Home /News /national-international /Bank Fraud: આ બેંકમાં થાય છે સૌથી વધુ બેંક ફ્રોડ, શું તમારું ખાતું પણ છે આ બેન્કમાં?

Bank Fraud: આ બેંકમાં થાય છે સૌથી વધુ બેંક ફ્રોડ, શું તમારું ખાતું પણ છે આ બેન્કમાં?

શહેરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

આજકાલ બેંકમાં બેંક ફ્રોડના કેસ (Bank Fraud Case) વધી રહ્યા છે. સરકારે સંસદમાં આ માહિતી આપી છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં બેંકમાં છેતરપિંડીના 642 કેસ નોંધાયા છે. કોટક મહિન્દ્રાની સાથે અન્ય ઘણી બેંકોમાં પણ બેંકિંગ ફ્રોડ થયા છે.

વધુ જુઓ ...
દેશમાં બેંક ફ્રોડ (Bank Fraud) ના મામલામાં કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) નું નામ પ્રથમ નંબરે છે. વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં કોટક મહિન્દ્રા બેંકમાં બેંક ફ્રોડની 642 ઘટનાઓ સામે આવી છે. આ છેતરપિંડીઓમાં 1 લાખ કે તેથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. બેંક ફ્રોડના મામલામાં કોટક મહિન્દ્રા પછી ICICI બેંક (ICICI Bank) બીજા અને ઇન્ડસઇન્ડ બેંક (ndusind Bank) ત્રીજા સ્થાને છે.

નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે (Minister of State for Finance Bhagwat Karad) સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. સંસદમાં બજેટ સત્ર દરમિયાન સરકારે કહ્યું કે કોટક મહિન્દ્રા બેંક માત્ર છેતરપિંડીનો શિકાર બની નથી, પરંતુ અન્ય ઘણી નાની અને મોટી બેંકો સાથે બેંકિંગ સંબંધિત હેરાફેરી થઈ છે.

આ પણ વાંચો:  Good News: હવાઈ ​પ્રવાસીઓ માટે સારા સમાચાર! આ કંપનીએ એક્સ્ટ્રા લગેજની ફીમાં કર્યો ઘટાડો, જાણો કેટલી મળશે રાહત?

આ બેંકોમાં પણ થઈ છે છેતરપિંડી
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ICICI બેંકમાં પણ બેંક ફ્રોડના કુલ 518 મામલા સામે આવ્યા છે. સૌથી વધુ છેતરપિંડીના કેસોમાં ઇન્ડસઇન્ડ બેંક ત્રીજા નંબરે છે. આ બેંકમાં છેતરપિંડીના 377 મામલા સામે આવ્યા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન એક્સિસ બેંકમાં 235, HDFC બેંકમાં 151 અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) માં 159 છેતરપિંડીના કેસ નોંધાયા છે.

પાંચ વર્ષમાં છેતરપિંડીની રકમ ઘટી
નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ દ્વારા છેતરાયેલી કુલ રકમમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય રિઝર્વ બેંક છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. જેના કારણે હવે કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે તમામ બેંકો પોતાના ગ્રાહકોને વધુ સાવધ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો:  ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ કર્યું પ્રથમ Spacewalk, ISS સોલર પેનલને કરી અપગ્રેડ

કોટક મહિન્દ્રામાં વધી રહ્યા છે કેસ
નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોટક મહિન્દ્રા બેંકમાં છેતરપિંડીના કેસોમાં સતત વધારો થયો છે. RBIના ડેટા અનુસાર, વર્ષ 2017માં બેંકમાં 135, 2018માં 289, વર્ષ 2019માં 383 અને વર્ષ 2020માં 652 છેતરપિંડી નોંધાઈ હતી. તે જ સમયે, વર્ષ 2021 માં, કેસ 826 પર પહોંચી ગયા છે. નાણાકીય વર્ષ 2021-2022માં પ્રથમ 9 મહિનામાં છેતરપિંડીની સંખ્યા 642 પર પહોંચી ગઈ છે.
First published:

Tags: Bank Fraud, Kotak mahindra bank, SBI bank, આઇસીઆઇસીઆઇ બેંક