Home /News /national-international /

જાણો કયા-કયા દેશોમાં નવા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની થઈ પુષ્ટિ

જાણો કયા-કયા દેશોમાં નવા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની થઈ પુષ્ટિ

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનમાં કોવિડના નવા અને ખતરનાક સ્ટ્રેનની પુષ્ટિ થયા બાદ 12 દેશોએ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે

    નવી દિલ્હીઃ બ્રિટનમાં મળેલા કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેને સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી દીધું છે. એક તરફ વેક્સીન આવ્યા બાદ કોરોના વાયરસ સંક્રમણને રોકવામાં મદદ મળશે, તો બીજી તરફ વાયરસના વધુ ખતરનાક સ્ટ્રેન મળવાથી નવી આશંકાઓએ જન્મ લીધો છે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું છે કે નવો સ્ટ્રેન 70 ટકા ઝડપથી ફેલાય છે. લગભગ 12 દેશોએ બ્રિટનની સાથે પોતાનો એર ટ્રાન્સપોર્ટ સંપર્ક તોડી દીધો છે, તો ભારતમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Harsh Vardhan)એ ઇમરજન્સી બેઠક કરીને સ્થિતિનો સામનો કરવા માટે ચર્ચા કરી છે.

    ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, કોરોના વાયરસનો નવા અને ખતરનાક સ્ટ્રેન VUI-202012/01 બ્રિટન ઉપરાંત પાંચ વધુ દેશોમાં જોવા મળ્યો છે. આ દેશ છે- ઓસ્ટ્રેલિયા, ઈટલી, નેધરલેન્ડ્સ, જિબ્રાલ્ટર અને ડેનમાર્ક. આ ઉપરાંત નવા વાયરસ સ્ટ્રેનના બેલ્જિયમમાં હોવાના પણ અહેવાલ મળ્યા છે પણ તેની પુષ્ટિ નથી થઈ. ફ્રાન્સ અને સાઉથ આફ્રિકાનું માનવું છે કે તેમને ત્યાં નવા સ્રેી ન હોઈ શકે છે. અહેવાલો મુજબ, નવેમ્બરમાં ડેનમાર્કમાં 9 કેસમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં આ સ્ટ્રેન એક વાર જોવા મળ્યો હતો. નેધરલેન્ડ્સે ઘોષણા કરી છે કે આ મહિને તેમને ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો એક મામલો સામે આવ્યો છે.

    આ પણ વાંચો, મહિલા પોલીસકર્મીએ ચાલાકીથી લીધી લાંચ, સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું- ‘પૉકેટ પે’

    કોરોના વાયરસના નવા સ્ટ્રેનની સૌથી પહેલી પુષ્ટિ 20 સપ્ટેમ્બરે કેન્ટમાં થઈ હતી. હવે બ્રિટનના દક્ષિણ-પૂર્વ અને લંડનમાં 60 ટકા કેસ કોરોનાના નવા સ્ટ્રેનથી છે. સ્પષ્ટ છે કે નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રી મુજબ વેલ્સમાં સંક્રમણના મામલામાં આવેલી તેજી માટે પણ નવો સ્ટ્રેન જવાબદાર છે. બીજી તરફ સ્કોટલેન્ડના ગ્રેટર ગ્લાસ્ગો અને ક્લીડે ક્ષેત્રમાં પણ નવા સ્ટ્રેનના 9 કેસ સામે આવ્યા છે.

    આ પણ વાંચો, માત્ર 52 હજાર રૂપિયામાં ઘરે લઈ જાઓ Tata Tiago, કંપની આપી રહી છે ખાસ ઓફર

    21 ડિસેમ્બરે બ્રિટિશ ક્ષેત્ર જિબ્રાલ્ટરમાં નવા સ્ટ્રેનના એક કેસની પુષ્ટિ થઈ છે. 20 ડિસેમ્બરે બ્રિટનથી રોમ પહોંચેલા એક ઈટાલિયન નાગરિકમાં પણ આ સ્ટ્રેન જોવા મળ્યો હતો. તપાસમાં આ વ્યક્તિ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં બે લોકોમાં નવા સ્ટ્રેનના મામલાની પુષ્ટિ થઈ હતી, આ બંને લોકો બ્રિટનથી ન્યૂ સાઉથ વેલ્સ ગયા હતા. ડિસેમ્બર મહિનામાં નેધરલેન્ડ્સના અધિકારીઓએ કહ્યું કે સેમ્પલમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BRITAIN, Corona vaccine, Coronavirus, COVID-19, Pandemic, આરોગ્ય, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन