જાણો, ચલણી નોટો પર છપાતી ગાંધીજીની તસવીરની કહાની!

News18 Gujarati
Updated: October 2, 2019, 8:44 AM IST
જાણો, ચલણી નોટો પર છપાતી ગાંધીજીની તસવીરની કહાની!
ચલવણી નોટ પર ગાંધીજીની તસવીર

સૌપ્રથમ વખત ગાંધીજીની તસવીર ભારતીય નોટ પર વર્ષ 1969માં છપાઈ હતી. આ વર્ષ તેમની જન્મજયંતીનું હતું.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ચલણી નોટોમાં છેલ્લા ઘણા સમયથી બદલાવ થઈ રહ્યો છે. પરંતુ લાંબા સમયથી એક વસ્તુ બદલાઈ નથી. આ વસ્તુ મહાત્મા ગાંધીની તસવીર છે. આજે દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અમે તમને મહાત્મા ગાંધીની તસવીર પ્રથમ વખત બેંક નોટ પર ક્યારે છપાઈ હતી અને તસવીર ક્યાંથી આવી હતી તેના વિશે જણાવી રહ્યા છીએ.

ક્યાંથી આવી ગાંધીજીની તસવીર : સૌપ્રથમ વખત ગાંધીજીની તસવીર ભારતીય નોટ પર વર્ષ 1969માં છપાઈ હતી. આ વર્ષ તેમની જન્મજયંતીનું હતું.

આ નોટ પર ગાંધીજીની તસવીરમાં પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. જ્યારે પ્રથમ વખત ગાંધીજીની તસવીર નોટ પર છપાઈ હતી ત્યારે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. આ સમયે આરબીઆઈના ગવર્નર એલકે ઝા હતા.

આ તસવીર એ સમયની છે જ્યારે ગાંધીજીએ તત્કાલિન બર્મા (મ્યાનમાર) અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેન્સ સાથે કોલકાતા હાઉસ સ્થિત વાઇસરોય હાઉસમાં મુલાકાત લીધી હતી. આ જ તસવીરમાંથી ગાંધીજીની ચહેરો પોટ્રેટ રૂપે ભારતીય નોટો પર અંકિત કરાયો હતો.

કિંગ જ્યોર્જની તસવીર પણ ભારતીય નોટો પર છપાતી હતી : ભારતીય રૂપિયો 1957 સુધી 16 આનામાં હતો. જે બાદમાં મુદ્દાની દશમલવ પ્રણાલી અપમાવવામાં આવી હતી અને એક રૂપિયાનું નિર્માણ 100 પૈસામાં કરવામાં આવ્યું.

કિંગ જ્યોર્જની ફોટોવાળી નોટ 1949 સુધી ચલણમાં હતી. જે બાદમાં અશોક સ્તંભ સાથેની નોટ આવી હતી. મહાત્મા ગાંધી વાળી કાગળની નોટની શરૂઆત 1996માં શરૂ થઈ હતી, જે હજુ સુધી ચલણમાં છે.

1996માં નોટમાં બદલાવ થયો : આજે ગાંધીજીની નોટ પર ગાંધીજીની તસવીર જોઈ રહ્યા છીએ, તે પહેલા ત્યાં અશોક સ્તંભનું ચિત્ર હતું.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1996માં નોટોમાં પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો. જે પ્રમાણે અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર અને અશોક સ્તંભની તસવીર નોટની ડાબી બાજુ નીચેના હિસ્સામાં અંકિત કરવામાં આવી હતી.

RBIએ જણાવી આ ખાસ વાત : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે તમામ નોટો પર વૉટર માર્ક એરિયામાં મહાત્મા ગાંધીનો ફોટો છાપવાની ભલામણ 15 જુલાઈ 1993 અને નોટની જમણી જગ્યાએ મહાત્મા ગાંધીની ચિત્ર મુદ્રિત કરવાની ભલામણ 13 જુલાઈ 1995ના રોજ આરબીઆઈએ કેન્દ્ર સરકારને કરી હતી.

આરબીઆઈએ એક જવાબમાં કહ્યુ હતુ કે આ નિર્ણય કેન્દ્ર સરકારે ક્યારે લીધો હતો, ક્યારે લાગૂ થયો, અને કઈ તારીખે મહાત્મ ગાંધીની તસવીર ભારતીય નોટો પર છાપવાની શરૂઆત થઈ તેની કોઈ જાણકારી તેમની પાસે ઉપલબ્ધ નથી.

1869માં ગાંધીજીનો જન્મ થયો હતો : ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ બીજી ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મોહનચંદ કરમચંદ ગાંધીને લોકો પ્રેમથી બાપુ કહીને બોલાવે છે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading