જાણો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું લખ્યું

News18 Gujarati
Updated: March 20, 2020, 2:50 PM IST
જાણો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું લખ્યું
Illustration by Mir Suhail/News18

ધ વોશિંગટન પોસ્ટ, ન્યૂયોર્ક ટાઇમ્સ અને ધ ગાર્ડિયને નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવી દેવાના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે

  • Share this:
નવી દિલ્હીઃ નિર્ભયા (Nirbhaya)ના દોષિતોને ફાંસી આપવાના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયા (International Media)માં રિપોર્ટ કરવામાં આવ્યા છે. દુનિયાભરના અખબારો અને ન્યૂઝ વેબસાઇટ્સે આ મામલા પર ગંભીરતાથી લખ્યું છે. નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવા અંગે ન્યૂયોર્ક ટાઇમ્સે એક લાંબો રિપોર્ટ લખ્યો છે. રિપોર્ટમાં નિર્ભયા દુષ્કર્મ અને હત્યા મામલા અંગે વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે ચારેય દોષિતોને ફાંસી પર લટકાવી દેવાની સાથે જ લાંબા સમયથી ચાલતો આવી રહેલો આ મામલો ખતમ થઈ ગયો. શુક્રવાર સવારે ચારેય દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. ડિસેમ્બર 2012ના નિર્ભયા દુષ્કર્મ અને હત્યા મામલામાં ચારેય દોષિતોએ એક યુવા મહિલાની સાથે ક્રૂરતાથી દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરી દીધી હતી.

દિલ્હીના વ્યસ્ત રસ્તા પર બનેલી આ દુર્ઘટનાએ દેશની સાથે સમગ્ર દુનિયાને હલાવીને રાખી દીધું હતું. આ ઘટનાએ મહિલાઓને લઈને ભારતીય માનસિકતાને સવાલોના ઘેરામાં ઊભી કરી દીધા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સ લખે છે કે ફાંસી આપ્યા બાદ પીડિતાની માતાએ કહ્યું કે ન્યાયમાં વિલંબ થયો પરંતુ અંતમાં તેમની દીકરીને ન્યાય મળ્યો. તેઓએ કહ્યું કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં તેનો ભરોસો મજબૂત થયો છે.

આ પણ વાંચો, ફાંસી પહેલા મુકેશ અને વિનયે કહ્યું, અમારી આ બે વસ્તુઓ સાચવીને રાખજો

ધ વોશિંગટન પોસ્ટે પણ આ મામલે લાંબો રિપોર્ટ લખ્યો છે. વોશિંગટન પોસ્ટે લખ્યું છે કે ભારતે શુક્રવાર સવારે 2012ના દુષ્કર્મ અને હત્યા મામલાના ચાર દોષિતોને ફાંસી પર લટકાવી દીધા. તેની સાથે જ એક દર્દ ભરેલું ચેપ્ટર ક્લોઝ થઈ ગયું, જે એક સવાલ કરી રહ્યું હતું કે મહિલાઓની વિરુદ્ધ હિંસાના મામલાઓને ઉકેલવામાં દેશે કેટલી પ્રગતિ કરી છે.

ધ વોશિંગટન પોસ્ટે લખ્યું છે કે જે તિહાડ જેલમાં દોષિતોને ફાંસી આપવામાં આવી તેની બહાર હજારો લોકોની ભીડ જોવા મળી. જોકે, કોરોના વાયરસના વધતા કેસના કારણે તેમને ઘરોમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં આપવામાં આવેલી આ પહેલી ફાંસી છે.આ પણ વાંચો,  Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી

ધ ગાર્ડિયને લખ્યું છે કે, ભારતે દુષ્કર્મ અને હત્યાના ચાર દોષિતોને શુક્રવા સવારે ફાંસી આપી દીધી. ડિસેમ્બર 2012માં એક યુવા મહિલાની સાથે થયેલી ક્રૂરતાએ દેશની સાથે સમગ્ર દુનિયાના લોકોને ચોંકાવી દીધા હતા. દેશ માટે આ શરમજનક ઘટના હતી. મહિલાઓની વિરુદ્ધ થઈ રહેલા અપરાધનો રેકોર્ડ વધતો જઈ રહ્યો હતો.

ધ ગાર્ડિયને લખ્યું છે કે દિલ્હીના બહારના વિસ્તારમાં સ્થિત તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી. વધુમાં લખવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાનો રિવ્યૂ કરવાની ના પડ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દોષિતોની દયા અરજી ઠુકરાવી દીધી હતી.

આ પણ વાંચો, નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ

 
First published: March 20, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading