ભારત હવે સરળતાથી શત્રુઓને શોધી શકશે, જાણો BECA કરારથી જોડાયેલી મોટી વાત

રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ચર્ચા કરતા અમેરિકી રક્ષા પ્રમુખ માર્ક એસ્પર (ફોટો-ANI)

 • Share this:
  ભારત અને અમેરિકાની વચ્ચે 2+2 મંત્રીસ્તરની બેઠકમાં બેઝિક એક્સચેન્જ એન્ડ કોર્પરેશન એગ્રીમેન્ટ (Basic Exchange and Cooperation Agreement(BECA)) પર હાલ કરાર થયા છે. આ પછી અમેરિકા ભારતની સાથે જિયો સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ (Geo Spatial Intelligence) શેર કરી શકશે અને ભારતની જટિલ મિસાઇલ ટેકનીક (Missile Technology) સુધી પહોંચવાની અનુમતિ મળશે. અમેરિકી સરકારના મંત્રી માઇક પોમ્પિયા (Mike Pompio) અને માર્ક એસ્પર(Mark Esper) સોમવારે ભારત પહોંચ્યા હતા. બંનેએ મંગળવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) સાથે ચર્ચા કરી હતી.

  BECA કરારથા ભારતના સૈન્ય એપ્લીકેશન્સ સંબંધિત જાણકારી આપશે. જે હેઠળ બંને દેશ મેપ, નોટિકલ અને એરોનોટિકલ ચાર્ટ કર્મશિયલ અને બીજી અનક્લાસિફાઇડ તસવીરો પર શેર કરી શકે છે. આ સમજૂતી પછી ભારત હિંદ મહાસાગરમાં ચીનના જંગી જહાજો પર બારીકાઇથી નજર રાખી શકશે. અને અમેરિકા પોતાના આર્મી સેટેલાઇટ દ્વારા સંવેદનશીલ ભૌગલિક ક્ષેત્રથી જોડાયેલી જાણકારી ભારતની સાથે શેર કરશે.

  આમ હવે ફરી બાલાકોટ જેવી સર્જિકલ સ્ટ્રાઇક થાય છે તો ભારતને પોતાના ટારગેટ વિષે જાણકારી મેળવવામાં સરળતા રહેશે. હવે ભારત આ માટે અમેરિકાની સેટેલાઇટ અને બીજા ડેટાનો ઉપયોગ કરી શકશે. જોકે યુપીએ સરકાર આ સમજૂતને લઇને ગોપનીયતા મામલે ચિંતા વ્યક્ત કરી છે.
  ભારતીય અધિકારીઓએ કહ્યું કે આ ચર્ચા દરમિયાન બંને પક્ષોએ 175 સુધી ચાલી રહેલા ચીની પીપુલ્સ લિબરેશન આર્મી સાથે ભારતીય સેનાના ટકરાવને લઇને પણ ચર્ચા કરી.

  વધુ વાંચો : Video : ગાડીમાંથી યુવક ઉતર્યો અને યુવતી લમણે મૂકી દીધી બંદૂક અને પછી થયું આ કાંડ

  તેમણે જણાવ્યું કે આ ત્રણ અધિકારીઓ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સારા કરવા માટે પણ ડિટેલમાં ચર્ચા કરી. અને વૈશ્વિક સ્તરે પણ સુરક્ષિત પરિસ્થિતિ ઊભી કરવા પર વાત કરી.

  ડીલ બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ પોમ્પિયોએ કહ્યું કે આજે બે મહાન લોકતંત્રોનું વધુ નજીક આવવાનો શાનદાર પ્રસંગ છે. આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી દેશની સુરક્ષા અને સ્વતંત્રતા સામેના ખતરાનો સામનો કરવા માટે આજે અમે ચર્ચા કરવા માટે ઘણું બધું કરી રહ્યા છીએ. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, છેલ્લા બે દશકમાં આપણા દ્વિપક્ષીય સંબંધો સતત મજબૂત થયા છવે. એવા સમયમાં જ્યારે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કાયમ રાખવી વિશેષ રીતે અગત્યની છે.
  Published by:Chaitali Shukla
  First published: