Home /News /national-international /કોરોના વાયરસ પર સિંગાપુરે કેવી રીતે કાબુ મેળવ્યો અને ક્યાંથી આ ફેલાવાનું શરૂ થયું?

કોરોના વાયરસ પર સિંગાપુરે કેવી રીતે કાબુ મેળવ્યો અને ક્યાંથી આ ફેલાવાનું શરૂ થયું?

ફાઈલ ફોટો

  ચીનથી બહાર નીકળ્યા બાદ કોરોના વાયરસે સૌથી પહેલા સિંગાપુરમાં સંક્રમણ ફેલાવ્યું હતું. ત્યારબાદ પણ અહીં માત્ર 509 લોકો જસંક્રમિત છે, જેમાં 2 લોકોના મોત થયા છે. અમેરિકા, બ્રિટન, ઈટલી, સ્પેન, ઈરાન, ભારત અને પાકિસ્તાન જેવા તમામ દેશ સિંગાપુરના ઘણા દિવસ બાદ કોરોના વાયરસના શિકાર બન્યા. તો પણ આ દેશોમાં સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ. સાથે સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા પર પણ અંકુશ લગાવવામાં આવી શક્યો. આવામાં દુનિયાભરના દેશોએ સિંગાપુરના તે ઉપાયો વિશે જાણવા માંગે છે કે કેવી રીતે સિંગાપુરે આ વાયરસ પર કાબુ રાખ્યો.

  સિંગાપુરમાં ચીની દવાની દુકાનથી ફેલાવાનું શરૂ થયું સંક્રમણ
  જાન્યુઆરીના મધ્યમાં ચીની નવા વર્ષ પર ચીનના શહેર ગુઆંગશીથી 20 પર્યટકો સિંગાપુર આવ્યા હતા. આ દરમિયાન તે ચીની દવાઓ વેચવાવાળી દુકાન પર ગયા હતા. આ દુકાન ચીની પર્યટકો વચ્ચે ઘણી લોકપ્રિય છે. આ દુકાન પર મગરમચ્છનું તેલ અને હર્બલ ઉત્પાદન વેચવામાં આવે છે. દવાની દુકાન પર કામ કરતી મહિલાએ પર્યટકોને પ્રોડક્ટ બતાવ્યા. તેણે દવાવાળા તેલની તેમના હાથ પર મસાજ પણ કર્યું. ત્યારબાદ ચીની પર્યટકોની આ ટોળકી સ્વદેશ પાછા જતા રહ્યા. ત્યારબાદ 23 જાન્યુંઆરીએ સિંગાપુરમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યો. સૌપ્રથમ આ દવાની દુકાન પર કામ કરતી મહિલા કર્મચારી શિકાર બની. શરૂઆતના મામલામાં એક સ્થાનિક ટૂર ગાઈડ અને દવાની દુકાન પર કામ કરતી મહિલા બિમાર પડી.

  4 ફેબ્રુઆરીએ કમ્યુનિટી ટ્રાંસમિશનની સરકારે જાહેરાત કરી દીધી
  ચીની યાત્રિઓની શોપિંગ ટ્રીપથી 9 લોકો સંક્રમિત થયા. તેમાં દુકાનમાં કામ કરતી મહિલાનો પતિ, તેનું 6 મહિનાનુંબાળક અને તેમનો ઈન્ડોનેશિયાનો એક નોકર સામેલ હતો. સ્ટાફના બે સભ્યો પણ તેની ચપેટમાં આવ્યા. ત્યારબાદ થોડા દિવસમાં આ સંક્રમણની સંખ્યા 18 પહોંચી. સિંગાપુરે 4 ફેબ્રુઆરીએ જાહેર કર્યું કે, વાયરસ સ્થાનિક સમુદાયમાં ફેલાયો છે. સિંગાપુરમાં 23 માર્ચ સુધીમાં 509 પોઝેટિવ મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 2ના મોત થયા છે. પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકતી હતી, પરંતુ સિંગાપુર સરકારે ઝડપથી વાયરસ ક્યાંથી આવ્યો તેની શોધ કરી દીધી. અત્યાર સુધી સંક્રમિતોના સંપર્કમાં આવેલા 6000 લોકો શોધી કઢાયા છે. તેના માટે સીસીટીવી ફૂટેજ, પોલીસ અને જાસુસોની મદદ લેવામાં આવી છે.

  સાર્સના સબકથી સિંગાપુરે પહેલા જ તૈયારી કરી રાખી હતી
  સિંગાપુરમાં 2002-03માં સાર્સ વાયરસની મહામારીના પ્રકોપમાં તૈયારી કરી ન હતી. જેથી ત્યારબાદ સિંગાપુરે અનેક આઈસોલશન સેન્ટરવાળી હોસ્પિટલો બનાવી દીધી હતી. સાથે લોકોને કાબુ રાખવા કાયદો પણ કડક બનાવી દીધો હતો. સિંગાપુરે કોરોન્ટાઈન હોમમાં રાખેલા લોકોને રોજ બે વખત મેસેજ મોકલવામાં આવી રહ્યો હતો, તેના પર ફરજિયાત રીતે દર્દીએ મેસેજ પર ક્લિક કરવાનું રહેતું હતું, જેથી જાણી શકાય કે દર્દી હાલ ક્યાં છે. જે પણ નિયમનું ઉલ્લંઘન કરે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવી.

  જાસુસ, પોલીસ અને ઈન્ટેલિજન્સ કર્મીઓએ પણ કોન્ટેક્ટ ટેસ્ટિંગમાં કરી મદદ
  સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ સંક્રમિત લોકો સુધી સંપર્ક કરવામાં પહોંચી ન વળતા પોલીસ, જાસુસ અને ઈન્ટેલિન્સની ટીમો પણ પોઝેટિવ વ્યક્તિના સંપર્કમાં કોણ કોણ આવ્યું તેની તપાસમાં લાગી ગઈ. અને તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ, ફોન સંપર્ક વગેરે તમામ પ્રયાસો હાથ ધરી સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સિંગાપુર તરફથી થઈ રહેલી કામગીરીના ડબલ્યૂએચઓ પણ વખાણ કરી ચુકી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Corona in Gujarat, Coronavirus, Coronavirus awareness, Singapore

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन