FACT CHECK: સાઇકલ ગર્લ જ્યોતિ સાથે દુષ્કર્મ અને હત્યાના સમાચાર માત્ર એક અફવા

News18 Gujarati
Updated: July 5, 2020, 11:27 AM IST
FACT CHECK: સાઇકલ ગર્લ જ્યોતિ સાથે દુષ્કર્મ અને હત્યાના સમાચાર માત્ર એક અફવા
પોતાના પિતા સાથે જ્યોતિની ફાઇલ તસવીર

જ્યોતિ નામની અન્ય એક છોકરીના મોતની ઘટનાને સાઇકલ ગર્લ જ્યોતિ સાથે જોડી અફવા ફેલાવવામાં આવી

  • Share this:
(અમરેન્દ્ર કુમાર, વિપિન કુમાર દાસ)

દરભંગાઃ લૉકડાઉન (Lockdown) દરમિયાન પિતાને ગુરુગ્રામથી દરભંગા 1200 કિલોમીટરનું અંતર સાઇકલથી કાપી પહોંચેલી સાઇકલ ગર્લ જ્યોતિ (Cycle Girl Jyoti)ની સાથે દુષ્કર્મ અને હત્યાના અહેવાલો માત્ર અફવા છે. છેલ્લા 24 કલાકમાં સોશિયલ મીડિયા (Social Media)ના લગભગ તમામ પ્લેટફોર્મ પર આ સમાચાર વાયરલ રહ્યા પરંતુ ન્યૂઝ18એ જ્યારે આ અહેવાલ અંગે તપાસ કરી તો તે બિલકુલ પાયાવિહોણી અને ખોટી હોવાનું સામે આવ્યું, જેને કેટલાક લોકોએ માત્ર બીજી છોકરીના મોત સાથે જોડીને અફવા તરીકે પ્રચલિત કરી દીધી. તેને લઈને દરભંગા પોલીસે (Darbhanga Police) પણ કડકાઈ દર્શાવી છે. એસએસપી બાબૂ રામે ખોટા સમાચાર પોસ્ટ કરવાની બાબતની ગંભીર નોંધ લીધી છે અને ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે.

શનિવારે ફેલાઈ હતી દુષ્કર્મ બાદ હત્યાની અફવા

શનિવાર સવારે સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ ગઈ કે પિતાને 1200 કિલોમીટર દિલ્હીથી દરભંગા લઈ જનારી સાહસી સાઇકલ ગર્લના નામથી જાણીતી બનેલી જ્યદોતિ કુમારી જ્યારે કેરી તોડવા ગઈ હતો તો તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી. સાઇકલ ગર્લના નામથી જોડાયેલા આ ખોટા સમાચાર થોડાક જ કલાકોમાં વાયરલ થઈ થયા અને તેની સત્યતા જાણ્યા વગર લોકોએ આ ખોટા સમાચારને પોસ્ટ અને શૅર કરવાનું શરૂ કરી દીધું. તેનાથી સોશિયલ મીડિયા પર બિહાર સરકાર સહિત દરભંગા પોલીસની વિરુદ્ધ નકારાત્મક માહોલ ઊભો થયો. લોકોએ હત્યારાઓની ધરપકડની માંગ કરવાની સાથોસાથ જ્યોતિને ન્યાય અપાવવા માટે પણ સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થઈ ગયું.

શું છે જ્યોતિની હત્યાનો મામલો?

મૂળે, આ સમગ્ર અફવા એક જ નામની બે છોકરીઓના કારણે થયો. 1 જુલાઈના રોજ દરભંગાના જ પતોર ઓપી ક્ષેત્રની રહેનારી 12 વર્ષીય જ્યોતિ પાસવાનની હત્યા તે સમયે કરવામાં આવી જ્યારે તે સવાર ઘરની બાજુમાં અરૂણ મિશ્રાના બાગમાં કેરી તોડી રહી હતા. આરોપ છે કે બગીચાના માલિકે પોતાના બાગને બચાવવા માટે વીજળીના ખુલ્લા વાયર ફેલાવી રાખ્યા હતા જેમાં વીજળીનો કરંટ ચાલુ હતો. તેના સંપર્કમાં આવવાથી જ્યોતિનું મોત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ ઘણા લોકો સહિત રાજકીય પાર્ટીઓ અને પરિવારના લોકોએ જ્યોતિની સાથે દુષ્કર્મ થવાનો પણ આરોપ લગાવ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યોતિની સાથે દુષ્કર્મની પુષ્ટ નથી થઈ. આ ઘટનામાં મુખ્ય આરોપી હજુ ફરાર છે. દરભંગામાં આ જ જ્યોતિની હત્યા થઈ જેને લોકોએ માત્ર એક સરખું નામ હોવાના કારણે સાઇકલ ગર્લ જ્યોતિ સાથે જોડી દીધું અને સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ ગઈ. 

આ પણ વાંચો, Kanpur Shootoutમાં કાવતરાની ગંધ! પોલીસ સ્ટેશનથી ફોન કરી ગામની વીજળી ડૂલ કરવામાં આવી હતી

સાઇકલ ગર્લના પરિવારે મીડિયાથી રાખ્યું છે અંતર

આ સમગ્ર પ્રકરણ વિશે સાઇકલ ગર્લ અને તેના પરિવારને કોઈ જાણ નથી. જોકે આ મામલાને લઈ જ્યોતિના પરિવાર તરફથી કોઈ પણ નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું કાર ણ કે હજુ આ પરિવાર ફિલમ પ્રકરણને લઈ ચાલી રહેલા વિવાદના કારણે મીડિયાથી અંતર રાખી રહ્યું છે.

આ પણ વાંચો, મૌલાનાના જનાજામાં એકત્ર થયા 10 હજાર લોકો, કોરોનાના ડરથી 3 ગામો સીલ

SSPએ શું કહ્યું? - પોલીસ સહિત સમગ્ર દરભંગા માટે માથાનો દુખાવો બની ચૂકેલી આ અફવા બાદ SSP બાબૂ રામે સોશિયલ મીડિયામાં એ લોકોને સચેત કરવાનું શરૂ કરી દીધું જેઓએ આ અફવાને હવા આપી છે. સાઇકલ ગર્લ જ્યોતિના કમતૌલ પોલીસ સ્ટેશન હદના ઇન્ચાર્જ આમ તો તમામ લોકોને ચિન્હિત કરી ફરિયાદ નોંધી કાયદાકિય કાર્યવાહીના આદેશ આપ્યા છે.
First published: July 5, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading