તમારી ટ્રેન ટિકિટ કેન્સલ થાય તો રેલવે કરે છે કરોડોની કમાણી !

આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે આ જાણકારી માગી હતી કે શું રેવલે ટિકિટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી ફીને ઘટાડવાનું વિચાર ચાલી રહ્યો છે ?

આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે આ જાણકારી માગી હતી કે શું રેવલે ટિકિટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી ફીને ઘટાડવાનું વિચાર ચાલી રહ્યો છે ?

 • Share this:
  ભારતીય રેલવે ટિકિટ બુકિંગની મદદથી કમાણી તો કરે જ છે, પરંતુ કોઇ મુસાફરની ટ્રેન ટિકિટ કેન્સલ થાય તો પણ રેલવેને કરોડોની આવક થાય છે. આ જાણકારી RTIના મદદથી સામે આવી છે. ભારતીય રેલવેએ વર્ષ 2018-19માં ટિકિટ કેન્સલ થવાથી 1,536.85 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી.

  મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે જાણકારી આપી કે તેઓને રેલ મંત્રાલયના રેલવે સૂચના પ્રણાલી કેન્દ્રમાંથી અલગ અલગ અરજી પર આ જાણકારી મળી છે. આરટીઆઇ આવેદનમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબ પ્રમાણે રેલવેએ બુકિંગ ટિકિટને નિરસ્તીકરણથી 1,518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 1 ઓગસ્ટથી બિલકુલ ફ્રી થઈ જશે SBIની આ સર્વિસ!

  ઉલ્લેખનીય છે કે આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે આ જાણકારી માગી હતી કે શું રેવલે ટિકિટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી ફીને ઘટાડવાનું વિચાર ચાલી રહ્યો છે ? રેલવેએ આ સવાલનો હાલ કોઇ જવાબ આપ્યો નથી. અનારક્ષિત ટિકટિંગ પ્રણાલી એટલે કે યુટીએસ હેઠળ બૂક યાત્રી ટિકિટને રદ્દ કરવાથી રેલવેને 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી.
  Published by:Sanjay Vaghela
  First published: