Home /News /national-international /આઝમ ખાન જેલ જઈ શકે છે અને ગુમાવી શકે છે સાંસદનું પદ પણ

આઝમ ખાન જેલ જઈ શકે છે અને ગુમાવી શકે છે સાંસદનું પદ પણ

વિપક્ષ દળોની મહિલા સાંસદો પણ આઝમ ખાનની વિરુદ્ધમાં

આ મામલામાં સત્તા પક્ષ જ નહીં વિપક્ષ દળોની મહિલા સાંસદો પણ આઝમ ખાનની વિરુદ્ધમાં છે. મોટાભાગની મહિલા સાંસદોએ આઝમ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

લોકસભામાં ડેપ્યુટી સ્પીકર રમા દેવી પર કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને ખુબ ભારે પડી શકે છે. બીજેપી સાંસદ રમા દેવીએ આઝમને પૂરા કાર્યકાળ એટલે કે, અગામી પાંચ વર્ષ સુધી લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. કેટલાએ મહિલા સાંસદોએ આજે સદનમાં આઝમ ખાનના નિવેદનની નિંદા કરી અને સ્પીકર ઓમ બિરલાને કડક કાર્યવાહી કરવાની માંગ કરી. હવે પ્રશ્ન એ ઉઠે છે કે, લોકસભા સ્પીકર આઝમ ખાનને કેવો અને કેટલો દંડ આપી શકે છે?

લોકસભામાં રજૂ કરવામાં આવેલો આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહીનો પ્રસ્તાવ આજે સર્વ સંમત્તિથી પાસ થઈ ગયો છે. તેમની વિરુદ્ધ એક્શન લેવા માટે સ્પીકરને અધિકાર આપી દેવામાં આવ્યો છે. સ્પીકર ઓમ બિરલાની આગેવાનીમાં થયેલી બેઠક દરમ્યાન આજમને સદનની સામે કોઈ પણ શરત વગર માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. જો તે, માફી નહીં માંગે તો, સ્પીકર તેમના પર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

પૂરા કાર્યકાળ માટે કરવામાં આવી શકે છે સસ્પેન્ડ
જો આઝમ ખાન સ્પીકરના આદેશ અનુસાર, સદનમાં માફી નથી માંગતા તો, લોકસભા અધ્યક્ષ તેમને પાંચ વર્ષ માટે એટલે કે, પૂરા કાર્યકાળ માટે સસ્પેન્ડ કરી શકે છે. એટલું નહી, સ્પીકર તેમની લોકસભા સભ્યતા પણ રદ કરી શકે છે. બીજા શબ્દોમાં તે સાંસદનું પદ પણ ગુમાવી શકે છે. સંવિધાન વિશેષજ્ઞ ડો. સુભાષ કશ્યપે જણાવ્યું કે, આ સિવાય લોકસભા અધ્યક્ષ આઝમ ખાનને વિશેષ સત્ર એટલે કે 7 ઓગષ્ટ સુધી જેલ પણ મોકલી શકે છે. એ પણ જરૂરી નથી કે, તેમને 7 ઓગષ્ટ સુધી જેલ મોકલવામાં આવે. આ પૂરી રીતે લોકસભા અધ્યક્ષની ઈચ્છા પર નિર્ભર છે કે, તે તે તમને ક્યાં સુધી જેલ મોકલી શકે છે.

સંવિધાન વિશેષજ્ઞ ડો. સુભાષ કશ્યપે જણાવ્યું કે, આ સિવાય લોકસભા અધ્યક્ષ આઝમ ખાનને વિશેષ સત્ર એટલે કે 7 ઓગષ્ટ સુધી જેલ પણ મોકલી શકે છે


આઝમ જઈ શકે છે કોર્ટ, પરંતુ રાહતની આશા નહીં
ડો કશ્યપ અનુસાર, આજમ ખાન લોકસભા અધ્યક્ષ તરફથી આપવામાં આવતી કોઈ પણ પ્રકારની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. પરંતુ, ડો. કશ્યપ કહે છે કે, કોર્ટ આવા મામલામાં હસ્તક્ષેપ નથી કરતી. ઉલ્લેખનીય છે કે, કોઈ સાંસદના ખરાબ વર્તન પર કાર્યવાહી કરવાનો અને સજા આપવાનો લોકસભા અધ્યક્ષને વિશેષાધિકાર હોય છે. જેથી, આ મામલામાં આઝમ ખાનને કોર્ટ તરફથી કોઈ રાહત મળવાની આશા નથી.

સભાપતિની ખુરશી પર બેઠેલા રમા દેવી પર કરી હતી ટિપ્પણી
તમને જણાવી દઈએ કે, આ મામલામાં સત્તા પક્ષ જ નહીં વિપક્ષ દળોની મહિલા સાંસદો પણ આઝમ ખાનની વિરુદ્ધમાં છે. મોટાભાગની મહિલા સાંસદોએ આઝમ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ગુરૂવારે ત્રણ તલાક બિલ પર ચર્ચા દરમિયાન રામપુરના સાંસદ આઝમ ખાને સભાપતિની ખુરશી પર બેઠેલો રમા દેવી પર પ્રાઈવેટ અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેલે પગલે સંસદમાં ઘણો હંગામો પણ થયો હતો.
First published:

Tags: Comment, Jail, Know, Speaker, સજા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો