Home /News /national-international /મન કી બાત : જળ, જીવન અને જીત પર પીએમ મોદીએ કહી 10 મહત્વપૂર્ણ વાતો

મન કી બાત : જળ, જીવન અને જીત પર પીએમ મોદીએ કહી 10 મહત્વપૂર્ણ વાતો

પીએમ મોદીએ મન કી બાતમાં જળ સંરક્ષણ, લોકસભા ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

પીએમ મોદીએ મન કી બાતમાં જળ સંરક્ષણ, લોકસભા ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સરકાર સંભાળ્યા બાદ પહેલીવાર મન કી બાત કરી. આ દરમિયાન તેઓએ જળ સંરક્ષણ, લોકસભા ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

  પીએમ મોદીએ 30 જૂને કરવામાં આવેલી મન કી બાતમાં જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો. તેની સાથે જ તેઓએ યોગ દિવસ પર દુનિયાભરમાંથી મળેલી સકારાત્મક પ્રતિક્રિયા ઉપર પણ ટિપ્પણી કરી.

  અહીં વાંચો, પીએમ મોદીએ Mann Ki Baatમાં કહેલી 10 ખાસ વાતો-

  જળ સંરક્ષણ પર ભાર

  1. પીએમ મોદીએ કહ્યું કે, જેવી રીતે દેશવાસીઓએ સ્વચ્છતાને એક જન આંદોલનનું આપી દીધું. આવો, તેવી જ રીતે જળ સંરક્ષણ માટે એક જન આંદોલનની શરૂઆત કરીએ.

  2. વડાપ્રધાને કહ્યું કે, દેશવાસીઓને મારી બીજી અપીલ છે કે આપણા દેશમાં પાણીના સંરક્ષણ માટે અનેક પારંપરિક પદ્ધતિઓ સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આપ સૌ પાસેથી જળ સંરક્ષણની તે પારંપરિક પદ્ધતિઓને એક બીજાને જણાવવાનો આગ્રહ કરું છું.

  3. પીએમે કહ્યું કે, જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી વ્યક્તિઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને આ ક્ષેત્રમાં કામ કરનારી દરેક વ્યક્તિની, તેની જે જાણકારી છે, તેને તમે #JanShakti4JalShakti પર શેર કરો જેથી તેનો એક ડેટાબેઝ બનાવી શકાય.

  યોગનો ઉલ્લેખ

  4. પીએમ મોદીએ કહ્યું કે, મને એક વાત માટે પણ આપનો અને દુનિયાના લોકોનો આભાર વ્યક્ત કરવો છે. 21 જૂને ફરીથી એકવાર યોગ દિવસમાં ઉમંગની સાથે, એક-એક પરિવારના ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓ, એક સાથે આવીને યોગ દિવસને ઉજવ્યો.

  5. પીએમ મોદીએ કહ્યું કે, ભારત ગર્વની સાથે કહી શકે છે કે આપતા માટે કાયદો નિયમોથી વિશેષ લોકતંત્ર આપણું સંસ્કાર છે, લોકતંત્ર આપણી સંસ્કૃતિ છે, લોકતંત્ર આપણી વારસો છે અને તે વારસાને લઈ આપણે ઉછર્યા છીએ. તેની કમી આપણે ઇમરજન્સી સમયે અનુભવી હતી. અને તેથી જ દેશ, પોતાના માટે નહીં, એક સમગ્ર ચૂંટણી પોતાના હિત માટે નહીં, લોકતંત્રની રક્ષા માટે આહૂત કરી ચૂક્યો હતો.

  આ પણ વાંચો, દેશમાં વધેલા જળ સંકટની વચ્ચે PM મોદીએ લોકોને કરી ત્રણ અપીલ

  6. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશમાં ઇમરજન્સી લાગેલી હતી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય રીતે પૂરતો નહોતો, રાજનેતાઓ સુધી સીમિત નહોતો, જેલના સળીયા સુધી, આંદોલન સમેટાયું નહોતું. જન-જનમાં એક આક્રોશ હતો. ગુમાવેલા લોકતંત્રને ફરી મેળવવાની એક આશા હતી. દિવસ-રાત જ્યારે સમય પર ભોજન લઈએ છીએ ત્યારે ભૂખ શું હોય છે તેની ખબર નથી પડતી. સામાન્ય જીવનમાં લોકતંત્રના અધિકારીઓની શું મજા છે તેની ત્યારે ખબર પડે છે કે જ્યારે કોઈ લોકતાંત્રિક અધિકારો છીનવાઈ જાય. ઇમરજન્સીમાં દેશના દરેક નાગરિકને લાગવા લાગ્યું હતું કે તેમનું કંઈક છીનવાઈ ગયું છે.

  પીએમ બોલયા - આ જ તો લોકતંત્રનું સાચું સન્માન છે

  7. પીએમ મોદીએ કહ્યું કે, એક લાંબા સમય બાદ આપની વચ્ચે મન કી બાત, જન-મન કી બાત, જન-મનની વાત તેનો એક સિલસિલો ચાલુ કરી રહ્યો છું. ચૂંટણીના દોડાદોડીમાં વ્યસ્તતા તો વધુ હતી પરંતુ મન કી બાતની મજા જ ગાયબ હતી, કંઈક ખૂટતું હોય એવું અનુભવતો હતો. આપણે 130 કરોડ દેશવાસીઓના સ્વજરૂ રુપે વાત કરતા હતા.

  8. પીએમે કહ્યું કે, આપે સૌને મારો અનુરોધ છે- મહેરબાની કરી થોડો સમય વાંચવા માટે સમર્પિત કરે. હું આપ સૌને આગ્રહ કરું છું કે તમે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર વાંચવામાં આવી રહેલા પુસ્તકો વિશે વાત કરો. આવો આપણે સૌ તે સારા પુસ્તકો પર ચર્ચા કરીએ જેને આપણે વાંચીએ છીએ અને આપણને તે પુસ્તક કેમ પસંદ છે તેના વિશે જણાવીએ.

  9. પીએમ મોદીએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશના એક અંતરિયાળ વિસ્તારમાં માત્ર એમ મહિલા મતદાતા માટે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચના અધિકારીઓએ ત્યાં પહોંચવા માટે બે-બે દિવસનો પ્રવાસ કર્યો - આ તો લોકતંત્રનું સાચું સન્માન છે.

  10. પીએમ મોદીએ કહ્યું કે યોગના ક્ષેત્રમાં યોગદાન માટે Prime Minister’s Awardsની ઘોષણા, મારા માટે એક મોટા સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરના અનેક સંગઠનોને આપવામાં આવ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: All India Radio, Lok sabha election 2019, Mann ki baat, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

  विज्ञापन
  विज्ञापन