Home /News /national-international /

જાણો કોણ છે, સીબીઆઈના નવા વડા ઋષિકુમાર શુક્લા

જાણો કોણ છે, સીબીઆઈના નવા વડા ઋષિકુમાર શુક્લા

ઋષિ કુમાર શુક્લા એમ.પી. કેડરના આઈ.પી.એસ. અધિકારી છે. ભૂતકાળમાં તેઓ સીબીઆઈમાં કામ કરી ચુક્યા છે. તસવીર (PTI)

ઋષિકુમાર શુક્લા મૂળ ગ્લાલિયરના વતની છે. શુક્લા મહેનતુ, ઈમાનદાર અને સ્વચ્છ છબીના અધિકારી તરીકે ઓળખાય છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : શનિવારે સાંજે આઈપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લાની નિયુક્તી સીબીઆઈના નવા વડા તરીકે કરવામાં આવી છે. પસંદગી સમિતિના સભ્ય અને કોંગ્રેસના નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જુન ખડગે તેના સંકેતો આપ્યા હતા. નવા સીબીઆઈ ડાયરેક્ટરની પસદગી માટે શુક્રવારે વડા પ્રધાન અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમિતિની બેઠક મળી હતી.

    ઋષિ કુમાર શુક્લા મૂળ ગ્વાલિયરના વતની છે. સીબીઆઈમાં તેમનો કાર્યકાળ 31 ઑગસ્ટ 2020 સુધી રહેશે. શુક્લના મહેનતું, ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવે છે. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ શુક્લા વર્ષ 1983માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા.

    રાયપુરથી શરૂઆત
    શુક્લાનો જન્મ વર્ષ 1960માં 23મી ઑગસ્ટે થયો હતો. આઈપીએસની તાલિમ મેળવ્યા બાદ શુક્લાનું પ્રથમ પોસ્ટિંગ રાયપુર જિલ્લામાં સીએસપી તરીકે થયું હતું ત્યારબાદ તેઓ શિવપુરીના એસએસપી તરીકે નિમાયા હતા. વર્ષ 1987માં પહેલવહેલીવાર તેમની નિયુક્તી જિલ્લા પોલીસ વડા તરીકે થઈ હતી. શુક્લાને ત્યારે એસ.પી.નું પદ સોંપાયું હતું. એસ.પી. તરીકે તેમને એમ.પી.ના દમોહ જિલ્લામાં નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ તેઓ શિવપુરી, મંદસોરના એસ.પી. રહ્યા હતા અને ઈંદોર પીટીએસમાં પણ એસ.પી. તરીકે નિયુક્ત થયા હતા.

    આ પણ વાંચો: સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક

    વર્ષ 1992થી વર્ષ 1996 દરમિયાન શુક્લા કેન્દ્રમાં નિયુક્ત થયા હતા. મધ્ય પ્રદેશમાં પરત ફર્યા બાદ તેમને એઆઈજી પ્રસાશન અને ડીઆઈજી સુરક્ષાની મહત્ત્તવપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2004માં ફરી એક વાર તેમની કેન્દ્રમાં નિમણૂક થઈ હતી અને વર્ષ 2007માં મધ્ય પ્રદેશમાં પાછા ફર્યા હતા. કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન તેઓ સીબીઆઈમાં ફરજ બજાવી ચુક્યા છે.

    તેમનું પદ ભોપાલમાં આઈજી સીબીઆઈ તરીકેનું હતું. મધ્ય પ્રદેશ પરત ફર્યા બાદ આઈજી એફએએફ ભોપાલ, આઈજી સુરક્ષા એસટીએફના પદ પર ફરજ બજાવી હતી. ત્યારબાદ આરકે શુક્લાએ એડીજી ઇન્ટેલિજન્સ, એડીજી એસએએફ, ડીજી હોમગાર્ડ, અન પોલીસ હાઉસિંગ કોર્પોરેશન અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. વર્ષ 2009થી વર્ષ 2012 દરમિયાન તેઓ ઇન્ટેલિજન્સના એ.ડી.એજી રહ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Madhya pradesh, સીબીઆઇ

    આગામી સમાચાર