નવી દિલ્હી : 1 કરોડ 80 લાખની આસપાસ કોરોના વાયરસ સંક્રમણના કેસ અને 6 લાખ 85 હજારથી વધારે મોતના આંકડા બાદ પૂરી દુનિયાની જરૂરિયાત એન્ટી કોવિડ-19 વેક્સીન છે. વિશ્વના દરેક ખૂણામાં વૈશ્વિક મહામારીના સમયમાં માનવતા માટે એક વેક્સીનની આશા છે, અને આ આશા પૂરી કરવામાં સૌથી મોટી અડચણ બની રહ્યું છે વેક્સીન રાષ્ટ્રવાદ! જીહાં, આ શબ્દ 2009માં H1N1 મહામારીના સમયમાં શબ્દકોષમાં જોડાયો હતો, પરંતુ ત્યારે આ શબ્દનો ખુબ ઉપયોગ થયો હતો.
શું બલા છે વેક્સીન રાષ્ટ્રવાદ?
વેક્સીન નિર્માતા કંપનીઓ સાથે મળી ઉત્પાદન પહેલા જ વેક્સીનના ડોઝ પોતાના દેશના લોકો અથવા નાગરીકો માટે સુરક્ષિત કરવાને વેક્સીન રાષ્ટ્રવાદ માનવામાં આવે છે. કેટલાક દેશ તો દેશને વેક્સીનમાં પ્રાથમિકતા આપવા માટે નિર્માતાઓ અન્ય દેશોમાં વેક્સીન ન વેચી શકે તે માટે પ્રતિબંદ પણ લાગુ કરવા લાગ્યા છે. એવામાં મુશેકેલી એવા દેશો પર તૂટી પડશે, જે ગરીબ હોવાના કારણે વેક્સીન બનાવવા અને ખરીદવામાં સક્ષમ નહીં હોય.
આઈસીએમઆરની હાલમાં થયેલી એક કોન્પરન્સમાં દુનિયાના પ્રખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે કહ્યું કે, દુનિયામાં બહુ ઓછા દેશ વેક્સીન ઉત્પાદનની ક્ષમતા રાખે છે. એવામાં જો કોઈ એવું કહેવા લાગે કે આ અમારા દેશની વેક્સીન છે, જેથી આ અમારા દેશના લોકો માટે જ છે તો! જ્યાં સુધી એક પણ દેશમાં કોરોના સંક્રમણ રહેશે, ત્યાં સુધી પૂરી દુનિયાની સામે સંક્રમણનો ખતરો હંમેશા બન્યો રહેશે.
કઈ પ્રકારનું સંકટ છે આ?
કોવિડ-19 પર રિસ્પોન્સ માટે યૂરોપિયન કમીશનના અધ્યક્ષ માટે ખાસ સલાહકાર પાયટનું માનીએ તો આ વૈશ્વિક મહામારી ન માત્ર લોક સ્વાસ્થ્ય સિસ્ટમ અને વિજ્ઞાન માટે જ પડકાર નથી, પરંતુ આ સમયમાં ભૌગોલિક રાજનિતી માટે પમ સૌથી મોટું સંકટ છે. કોવિડની ચપેટમાં આવેલા સહયોગી દેશો માટે વેક્સીનના વિકાસ અને ત્યાં વિતરણ માટે યૂરોપિયન કમીશને 10 અબજ યૂરો ભેગા કર્યા છે.
પાયટ અનુસાર, જે દેશ પોતાના નાગરીકો માટે પહેલા વેક્સીન હાસિલ કરી લેશે, તેમણે આર્થિક, રાજનૈતિક અને રણનૈતિક રીતે વધારે ફાયદો હશે. જેથી આ મુદ્રા પર વાતચીત કરવી જરૂરી છે.
વેક્સીન બની તો બરાબરમાં વહેંચવામાં આવશે?
દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સંસ્થા WHO સુધી એવા આક્ષેપ લાગ્યા છે કે, તેણે કોવિડ-19ને સારી રીતે હેન્ડલ નથી કર્યું. તમામ શક્તિશાળી દેશો પર પણ આ આરોપ લાગ્યા છે. એવામાં કોઈ એવી આસા રાખે છે કે, વેક્સીન બની તો, તેને માનવતાના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે, આ વધારે આશાવાદી હોવું માની શકાય. સચ્ચાઈ એ છે કે, કોવિડ વેક્સીન બનવા પર તેને જડપથી, ઈમાનદારી અને બરાબરની વહેંચણીમાં ઉપલબ્ધ કરાવવા માટે એક તંત્ર COVAXને અત્યાર સુધીમાં 75 દેશ તરફથી રજા મંજૂરી મળી ગઈ છે.
COVAXનો ઉદ્દેશ્ય છે કે, 2021ના અંત સુધી વેક્સીનના સુરક્ષિત અને અસરદાર બે અબજ ડોઝ ડિલિવર કરવામાં આવે. આ ડોઝ આબાદીના હિસાબથી સાથી દેશોને બરાબરીની બાવના સાથે વહેંચવાનું લક્ષ્ય પણ છે. ત્યારબાદ જે ડોઝ હશે, તેને દેશની જરૂરિયાત અને ત્યાં કોવિડ-19ના ખતરાને જોતા વહેંચવામાં આવશે. COVAX તંત્ર હેઠળ ઈમરજન્સીની પરિસ્થિતિમાં માનવતાના હિસાબે કેટલાક ડોઝ બફરમાં રાખવામાં આવશે.
કુલ મિલાવી વાત એ છે કે, વેક્સીન રાષ્ટ્રવાદ વધારે હાવી થવાને લઈને COVAX જેવા આંતરરાષ્ટ્રીય પ્રયાસની જરૂરત રજૂ કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, આ પ્રકારની અનેક સંસ્થાઓ અનેક સ્તર પર એ સુનિશ્ચિત કરવામાં લાગી છે કે, વેક્સીન મહાશક્તિઓનો વ્યાપાર બનીને ન રહી જાય, પરંતુ જરૂરિયાતમંદ દેશો સુધી પહોંચી શકે.