લખનઉ : ગાડીઓ પર જાતિસૂચક કોઈ શબ્દ લખેલો હોય તો પણ યૂપી પોલીસ (UP Police)અને પરિવહન વિભાગ મેમો આપી રહ્યા છે. કોઈ વ્યક્તિએ ઇણ્ટીગ્રેટેડ ગ્રિવાન્સ રિડ્રેસવ સિસ્ટમને (IGRS)ફરિયાદ કર્યા પછી આ મેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. કાનૂન કહે છે કે ગાડીઓના નંબર પ્લેટ પર નંબર સિવાય કશું પણ લખવું ખોટું છે. નંબરના ફોન્ટ સાઇઝ અને તેની સ્ટાઇલ પણ નિયમ પ્રમાણે હોવા જોઈએ.
જાતિ સિવાય નંબર પ્લેટ પર ઘણું બધુ લખેલું હોય છે. જાહેર રસ્તા પર સેંકડો ગાડીઓ મળી જશે. નંબર પ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકાર, યૂપી પોલીસ, ન્યાયધીશ, વકીલ, પત્રકાર, ડિફેન્સ, ધારાસભ્ય અને સાંસદ લખેલું જોવા મળે છે. કેન્દ્ર સરકારના મોટર રુલ્સનો આ ખુલ્લો ભંગ છે. એક્ટમાં દંડ પણ નિર્ધારિત છે પણ આ તરફ પોલીસ અને પરિવહન વિભાગનું ધ્યાન ભાગ્યે જ જાય છે. પરિવહન વિભાગમાં એડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશ્નર (રાજસ્વ) અરવિંદ પાંડેયએ વિસ્તારથી જણાવ્યું કે શું ખોટું છે અને શું સાચું?
સવાલ - ગાડીયોના નંબર પ્લેટ પર શું શું ના લખી શકાય?
જવાબ - CMVR - CENTRAL MOTOR VEHICLE RULES આપણને જણાવે છે કે ગાડી અને તેના ઉપર લાગેલી નંબર પ્લેટ કેવી હોવી જોઈએ. નિયમમાં સ્પષ્ટ લખ્યું છે કે ગાડીની નંબર પ્લેટ પર નિર્ધારિત ફોર્મેટ સિવાય કશું પણ ના લખેલું હોવું જોઈએ. મોટર વ્હિકલ એક્ટની કલમ 177માં તે માટે દંડની પણ જોગવાઇ છે. પ્રથમ વખત ભંગ કરવા પર 500 રૂપિયા અને બીજી વખત ભંગ કરવા પર 1500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
આ પણ વાંચો - વિરાટ કોહલીએ મેળવી મોટી સિદ્ધિ, આઈસીસીએ દશકનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો
સવાલ - ગાડીના નંબર પ્લેટ સિવાય ગાડીના કાચ પર ઘણું બધુ લખવામાં આવે છે. શું આમ કરવા પર દંડ ફટકારી શકાય?
જવાબ - કોઈ એવો પ્રોહિબિટરી ક્લોઝ નથી કે તમે કાચ પર કે ગાડીના કોઈ ભાગ પર લખી શકો નહીં. જોકે એવું પણ ક્યાંય નથી કે તમે લખી શકો છો. જો કોઈ આમ કરે તો તેને એક્ટની કલમ 177 અંતર્ગત કવર કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. કાચ પર લખેલું હોય તો પણ ગાડીનું ચલણ કાપવામાં આવી શકે છે.
ટ્રાન્સપોર્ટ કમિશ્નર ધીરજ શાહુ સાથે પણ ન્યૂઝ 18એ વાત કરી હતી. તેમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે જાતિ સૂચક શબ્દ લખવા પર કાર્યવાહી થઈ રહી છે પણ બાકી શબ્દો લખવા પર કાર્યવાહી કેમ થતી નથી ? ધીરજ શાહુએ કહ્યું કે આવું નથી. પ્રવર્તન દળ હંમશા આ પ્રકારના વિશેષ અભિયાન ચલાવ્યા કરે છે. જ્યારે ગાડીઓ પર હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લાગી જશે તો તેનાથી સમસ્યા ખતમ થઈ જશે. ધીરજ શાહુએ સ્પષ્ટ કર્યું કે નિયમનાં ભંગમાં ગાડીને સીઝ કરવાની કોઈ જોગવાઇ નથી. જૂનો દંડ જ વસુલવામાં આવશે.