કોણ છે આ થિમક્કા જેમને 'મન કી બાત'માં PM મોદીએ યાદ કર્યા

કોણ છે આ થિમક્કા જેમને 'મન કી બાત'માં PM મોદીએ યાદ કર્યા
સાલૂમરદા થિમક્કા

107 વર્ષના વૃદ્ધ બા રાષ્ટ્રપતિ ભવન સમારોહમાં પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિજીને આશિર્વાદ આપે છે.

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2020ના પહેલા 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ગત વર્ષે વાયરલ થયેલા એક વીડિયોને યાદ કર્યા. પીએમ મોદીએ આ ઘટનાને યાદ કરતી કહ્યું કે, પુરા દેશે જોયું કે, કેવી રીતે 107 વર્ષના વૃદ્ધ બા રાષ્ટ્રપતિ ભવન સમારોહમાં પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિજીને આશિર્વાદ આપે છે.

  આ મહિલા હતા સાલૂમરદા થિમક્કા, જે કર્ણાટકમાં વૃક્ષ માતાના નામે ઓળખાય છે. ખુબ જ સાધારણ બેકગ્રાઉન્ડથી આવતા થિમક્કાજીના યોગદાનને દેશે જોયું, સમજ્યું અને સન્માન આપ્યું. તેમને પદ્મશ્રી સન્માન મળી રહ્યું હતું. ભારત આજે દેશની આ મહાન વિભુતિઓને લઈ ગર્વ કરે છે.  ગત વર્ષે મળ્યો હતો પદ્મ પુરસ્કાર
  ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કર્ણાટકમાં હજારો વૃક્ષ છોડ લગાવનાર 107 વર્ષિય સાલૂમરદા થિમક્કાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં થિમક્કાએ રાષ્ટ્રપતિના માથે હાથ મુકી આશિર્વાદ આપ્યા હતા. થિમક્કા પદ્મ પુરસ્કાર લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

  તમને જણાવી દઈએ કે, થિમક્કાએ બરગદના 400 સહિત 8000થી વધારે ઝાડ લગાવ્યા છે અને આજ કારણથી તેમને વૃક્ષ માતાની ઉપાધી મળી છે.

  રાષ્ટ્રપતિએ પણ યાદ કર્યા
  તમને એ પણ જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાને લઈ એક ટ્વીટ પણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ લખ્યું, આ રાષ્ટ્રપતિનું સૌભાગ્ય છે કે તેમને બારતા સૌથી શ્રેષ્ઠ લોકોને સન્માનિત કરવાનો અવસર મળી રહ્યો છે. પરંતુ આજે કર્ણાટકના પર્યાવરણપ્રેમી 107 વર્ષિય સાલૂમરજા થિમક્કાએ મને આશિર્વાદ આપ્યા.
  Published by:News18 Gujarati
  First published:January 26, 2020, 22:39 pm

  ટૉપ ન્યૂઝ