જાણો : કયા-કયા દેશ Corona વાયરસની વેક્સિન બનાવવામાં એકદમ નજીક પહોંચી ગયા

News18 Gujarati
Updated: May 23, 2020, 11:09 PM IST
જાણો : કયા-કયા દેશ Corona વાયરસની વેક્સિન બનાવવામાં એકદમ નજીક પહોંચી ગયા
કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં આ 6 દેશ સૌથી આગળ

હાલના સમયમાં દુનિયાભરમાં કોરોના વાયરસની 115 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી 6 વેક્સિન હ્યુમન ટ્રાયલના તબક્કા સુધી પહોંચી ગઈ છે.

  • Share this:
કોરોના વાયરસથી પૂરી દુનિયા પરેશાન છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તા વૈશ્વિક મહામારીને હરાવવા માટે વેક્સિન બનાવવા અથવા કારગર સારવાર શોધવાની મહેનત કરી રહ્યા છે. સરકારો પણ વેક્સિન બનાવવાના કામમાં લાગેલી કંપનીઓને ફટાફટ મંજૂરીઓ પણ આપી રહી છે. વૈજ્ઞાનિક, શોધકર્તા, વેક્સિન નિર્માતા કંપની દરેક સંભવ સહયોગ કરી રહી છે જેથી કોરોના વાયરસને હરાવવા માટેની વ્યવસ્થા કરી શકાય. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તો પણ વેક્સિન તૈયાર થવામાં અને આ વેક્સિન લોકો સુધી પહોંચાડવામાં ખાસો સમય લાગે તેમ છે. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરતા પહેલા અનેક તબક્કામાંથી તેણે પસાર થવું પડે છે.

અંતમાં હ્યુમન ટ્રાયલના પણ ત્રણ તબક્કા હોય છે

સૌથી પહેલા વેક્સિનનું પરિક્ષણ લેબમાં કરવામાં આવે છે. ત્યારબાદ જાનવરો પર ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં સફળતા મળ્યા બાદ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ કરવામાં આવે છે. કોઈ પણ વેક્સિનના હ્યુમન ટ્રાયલ પણ ત્રણ તબક્કામાં થાય છે. સૌથી પહેલા ઓછી સંખ્યામાં લોકોને પરિક્ષમાં સામેલ કરવામાં આવે છે. તેમાં સફળતા મળ્યા બાદ બીજા તબક્કામાં લોકોની સંખ્યા વધારે રખાય છે. તેમાં કન્ટ્રોલ ગ્રુપ દ્વારા દેખવામાં આવે છે કે, વેક્સીન સુરક્ષિત છે કે નહીં. ત્રીજા અને અંતિમ તબક્કામાં એ શોધવામાં આવે છે કે, વેક્સિનનો કેટલો ખોરાક વાયરસથી બચાવવામાં અસરદાર રહશે. હાલના સમયમાં દુનિયાભરમાં કોરોના વાયરસની 115 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી 6 વેક્સિન હ્યુમન ટ્રાયલના તબક્કા સુધી પહોંચી ગઈ છે. આને વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં મોટુ લક્ષ્ય માનવામાં આવે છે.

અમેરિકા એવી વેક્સિન બનાવવામાં લાગ્યું છે, જે કોઈ પણ વ્યક્તિનિ પ્રતિરોધક ક્ષમતા કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે તૈયાર કરી શકે

નવી શોધ રણનિતિથી વેક્સિન બનાવવામાં લાગ્યું અમેરિકા

અમેરિકામાં મેસાચુસેટ્સની બાયોટેક્નોલોજી કંપની મોડર્ના થેરેપ્યુટિક્સ કોવિડ-19ની વેક્સિન માટે નવી શોધ રણનીતિ પર કામ કરી રહી છે. કંપની એવી વેક્સિન બનાવવાની કોશિસ કરી રહી છે, જે કોઈ પણ વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતાને કોરોનાવાયરસ વિરુદ્ધ લડવા માટે તૈયાર કરી શકે.ચીન પણ કોરોના વાયરસની વેક્સિન બનાવવાની દીશામાં ઝડપથી આગળ વધી રહ્યું. ચીનમાં હાલમાં ત્રણ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.

ચીનમાં પણ હાલના સમયમાં ત્રણ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ચીનની બાયોટેક કંપની કેન્સિનો બાયોલોજિક્સે 16 માર્ચે વેક્સિનની ટ્રાયલ શરૂ કરી હતી. ચીને AD5-nCoV વેક્સિનમાં એડેનોવાયરસના એક ખાસ વર્ઝનનો ઉપયોગ કર્યો છે.

હ્યુમન ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચ્યું બ્રિટન

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટીટ્યુટમાં ChAdOx1 વેક્સિનના વિકાસનું કામ ચાલી રહ્યું છે. ભારતની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા આજ વેક્સિન પર ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કામ કરી રહી છે. આ વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલ્સ બાદ પહેલા હ્યુમન ટ્રાયલમાં પણ સારૂ પરિણામ મળ્યું છે. હવે જેન ઈન્સ્ટીટ્યુટ વેક્સિનને 10 હજાર લોકો પર હ્યુમન ટ્રાયલ કરવાની દીશામાં આગળ વધી રહી છે.

નેધરલેન્ડ અને ઈટલીએ તૈયાર કરી લીધી એન્ટીબોડી

નેધરલેન્ડમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ સામે મુકાબલો કરવા એન્ટીબોડી 47D11ની શોધ કરી લીધી છે. આ એન્ટીબોડી સંક્રમણ ફેલાવતા રોકે છે. આ એન્ટીબોડી કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન પર પ્રહાર કરે છે. ત્યારબાદ તેના સ્પાઈક્સને નષ્ટ કરી વાયરસને બ્લોક કરી દે છે. તેનાથી કોરોના શરીરમાં સંક્રમણ નથી ફેલાવી શકતો. આ પહેલા ઈટલીએ પણ એન્ટીબોડી વિકસીત કરવાનો દાવોકર્યો હતો. ઈટલીએ દાવો કર્યો હતો કે, તેમની બનાવેલી વેક્સિને માનવ કોશિકાઓમાં રહેલા કોરોના વાયરસને ખતમ કરી દીધો. ઈટલીએ પહેલા ઉંદરમાં એન્ટીબોડી તૈયાર કરી. ત્યારબાદ જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા તેને મનુષ્યના પ્રયોગ માટે લાયક બનાવી. ત્યારબાદ આ એન્ટીબોડીનો પ્રયોગ માણસ પર કરવામાં આવ્યો. પરિક્ષણમાં આ પુરી રીતે સફળ થઈ શકી છે.
First published: May 23, 2020, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading