ષી જેણે ICICI બેંકને આપ્યું નવુ જીવન, XLRIમાંથી કર્યો છે અભ્યાસ, જાણો પગાર...
કોણ છે સંદીપ બક્ષી જેણે ICICI બેંકને આપ્યું નવુ જીવન, XLRIમાંથી કર્યો છે અભ્યાસ, જાણો પગાર...
સંદીપ બક્ષી, ICICI બેંકના MD અને CEO (ફોટો- ફર્સ્ટપોસ્ટ)
વર્ષ 2018માં સંદીપ બક્ષીને ICICI બેંકની કમાન સોંપવામાં આવી હતી. બેંકને તેના સૌથી અંધકારમય પ્રકરણમાંથી બહાર કાઢવા અને તેની ખોવાયેલી વિશ્વસનીયતાને પુનઃસ્થાપિત કરવાનો શ્રેય તેમને જાય છે.
નવી દિલ્હી : ખાનગી ક્ષેત્રની ICICI બેંકના MD અને CEO સંદીપ બક્ષી ભારતમાં સૌથી વધુ વેતન મેળવનારા બેંકરોમાંના એક છે. જ્યારે બક્ષીએ 2018માં ICICI બેંકના MD-CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે બેંક મુશ્કેલીમાં હતી. તેમના પુરોગામી ચંદા કોચરે નાણાકીય ગેરરીતિઓના આરોપો હેઠળ રાજીનામું આપ્યું હતું. જોકે, બેંકમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. જેમાં બેંકને તેના સૌથી અંધકારમય સમયમાંથી બહાર કાઢવા અને તેની ખોવાયેલી વિશ્વસનીયતાને પુનઃસ્થાપિત કરવાનો શ્રેય તેમને જાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2022માં તેમનો વાર્ષિક પગાર 7.98 કરોડ રૂપિયા હતો, જે લગભગ 65 લાખ રૂપિયા પ્રતિ મહિને છે. કોરોના સંકટને કારણે તેમણે પોતાનો 2021નો પગાર છોડી દીધો હતો. બક્ષીએ ICICI બેંકને વૃદ્ધિના માર્ગ પર પાછી મૂકી છે.
જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે બીએસઈમાં શેરની કિંમત 313.35 રૂપિયા હતી. તે 16 માર્ચ 2023ના રોજ રૂ.825 પર બંધ થયો હતો. જે દર્શાવે છે કે, રોકાણકારોએ બેંકના મેનેજમેન્ટમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સંદીપ બક્ષીના નેતૃત્વમાં ICICI બેંકનું માર્કેટ કેપ વધીને લગભગ 5.74 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
1986 થી ICICI ગ્રુપ સાથે
બક્ષી 1986થી ICICI ગ્રુપ સાથે જોડાયેલા છે. તેઓ એપ્રિલ 2002માં ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના MD અને CEO બન્યા. તે પછી, ઓગસ્ટ 2010 થી જૂન 2018 સુધી, તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સમાં MD CEOનું પદ પણ સંભાળી ચુક્યા છે.
શિક્ષણ ક્યાં મેળવ્યું
સંદીપ બક્ષીનો જન્મ 28 મે 1960ના રોજ થયો હતો. 62 વર્ષીય બક્ષીએ ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. આ પછી તેણે જમશેદપુરની ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર