Chandrayaan-2 Launch: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો LIVE

News18 Gujarati
Updated: July 15, 2019, 1:29 AM IST
Chandrayaan-2 Launch: જાણો ક્યાં અને કેવી રીતે જોઇ શકશો LIVE
લાઇવ જોવા માટે અત્યારસુધીમાં 7,134થી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આ રજિસ્ટ્રેશન કરાવ્યું

લાઇવ જોવા માટે અત્યારસુધીમાં 7,134થી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આ રજિસ્ટ્રેશન કરાવ્યું

  • Share this:
અંતરિક્ષમાં લાંબી છલાંગ લગાવવાની ઇરાદે ભારત ચંદ્ર મિશન ચંદ્રયાન-2 લોન્ચ કરશે. તેને બાહુબલી નામના સૌથી શક્તિશાળી રોકેટ GSLV-MK 3rd યાનથી મોકલવામાં આવશે. ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રૂવ વિસ્તાર પર ઉતરશે, આ જગ્યાએ અત્યારસુધી કોઇ દેશ પહોંચી શક્યો નથી.

ચંદ્રયાન-2નો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની શોધ કરવી અને તપાસ કરવાનું હશે કે ત્યાં ખડકો, ધૂળમાં ક્યા તત્વો છે. આ સિવાય ચંદ્રયાન ત્યાં સ્થિત સપાટીનું અધ્યયન કરશે. આ મિશન ચંદ્રની સપાટી પર જળ, હાઇડ્રાક્સિલના પૂરાવા શોધવા સિવાય ચંદ્રની થ્રીડી તસવીરો પણ લેશે.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરતમાં તૈયાર થયેલા સિરામિક પાર્ટસનો ઉપયોગ થશે ચંદ્રયાન-2માં

ISROના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે બસ તે પોતાની યાત્રા માટે સંપૂર્ણ તૈયાર છે. ઉલ્લેખનીય
છે કે ચંદ્રયાન2નું વજન 3877 કિલો છે અને તેનું લોન્ચિંગ ચાર ભાગમાં થશે.

અહીં જોઇ શકાશે Chandrayaan 2નું લાઇવ પ્રસારણભારતના મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. તેને લાઇવ જોવા માટે અત્યારસુધીમાં 7,134થી વધુ લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેને અંદાજે 10,000 લોકો લાઇવ જોઇ શકશે.

Network 18ની રાષ્ટ્રીય અને રાજ્યીય ચેનલો પર જોઇ શકાશે LIVE

તમે Network 18ની રાષ્ટ્રીય ચેનલ News18 India અને CNN-NEWS18 પર ચંદ્રયાનનું લાઇવ પ્રસારણ જોઇ શકશો. તેની સાથે જ તમે https://gujarati.news18.com અને https://hindi.news18.com/ તથા https://www.news18.com/ પર ચંદ્રયાન સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી શકશો. જો લાઇવ પ્રસારણ જોવું હોય તો આ લિંક પર ક્લિક કરો. https://gujarati.news18.com/live-tv/
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading