Home /News /national-international /5G Service Launch: 5G સિમ ક્યાં મળશે અને તમારો મોબાઇલમાં કેવી રીતે 5G નેટવર્ક પકડાશે તે જાણો

5G Service Launch: 5G સિમ ક્યાં મળશે અને તમારો મોબાઇલમાં કેવી રીતે 5G નેટવર્ક પકડાશે તે જાણો

ફાઇલ તસવીર

5G Service Launch: હાલ તો બજારમાં 2જી, 3જી અને 4જી સિમ હાજર છે. હવે 5જી સિમની વાત કરીએ તો તે 4જી સિમ જેવું જ હશે. જાણકારી પ્રમાણે 4જી સિમના સાઇઝ અને શેપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

    નવી દિલ્હીઃ ભારતમાં આજથી 5જી યુગનો શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 1 ઓક્ટોબરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારતીય મોબાઈલ કોંગ્રેસમાં 5જી સેવાનો શુભારંભ કર્યો હતો. પહેલા ફેઝમાં 13 શહેર અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણે સામેલ છે. ત્યારબાદ 5જી દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, 5G સર્વિસ શરૂ થતા પહેલાં જ 5જી સ્માર્ટ ફોન બજારમાં આવી ચૂક્યાં છે અને સર્વિસ ચાલુ થતાં જ લોકો સુપરફાસ્ટ 5જી ઇન્ટરનેટની મજા માણી શકશે. જો કે, એક સવાલ ઊભો થાય છે કે, 5જી નેટવર્ક આવ્યા પછી 5જી સિમ કેવી રીતે મળશે અને 5જી સિમ કાર્ડ પર પોતાનો જૂનો નંબર કેવી રીતે યુઝ કરી શકાશે, તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે 5જી સ્માર્ટફોન પર 5જી સિમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

    SIMના સાઇઝમાં બદલાવ નહીં થાય


    ઉલ્લેખનીય છે કે, આ સમયે બજારમાં 2જી, 3જી અને 4જી સીમ તો છે જ. અત્યારે ફીચર ફોન યુઝર્સ જ્યાં 2જી સીમ વાપરે છે, ત્યાં સ્માર્ટફોન યુઝર્સ 3જી અને 4જી બંને સિમ ઉપયોગ કરી છે. જો 3જી સિમની વાત કરીએ તો તે 4જી સીમ જેવું જ હશે. જાણકારી અનુસાર 4જી સિમના સાઇઝમાં અને શેપમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં.

    4જી સિમ 5જી નેટ પકડશે


    હાલ તમે જે કંપનીનું 4જી સીમ વાપરી રહ્યા છો, તે 5જી પણ પકડી શકશે. જો કે તે કેવી રીતે શક્ય બનશે તે હજુ સુધી જાણી શકાયું નથી. હકીકતમાં સિમમાં કોઈ ટેક્નિક હોતી નથી. સિમના માધ્યમથી તમને માત્ર એક યુનિક ID આપવામાં આવે છે અને તે હિસાબે તમારો નંબર પ્લાન એક્ટિવ કરવામાં આવશે. એવામાં તમને અન્ય કોઈ વધારાનું સિમ કાર્ડ લેવાની જરૂર નહીં પડે.

    કયા મોબાઇલ ફોનમાં 5જી સિમ ચાલશે


    5જી સિમનો ઉપયોગ માત્ર 5જી ફોનમાં જ થશે. આ સાથે જે લોકો 5જી ફોન ખરીદી ચૂક્યાં છે તેમણે અલગથી 5જી સિમ ખરીદવાની જરૂર નહીં પડે. ગ્રાહકો તેમના 4જી સિમમાં જ 5જી નેટ કનેક્ટ કરી શકશે.
    Published by:Vivek Chudasma
    First published:

    विज्ञापन
    विज्ञापन