knowledge: જાણો - કેવી રીતે આવે છે ચોમાસુ, અને કેવી રીતે દક્ષિણથી ઉત્તર સુધી વરસે છે ધમાધમ વરસાદ?

News18 Gujarati
Updated: June 3, 2020, 10:03 PM IST
knowledge: જાણો - કેવી રીતે આવે છે ચોમાસુ, અને કેવી રીતે દક્ષિણથી ઉત્તર સુધી વરસે છે ધમાધમ વરસાદ?
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દર વર્ષે ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે કેરલથી શરૂ થાય છે. આ પહેલા પ્રી-મોનસૂન વરસાદ થાય છે.

  • Share this:
ભારતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દર વર્ષે ચોમાસુ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે કેરલથી શરૂ થાય છે. આ પહેલા પ્રી-મોનસૂન વરસાદ થાય છે. આ વર્ષે પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારતમાં ચાર મહિના ચોમાસુ સક્રિય રહે છે. હવામાન વિભાગ અનેક તારણોના આધારે ચાર મહિના દરમિયાન થતા વરસાદની માત્રાને લઈ ભવિષ્યવાણી કરે છે. તમને જણાવી દઈએ કે, 127 કૃષિ જળવાયું સબ ઝોન છે. તો, કુલ 36 ઝોન છે. સમુદ્ર, હિમાલય અને રેગિસ્તાન મોનસૂનને પ્રભાવિત કરે છે. જેથી હવામાન વિભાગ 100 ટકા સાચુ અનુમાન લગાવવામાં ચૂકી જાય છે.

ક્યાં અને કેવી રીતે બને ચોમાસુ, કેવી રીતે થાય છે પૂરા દેશમાં વરસાદ

ગરમીની સિઝનમાં જ્યારે હિન્દ મહાસાગરમાં સૂર્ય વિષુવૃત રેખાની બિલકુલ ઉપર હોય છે, ત્યારે ચોમાસુ બને છે. આ પ્રક્રિયામાં ગરમ થઈ સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ દરમિયાન ધરતીનું તાપમાન 45-46 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં હિન્દ મહાસાગરના દક્ષિણ ભાગમાં મોનસૂન હવાઓ સક્રિય થાય છે. આ હવાઓ આપસમાં ક્રોસ કરતા વિષુવૃત રખા પાર કરી એશિયા તરફ વધાવા લાગે છે. આ દરમિયાન સમુદ્રની ઉપર વાદળો બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. વિષુવૃત રેખા પાર કરીને હવા અને વાદળ વરસાદ કરતા બંગાળની ખાડી અને અરબ સાગર તરફ આગળ વધે છે. આ દરમિયાન દેશના તમામ ભાગમાં તાપમાન સમુદ્રના તાપમાન કરતા વધારે હોય છે. એવી સ્થિતિમાં હવા સમુદ્રથી જમીન તરફના ભાગમાં આગળ વધવા લાગે છે. આ હવા સમુદ્રના જળના બાષ્પથી પેદા થયેલી બાસ્પને સોખી લે છે અને ધરતી પર આવતા જ ઉપર ઉઠે છે અને વરસાદ કરે છે.

ભારતના કયા રાજ્યમાં વરસાદ કર્યા બાદ પાછુ જતુ રહે છે ચોમાસુ

બંગાળની ખાડી અને અરબ સાગરમાં પહોંચ્યા બાદ સમુદ્રમાંથી ઉઠેલી ચોમાસાની હવાઓ બે શાખામાં વહેંચાઈ જાય છે. એક શાખા અરબ સાગર તરફથી મુંબઈ, ગુજરાત, રાજસ્થાન થઈ આગળ વધે છે, તો બીજી શાખા બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ, બિહાર, પૂર્વોત્તર થઈ હિમાલય સાથે ટકરાઈ ગંગીય વિસ્તાર તરફ વળી જાય છે. આ પ્રકારે જુલાઈના પહેલા અઠવાડીયા સુધી પૂરા દેશમાં ઝમાઝમ વરસાદ થવા લાગે છે.

ક્યારે દેશમાં ક્યાં-ક્યાં પહોંચી વરસાદ કરે છે ઉત્તર-પશ્ચિમ ચોમાસુઅરબ સાગરમાં આવતી હવા ઉત્તર તરફ વધતા 10 જૂન સુધી મુંબઈ પહોંચી જાય છે. મોનસૂન જૂનના પહેલા અઠવાડીયા સુધીમાં આસામ પહોંચી જાય છે. ત્યારબાદ હિમાલયથી ટકરાયા બાદ હવા પશ્ચિમ તરફ વળી જાય છે. મોનસૂન કોલકત્તા શહેરમાં મુંબઈથી થોડા દિવસ પહેલા 7 જૂન આસપાસ પહોંચે છે. મધ્ય જૂન સુધી અરબ સાગરથી આવતી હવા સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ભારતના પ્રદેશોમાં ફેલાઈ જાય છે. ત્યારબાદ બંગાળની ખાડી અને અરબ સાગરની હવાઓ એક સાથે વહેવા લાગે છે, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં 1 જુલાઈથી વરસાદ શરૂ કરી દે છે. તો દિલ્હીમાં ક્યારેક-ક્યારેક મોનસૂનનો પહેલો વરસાદ પૂર્વ દિશાથી આવી જાય છે, અને બંગાળની ખાડી ઉપરથી આવતી હવાનો ભાગ હોય છે. જુલાઈ મહિનો અડધો થતા મોનસૂન કાશ્મીર અને દેશના બાકી ભાગમાં ફેલાઈ જાય છે. જોકે, ત્યાં સુધી તેની નમી ઓછી થઈ જાય છે.
First published: June 3, 2020, 10:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading