ટીમ ડોભાલના આ ત્રણ મહારથીઓએ 'મિશન કાશ્મીર'ને બનાવ્યું સફળ

News18 Gujarati
Updated: August 16, 2019, 1:03 PM IST
ટીમ ડોભાલના આ ત્રણ મહારથીઓએ 'મિશન કાશ્મીર'ને બનાવ્યું સફળ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (ફાઇલ તસવીર)

પીએમ મોદી અને અમિત શાહના આ મિશનનું લક્ષ્ય છે કાશ્મીરમાં 'સ્થાયી રીતે શાંતિ સ્થાપિત કરવી'

  • Share this:
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારો આર્ટિકલ 370 હવે ઈતિહાસ બની ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે અશક્ય લાગતાં આ નિર્ણય પહેલા જોરદાર તૈયારી કરી હતી. યોજનાને સફળ બનાવવા માટે સેના, વાયુસેના, એનટીઆરઓ, આઈબી, રો, અર્ધસૈનિક દળો અને રાજ્યની બ્યૂરોક્રેસીની સાથે સામંજસ્ય ઊભું કર્યુ. અજિત ડોભાલ નરેન્દ્ર મોદી સરકારની કાશ્મીર યોજનાને પ્રભાવી રૂપે લાગુ કરવા માટે એક બહુસ્તરીય રણનીતિ પર કામ કરી રહ્યા છે. ડોભાલ અને તેમની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના 'મિશન કાશ્મીર'ને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પીએમ મોદી એન અમિત શાહના આ મિશનનું લક્ષ્ય છે કાશ્મીરમાં 'સ્થાયી રીતે શાંતિ સ્થાપિત કરવી'. આ મિશનમાં અજિત ડોભાલને રાજ્યમાં બ્યૂરોક્રેસી અને સુરક્ષા વિશેષજ્ઞોની એક ટીમ દ્વારા સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. આવો જાણીએ અજીત ડોભાલની ટીમના ત્રણ મહત્વપૂર્ણ સભ્યો વિશે...

બીવીઆર સુબ્રહ્મણ્યમ

બીવીઆર સુબ્રહ્મણ્યમ જમ્મુ-કાશ્મીર પ્રદેશના મુખ્ય સચિવ છે. કેન્દ્ર તરફથી જમ્મુ-કાશ્મીરમાં તેમને જ્યારથી જવાબદારી સોંપી છે ત્યારથી સતત કામ કરી રહ્યા છે. બીવીઆર સુબ્રહ્મણ્યમને પ્રદેશ અને પીએમઓની વચ્ચે સમન્વયની જવાબદારી મળી છે. તેઓ હાલમાં પ્રદેશમાં ખાદ્ય પુરવઠો પૂરો પાડવાનું કામ પણ જોઈ રહ્યા છે, જેથી સામાન્ય કાશ્મીરી જનતાને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો, આર્ટિકલ 370 પર અરજી કરનારને SCએ ખખડાવ્યા : આવી અરજી કેમ કરો છો?

કે. વિજય કુમાર

આ એ જ વિજય કુમાર છે, જેઓએ કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનની વિરુદ્ધ ખૂબ જ સફળ ઓપરેશનને અંજામ આપ્યો હતો અને તેને ઠાર માર્યો હતો. વિજય કુમારને રાજ્યપાલ શાસન અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિજય કુમારની પાસે સુરક્ષા દળો અને પ્રદેશના પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલન કરવાની જવાબદારી પણ છે. વિજય કુમાર જમ્મુ-કાશ્મીરના વિભિન્ન નેતાઓથી પણ વાતચીત કરી રહ્યા છે. તેઓએ જ જમ્મુ-કાશ્મીરની જેલોમાં કેદ આતંકીઓને દેશના દૂરના વિસ્તારોની જેલોમાં મોકલવાના કામને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.આ પણ વાંચો, "મને પશુઓની જેમ પૂરી દેવામાં આવી છે," મહેબૂબા મુફ્તિની દીકરીએ અમિત શાહને પત્ર લખ્યો

ડીજીપી દિલબાગ સિંહ

દિલબાગ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસ વિભાગના પ્રમુખ પદે છે. ડીજીપી દિલબાગ સિંહની જવાબદારી પોલીસ દળને પૂરી મજબૂતીની સાથે નેતૃત્વ આપવાનું છે. પોલીસકર્મીઓના જોશને કાયમ રાખવાનું છે. દિલબાગ સિંહે રાજ્યના અનેક સંદિગ્ધ પોલીસ અધિકારીઓને ઓળખીને તેમના ઇરાદાઓને નિષ્ફળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓએ સેના અને અર્ધસૈનિક દળોની સાથે પ્રદેશ પોલીસનો સમન્વય કાયમ રાખ્યો છે, જેનાથી દરેક સ્તેર ઇન્ટેલિજન્સ ઇનપુટને શેર કરવામાં સરળતા રહેશે અને રાજ્યની સુરક્ષાને મજબૂતી મળે.

આ પણ વાંચો, પુણ્યતિથિ: જો અટલજી ન હોત તો આ 4 મામલે ભારત પાછળ રહી જાત
First published: August 16, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading