PM મોદી 4 મહિનાના બ્રેક બાદ આજે કરશે 'મન કી બાત', ચૂંટણી બાદ પહેલો કાર્યક્રમ

News18 Gujarati
Updated: June 30, 2019, 7:22 AM IST
PM મોદી 4 મહિનાના બ્રેક બાદ આજે કરશે 'મન કી બાત', ચૂંટણી બાદ પહેલો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમ કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર મહિના બાદ આજ સવારે 11 વાગ્યે 'મન કી બાત' કાર્યક્રમ કરશે. લોકસભા ચૂંટણી 2019 બાદ આ તેમનો પહેલો કાર્યક્રમ હશે. પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન 24 ફેબ્રુઆરીએ અંતિમ કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાને લઈ તેને થોડા સમય માટે રોકવામાં આવી રહ્યો છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની જનતા તેમને ફરી સત્તામાં પહોંચાડશે અને તેઓ ફરી મેના અંતિમ રવિવારે 'મન કી બાત' કરશે.

આ કાર્યક્રમ પીએમ મોદીની ઘોષણાથી લગભગ એક મહિના વિલંબથી શરૂ થઈ રહ્યો છે કારણ કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ 30 મેના રોજ પીએમ પદના શપથ લીધા હતા. પોતાના પહેલા શાસનકાળમાં પીએમ મોદીએ 53 વાર આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતું.

Loading...

આ પણ વાંચો, G20 સમિટ : ભારત પરત ફર્યા PM મોદી, અંતિમ દિવસે કરી 6 મિટિંગ

હવે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને મન કી બાત કાર્યક્રમ ફરી શરૂ થવાની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદીએ લખ્યું કે, સકારાત્મકતાની શક્તિ અને 130 કરોડ ભારતીયોની તાકાતનો ઉત્સવ મનાવવા માટે ચાર મહિના બાદ મન કી બાત ફરી પરત આવી રહ્યો છે. કાલે સવારે 11 વાગ્યે સાંભળજો.

પોતાના અંતિમ મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, માર્ચમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ વશે. હું પણ આ વખતે ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જઈ રહ્યો છું. એવામાં જ્યારે આચાર સંહિતા લાગુ થશે તો મન કી બાત નહીં કરી શકું. લોકતંત્રનું સન્માન કરતાં આગામી મન કી બાત મે મહિનાના અંતિમ રવિવારે કરીશ.
First published: June 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...