બગદાદી છેલ્લા સમયે તેની પત્ની સાથે દોડ્યો ગુફા તરફ પણ...

News18 Gujarati
Updated: October 28, 2019, 2:18 PM IST
બગદાદી છેલ્લા સમયે તેની પત્ની સાથે દોડ્યો ગુફા તરફ પણ...
આતંકી બગદાદી

  • Share this:
સીરિયા (Syria)ના ઇદબીલ પ્રાંત સ્થિત બારિશામાં શનિવાર રાતે લોકોને હેલિકૉપ્ટરના અવાજો સંભાળી રહ્યા હતા. સ્થાનિકો સમજી ગયા કે અહીં જરૂર કોઇ સૈન્ય કાર્યવાહી થઇ રહી છે. જે રોજ થતી લડાઇથી અલગ છે. આ લડાઇમાં આઇએસઆઇએસ (ISIS) ના આંતકીઓએ સરેન્ડર કરી દીધું. અંગ્રેજી છાપા ડેલી મેલ મુજબ આઇએસઆઇએસના આંતકીઓ પર અમેરિકામાં થયેલો આતંકી હુમલો ખૂબ જ ચોંકવનારો હતો. બારિશા (Barisha) માં અમેરિકી સૈનિક આતંકી અબુ બકર અલ બગદાદીને શોધતા અહીં પહોંચ્યા હતા. બગદાદીના માર્યાની આ પૂરી વાત કોઇ ફિલ્મની ઘટના કરતા ઓછી રોમાંચક નહતી. ડૉનાલ્ડ ટ્રંપે આ આખી ઘટના તેની ઓફિસમાં બેસીને જોઇ હતી. ટ્રંપે કહ્યું કે બગદાદીના ઠેકાણાને હેલિકૉપ્ટરથી ઘેરી લેવામાં આવ્યું હતું.

બગદાદીનું બંકર


તે પછી અમેરિકા સેનાએ 70 ડેલ્ટા કમાન્ડોજ ઉતર્યા અને પછી બગદાદીના બંકરને ઘેરી લીધા. આ બંકરમાં છુપાઇ બગદાદી દુનિયામાં આતંક ફેલાવી રહ્યો હતો. કમાન્ડોનું એક જ મિશન હતું જીવતો કે મરેલો બગદાદીને પકડવો. બગદાદીના બંકરમાં ઘેરાઇ ગયા પછી કમાન્ડો પૂરી સતર્કતાથી આગળ વધી રહ્યા હતા. બગદાદીની બંને પત્નીઓએ આત્મઘાતી હુમલો કરી પોતાના શરીર લાગેલા બેલ્ટથી પોતાને મારી નાંખી. અમેરિકાએ ફાયરિંગથી બગદાદીની સુરક્ષા કરતા યુવકોને પણ મારી નાંખ્યા. ત્યારે એકલા રહી ગયેલા બગદાદીએ ભાગવાનું વિચાર્યું. પણ બગદાદીને સેનાએ બધી તરફથી ઘેરી લીધો. અંત નજીક જોઇ અનેક આતંકીઓએ સરેન્ડર કરી લીધુ પણ બગદાદી સરેન્ડરના બદલે ભાગવા લાગ્યો.

બગદાદીનું બંકર


અને અમેરિકી કમાન્ડોએ તેની પાછળ કૂતરા છોડી દીધા. બગદાદી પોતાની સાથે ત્રણ બાળકો લઇને બંકરમાં ભાગ્યો. પણ કાર્યવાહીમાં ત્રણ બાળકોની મોત થઇ અને બગદાદી છેવટે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. બગદાદીની મોત પછી ત્યાં ડીએનએ સાથે તેને મેળવવામાં આવ્યું. અને તે પછી તે જાહેર કરવામાં આવ્યું કે બગદાદીની મોત થઇ છે. નોંધનીય છે કે અમેરિકાની સેનાએ બગદાદી સુધી પહોંચવા માટે રશિયા, સીરીયા અને તુર્કીના હવાઇ ક્ષેત્રને પાર કરવું પડ્યું હતું. અમેરિકાએ મોસ્કાના કમાન્ડો, દમિશ્ક અને અંકારાને સૂચિત કર્યું હતું કે કંઇક મોટું થવાનું છે. પણ તેમને સમગ્ર જાણકારી આપવામાં નહતી આવી. આ ટીમમાં ચિનૂક અને બ્લેક હોક્સ હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
First published: October 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading